AnandToday
AnandToday
Wednesday, 16 Nov 2022 18:30 pm
AnandToday

AnandToday

ખંભાત વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ચિરાગ પટેલે જંગી રેલી યોજી ફોર્મ ભર્યું

ચિરાગ પટેલને વિજયી બનાવવા ઠેર ઠેર વિવિધ  સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું 

નામાંકનપત્ર ભરવા જતા મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ જોડાયા 

ભાજપના સીટીંગ ધારાસભ્ય મયુર રાવલ સામે કોંગ્રેસે યુવાન અને પ્રમાણિક સામજિક કાર્યકર ચિરાગ પટેલને ટીકીટ ફાળવતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ બેઠક ઉપર મહિપતસિંહ ચૌહાણે પણ ફોર્મ ભર્યું હોય ચૂંટણી રસપ્રદ બની છે

ખંભાત 
ભાજપના ગઢ ગણાતા ખંભાત વિધાનસભા બેઠક ઉપર ત્રિકોણીય જંગ ખેલાનાર છે.ભાજપના સીટીંગ ધારાસભ્ય મયુર રાવલ સામે કોંગ્રેસે યુવાન અને પ્રમાણિક સામજિક કાર્યકર ચિરાગ પટેલને ટીકીટ ફાળવતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે.આ બેઠક ઉપર મહિપતસિંહ ચૌહાણે પણ ફોર્મ ભર્યું હોય ચૂંટણી રસપ્રદ બની છે.ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચિરાગ પટેલે ૧૨:૩૯ કલાકે નામાંકનપત્ર ભર્યું હતું.જેમાં અભૂતપૂર્વ જનમેદની એકત્રિત થઇ હોય ખંભાતમાં તહેવાર જેવો માહોલ સર્જાયો હતો.

ખંભાતના ઐતિહાસિક પાણિયારી મેદાન ખાતેના અંબાજી માતાજીના મંદિરે દર્શન કરી ચિરાગ પટેલે નામાંકન માટે આગેકૂચ કરી હતી.પરિવર્તન નેમ  સાથે પાણીયારીથી શરૂ થયેલી રેલીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જોકે મોદી સાંજે ટીકીટની જાહેરાત થતા જ ખંભાત સહીત વાસણા ગામમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.ખંભાતના  સરદાર ટાવર પાસે ભવ્ય આતશબાજી થઈ હતી.
 આ અંગે ચિરાગ પટેલે જણાવ્નાયું હતું કે,પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મુક્યો છે તે સિદ્ધ કરીને બતાવીશ.હું જાણું છું કે રાજનીતિ માર્ગ કઠીન છે.આવનાર દિવસોમાં મારે મુશ્કેલીઓ વેઠવી પડશે પરંતુ હું મક્કમ છું.હું સત્ય અને ન્યાયના માર્ગે ચાલનાર વ્યક્તિ છું.કાંટાઓથી ડરતો નથી.
નામાંકનપત્ર ભરવા જતા મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ લોકો જોડાયા છે તે મારો વિજય છે.મને તિક્લોત મળતા લોકોમાં  ભારે ઉત્સાહ છે.ખંભાતમાં પરિવર્તનની લહેર પ્રસરાઈ હોય હું પ્રજાની પડખે રહી જરૂર વિજયી બનીશ.
 ખંભાતમાં ચિરાગ પટેલને વિજયી બનાવવા ઠેર ઠેરવિવિધ  સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રામાં ખુશમનભાઈ પટેલ,ચિરાગ મકવાણા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.