બોરસદ
આણંદ જિલ્લામાં સાત વિધાનસભાની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરોની ચહલપહલ વધી ગઈ છે. ચુંટણી જાહેર થતાં જ એકમાત્ર પેટલાદ બેઠક સિવાય તમામ છ વિધાનસભા વિસ્તારના ઉમેદવારોની યાદી ભાજપના મોવડી મંડળ દ્વારા આશ્ર્ચર્યજનક રીતે પ્રસિદ્ધ કરી દેવામાં આવી હતી. જેથી સમગ્ર જીલ્લામાં ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો પૈકી આજે સોમવારે બોરસદ વિધાનસભા ચૂંટણી માટે નિયુક્ત મુખ્ય ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બોરસદ સમક્ષ ઉમેદવારી કરનાર રમણભાઈ સોલંકીએ બોરસદ વિધાનસભા ચૂંટણી માટે સમર્થકો ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી
આણંદ લોકસભા સાસંદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન ચુંટણીમાં ભાજપનો વિજય સમગ્ર રાજ્યમાં એક ઐતિહાસિક સિમાચિહ્ન બનનાર છે. સરકારની યોજનાઓનો લાભ છેક છેવાડાના લોકો સુધી પહોચેલ છે. ત્યારે સમગ્ર વિસ્તારની જનતા કોંગ્રેસને જાકારો આપશે
બોરસદ ખાતે આયોજિત જનસમર્થન સભામાં જુસ્સાભેર સંબોધન કરતા બોરસદ તાલુકાના ભાજપ પ્રમુખ વિજયસિંહ રાજ દ્વારા ઉદબોધન કરાયું હતું કે આ વખતે ચોક્કસ બાજી ભાજપના પડખે છે. રમણભાઈ સોલંકીનો વિજ્ય નિશ્ચિત છે. કોંગ્રેસને પરાજય આપીને બોરસદ વિધાનસભામાં નવો ઈતિહાસ રચાશે.
જીલ્લા સંગઠનના કાર્યકારી પ્રમુખ મયુરભાઈ સુથાર, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર વગેરેનો સંબોધન કરીને બોરસદ વિધાનસભા ભાજપના વિજય માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ કરેલ સંબોધનને આવકારી વિજય માટે જયઘોષ કર્યો હતો.
ભાજપના વિજય માટે બોરસદ ખાતે સી એમ પાર્ક ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોની જંગી જનમેદની ઉમટી હતી. બોરસદ ખાતે આયોજિત આજના કાર્યક્રમમાં આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદ જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર આણંદ ભાજપના કાર્યકારી પ્રમુખ મયુરભાઈ સુથાર , તાલુકા પંચાયત પ્રમુખ ધર્મદેવસિહ ડાબી, તાલુકા સંગઠન પ્રમુખ વિજયસિંહ રાજ, શહેર પ્રમુખ દિપકભાઇ પટેલ, જીલ્લા સંગઠનના અગ્રણી રાજુભાઇ પટેલ, ઠાકોરભાઈ વકીલ, અશોકભાઈ પટેલ રાસ, હિતેશભાઈ પટેલ, પુર્વ નગરપાલિકા પ્રમુખ આરતીબેન પટેલ, મહીલા મોરચાના અલ્પાબેન પટેલ, કિર્તિસિહ પરમાર દહેવાણ માણેકદાસ મહારાજ હરમાનભાઈ ઠાકોર સહિત સમગ્ર શહેર તાલુકામાંથી ખુબ મોટીસંખ્યામાં આગેવાનો, કાર્યકરો શુભેચ્છકો જીલ્લા તાલુકા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
------------------