આણંદ,
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે તા. ૧૦/૧૧/૨૦૨૨ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે.
ઉમેદવારી પત્રો ભરવાના આજના સાતમા દિવસે તા. ૧૬/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ જિલ્લાની વિધાનસભાની ૭ બેઠકો ઉપર ૩૦ ઉમેદવારોના કુલ મળી ૩૬ ઉમેદવારી પત્રો ભરાયા હતા.
વિધાનસભા બેઠક પર આજે કુલ ૨ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે ભાઇલાલભાઇ કાળુભાઇ પાંડવ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિન્હ મહોબતસિન્હ સિન્ધાએ ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભા બેઠક પર આજે કુલ ૩ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હિતેશભાઇ રમેશભાઇ પટેલ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે કેશરીસિંહ ભારતસિંહ પરમાર અને વજેસિંહ ઉદેસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભા બેઠક પર આજે ૩ ઉમેદવારોએ કુલ ૭ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રતનસિંહ પઢિયારે ૪ ઉમેદવારી પત્રો અને સંજયભાઇ હસમુખભાઇ પટેલે ૨ ઉમેદવારી પત્રો તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગજેન્દ્રસિંહ હરિસિંહ રાજે ૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી
વિધાનસભા બેઠક પર આજે કુલ ૬ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગોવિંદભાઇ રઇજીભાઇ પરમાર અને ભરતભાઇ સુરેશભાઇ પટેલે ૧-૧ ઉમેદવારી પત્ર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે બિન્દલ મહેશકુમાર લખારાએ ૧ ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે હર્ષિતકુમાર ઘનશ્યામભાઇ પટેલ, જગદિશભાઇ રાવજીભાઇ ઠાકોર અને ઘનશ્યામભાઇ નટવરભાઇ દરજીએ ૧-૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભા બેઠક પર આજે ૧૨ ઉમેદવારોએ કુલ ૧૪ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાંતિભાઇ મણીભાઇ સોઢા પરમાર અને મહેન્દ્રભાઇ કાંતિભાઇ સોઢા પરમારે ૨-૨ ઉમેદવારી પત્રો, ભારતીય નેશનલ જનતા દળના ઉમેદવાર તરીકે મૌલિકકુમાર વિનોદચંદ શાહે ૧ ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર તરીકે અરવિંદકુમાર અમરશીભાઇ ગોલએ ૧ ઉમેદવારી પત્ર, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્પેશકુમાર જયંતીભાઇ મકવાણાએ ૧ ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે તોફીકમીયા ફકરુમીયા મલેક, તોસીફભાઇ મુસ્તફાભાઇ વ્હોરા, યામીનભાઇ ઇબ્રાહીમભાઇ વ્હોરા, વિપુલકુમાર બિપીનભાઇ મેકવાન, વિજયભાઇ શાંતિલાલ જાદવ, જાનકીબેન દિનેશભાઇ પટેલ અને અલ્લારખા નસીબખાન પઠાણએ ૧-૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભા બેઠક પર આજે કુલ ૨ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અર્જુનભાઇ સિધાભાઇ ભરવાડ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે હર્ષદભાઇ ઇશ્વરભાઇ ગોહેલે ૧-૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભા બેઠક પર આજે કુલ ૨ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે દેવાંગકુમાર નરહરીલાલ શેલત અને યુવરાજસિંહ મહિપતસિંહ ગોહિલે ૧-૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેવારી નોંધાવી હતી.
નોંધનીય છે કે તા. ૧૭/૧૧/૨૦૨૨ ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે જ્યારે ભરાયેલા ઉમેદવારી પત્રોની તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ ચકાસણી કરવામાં આવનાર છે.
*****