ખંભાત
કોંગ્રેસની કપરી પરિસ્થિતિમાં પણ કોંગ્રેસમાં મહેનત કરી પક્ષને વફાદાર એવા ખંભાતના ખુશમનભાઈ પટેલે ભાજપના ગઢ સમાન ખંભાત વિધાનસભા બેઠકના ભાજપાના મહેશકુમાર રાવલને કડી ટક્કર આપી હતી.કોરોનાકાળ તેમજ અન્ય વિકટ પરિસ્થિતિમાં પ્રજાની પડખે રહી તેઓ સેવારત રહ્યા હોય કોંગ્રેસ મોવડી મંડળે પુન:તેમને ભાજપના રીપીટ ઉમેદવાર મયુર ઉર્ફે મહેશ રાવલ સામે ઉતારવાનું આયોજન હાથ ધર્યું છે.
કોંગ્રેસના વફાદાર એવા ખુશમનભાઈ પટેલ વ્યવસાયે વેપારી હોવા ઉપરાંત વિવધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.તેઓ પાટીદારોમાં મજબુત પક્કડ ધરાવે છે ઉપરાંત અન્ય સમાજ સાથે ઘનિષ્ઠ ઘરોબો ધરાવે છે જેને કારણે તેમને ગત ચૂંટણીમાં ગણતરીના અંતિમ તબક્કા સુંધી આગળ હતા.જોકે અંતિમ તબક્કામાં ૨૩૧૮ જેટલા નજીવા મતોથી હાર થઇ હતી.
આ વખતે કોંગ્રેસ તરફથી ખંભાત વિધાનસભામાં મજબૂત,પ્રમાણિક,પાટીદારો તેમજ સર્વ સમાજ ઉપર પ્રભુત્વ ધરાવનાર તેમજ પ્રબળ ઉમેદવારના ચહેરા તરીકે સૌની પસંદ ખુશમનભાઈ પટેલ રહ્યા છે.ભાજપાના ગઢમાં ગાબડું પાડવા તેઓ જ સક્ષમ હોય મોવડી મંડળ માટે પણ તેઓ પહેલી પસંદ છે.
સ્થાનીકોમાં પણ ખુશમનભાઈ પટેલને ટીકીટ મળે તેઓ આશાવાદ જોવા મળ્યો છે.સ્થાનિક અગ્રણી અશોકભાઈએ જણાવ્યું હતું કે,સ્વચ્છ છબી,પ્રજાના હામી અને સર્વ સ્વીકૃત ખુશમનભાઈ પટેલ સહુને સાથે રાખી ચાલનાર હોય ટીકીટ જાહેર થયા પહેલા સ્થાનિકોએ પ્રચાર આરંભી દીધો છે.
આ વખતે ખુશમનભાઈ પટેલ તાલુકાના લોકો માટે એક આશાનું કિરણ તરીકે દેખાઈ રહ્યા છે. તેઓ લોકહિત માટે હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓ પોતાની વ્યક્તિગત ઓળખ ઊભી કરીને આજે જ્યાં અન્યાય દેખાય ત્યાં પૂરી નિષ્ઠાથી અને કોઈપણ નાત જાતના ભેદભાવ વગર કામ કરવા તૈયાર રહે છે.
તેઓ અગાઉ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે સક્રિય ભૂમિકા ભજવી આણંદ જિલ્લામાં કોંગ્રેસ પક્ષને મજબૂત રાખ્યો છે.અને તેમનો પરિવાર પણ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છે.છેલ્લા ૩૫ વર્ષથી કોંગ્રેસ સાથે સંગઠનમાં જોડાઈ પાયા થી કોંગ્રેસ સાથે કામગીરી કરેલ છે.
તાલુકા સંગઠનોથી લઈ જિલ્લા તેમજ પ્રદેશ લેવલમાં કોંગ્રેસ પક્ષને મજબૂત રાખવા માટે અનેક કાર્યક્રમોમાં જોડાઈ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.
આવા ઉમદા વ્યક્તિત્વ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ખુશમનભાઈ પટેલ ખંભાત વિધાનસભા બેઠક માટે આજે મજબૂત દાવેદાર માનવામાં આવે છે અને કોંગ્રેસ પાર્ટી તરફથી પણ એમનું નામ જાહેર કરવામાં આવે તેવી તાલુકાના રહીશો સમાજ તેમજ કોંગ્રેસના કાર્યકરોની માંગ છે.