આણંદ,
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે તા. ૧૦/૧૧/૨૦૨૨ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ હતી જે અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાના આજના છેલ્લા દિવસે તા. ૧૭/૧૧/૨૦૨૨ ને ગુરૂવારના રોજ જિલ્લાની વિધાનસભાની ૭ બેઠકો ઉપર ૬૧ ઉમેદવારોના કુલ મળી ૮૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા.
વિધાનસભા બેઠક પર આજે ૮ ઉમેદવારોએ કુલ ૯ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચિરાગકુમાર અરવિંદભાઇ પટેલ અને નવિનચંદ્ર ડાહયાભાઇ સોલંકીએ ૧-૧ ઉમેદવારી પત્ર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અરુણકુમાર કાભાઇભાઇ ગોહિલે ૨ ઉમેદવારી પત્રો, પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે રોનિતકુમાર અશોકભાઇ પટેલે ૧ ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય હિંદ એકતા દળના ઉમેદવાર તરીકે કૃણાલકુમાર જશવંતભાઇ પટેલે ૧ ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે વિષ્ણુભાઇ રતીલાલ ચુનારા, રણજીતભાઇ કેહુભાઇ આંબલીયા અને અમરસિંહ રામસિંહ ઝાલાએ ૧-૧ ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભા બેઠક પર આજે ૮ ઉમેદવારોએ કુલ ૧૦ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારે ૨ ઉમેદવારી પત્રો, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે અંકુરભાઇ કનુભાઇ આહિરે ૧ ઉમેદવારી પત્ર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનીષભાઇ રમણભાઇ પટેલે ૨ ઉમેદવારી પત્રો, રાષ્ટ્રીય હિંદ એકતા દળના ઉમેદવાર તરીકે દિપેનભાઇ નિરંજનભાઇ પટેલે ૧ ઉમેદવારી પત્ર, લોગ પાર્ટીના ઉમેદવાર તરીકે સુરેશભાઇ રાવજીભાઇ ઠાકોરે ૧ ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે આશિષકુમાર ઠાકોરભાઇ ભોઇ, મોહનભાઇ જીકાભાઇ રાઠોડ અને બુધાભાઇ પુંજાભાઇ પરમારે ૧-૧ ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભા બેઠક પર આજે ૧૦ ઉમેદવારોએ કુલ ૧૭ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં રાષ્ટ્રીય હિંદ એકતા દળના ઉમેદવાર તરીકે યુસુફભાઇ અભેસંગ રાજએ ૧ ઉમેદવારી પત્ર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમીતભાઇ અજીતભાઇ ચાવડા અને રાજકુંવરબા અમીતભાઇ ચાવડાએ ૪-૪ ઉમેદવારી પત્રો, આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોવિંદકુંવરબા ગજેન્દ્રસિંહ રાજએ ૧ ઉમેદવારી પત્ર અને ગજેન્દ્રસિંહ હરિસિંહ રાજએ ૨ ઉમેદવારી પત્રો, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે બીપીનભાઇ મણીલાલ ભેટાસીયાએ ૧ ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે કેયુર પ્રવીણભાઇ પટેલ, અજીતભાઇ ચન્દ્રસિંહ રાજ, જીતેન્દ્રભાઇ માધુભાઇ સોલંકી અને પિયુષકુમાર જીતસિંહ રાજએ ૧-૧ ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભા બેઠક પર આજે ૧૦ ઉમેદવારોએ કુલ ૧૧ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં લોગ પાર્ટીના ઉમેદવાર તરીકે વિપુલકુમાર અશોકભાઇ ઝાલાએ ૧ ઉમેદવારી પત્ર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અમરીશભાઇ હેમેન્દ્રભાઇ પટેલે ૨ ઉમેદવારી પત્રો તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે સદરુંમીયા ઉસ્માનમીયા બેલીમ, બળદેવસિંહ ઉદેસિંહ પરમાર, ઘનશ્યામભાઇ નટવરભાઇ દરજી, ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણ, રમેશભાઇ રામાભાઇ ઝાલા, રાજુબેન રમેશભાઇ ઝાલા, નાજીમખાન ફકીરમહંમદ પઠાણ અને હિદાયતઉલ્લાખાન પઠાણએ ૧-૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભા બેઠક પર આજે ૬ ઉમેદવારોએ કુલ ૭ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગિરીશકુમાર હિમ્મતલાલ સેડલીયાએ ૨ ઉમેદવારી પત્રો, લોગ પાર્ટીના ઉમેદવાર તરીકે ગણપતભાઇ જેસંગભાઇ વાઘરીએ ૧ ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રતિમાબેન શૈલેશભાઇ પરમારે ૧ ઉમેદવારી પત્ર, તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે સર્ફરાજ હુસેનખાન પઠાણ, જતીનકુમાર દિનેશચંદ્ર દવે અને જશવંતભાઇ દેવાભાઇ સોલંકીએ ૧-૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભા બેઠક પર આજે ૧૧ ઉમેદવારોએ કુલ ૧૬ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જતીનભાઇ રમેશભાઇ સોલંકીએ ૧ ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય હિંદ એકતા દળના ઉમેદવાર તરીકે યાત્રિકભાઇ હરિશભાઇ શાહે ૧ ઉમેદવારી પત્ર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રકાશકુમાર બુધાભાઇ પરમારે ૪ ઉમેદવારી પત્રો અને વિજ્ઞાત્રીબેન બાબુભાઈ પટેલે ૧ ઉમેદવારી પત્ર, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કમલેશભાઈ રમેશભાઈ પટેલે ૩ ઉમેદવારી પત્રો અને મનીષભાઈ નાનજીભાઈ ઠાકોરે ૧ ઉમેદવારી પત્ર, રાઈટ ટુ રિકોલ પાર્ટીના ઉમેદવાર તરીકે સોમાભાઈ જેનાભાઈ તળપદાએ ૧ ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે શરીફઅહેમદ શરીફમીયા મલેક, રિયાઝખાન અકબરખાન પઠાણ, સંજયકુમાર વિઠ્ઠલભાઈ ઠાકોર અને નટવરભાઇ શંકરભાઇ સોલંકીએ ૧-૧ ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભા બેઠક પર આજે ૮ ઉમેદવારોએ કુલ ૧૦ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પુનમભાઇ માધાભાઇ પરમારે ૨ ઉમેદવારી પત્રો અને વિજયસિંહ પુનમભાઇ પરમારે ૧ ઉમેદવારી પત્ર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનુભાઇ રણછોડભાઇ ઠાકોરે ૨ ઉમેદવારી પત્રો, ગરવી ગુજરાત પાર્ટીના ઉમેદવાર તરીકે વસંતભાઇ રામાભાઇ બારોટે ૧ ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય હિન્દુ એકતા દળના ઉમેદવાર તરીકે અમિતકુમાર ભુપેન્દ્રભાઇ પટેલે ૧ ઉમેદવારી પત્ર, ગુંજ સત્યની જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નરેન્દ્રસિંહ તખતસિંહ મહિડાએ ૧ ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે જાવેદભાઇ રઝાકભાઇ વહોરા અને મનુભાઇ જેઠાભાઇ વણકારે ૧-૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેવારી નોંધાવી હતી.
નોંધનીય છે કે ઉમેદવારી પત્રો ભરવાના પ્રથમ દિવસથી એટલે કે, તા. ૧૦-૧૧-૨૦૨૨ ના દિન થી તા. ૧૬-૧૧-૨૦૨૨ સુધીમાં કુલ ૭૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા. તેની સાથે આજના છેલ્લા દિવસે તા. ૧૭-૧૧-૨૦૨૨ ના રોજ ભરાયેલા ૮૦ ઉમેદવારી પત્રોને ધ્યાને લેતા આણંદ જિલ્લાની સાતેય બેઠક ઉપર કુલ મળી ૧૫૪ ઉમેદવારીપત્રો ભરાયા છે.
*****