AnandToday
AnandToday
Friday, 11 Nov 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર 

આજે તા. 12 નવેમ્બર 

Today : 12 NOVEMBER

"તેરા ક્યા હોગા કાલીયા"....

બૉલીવૂડ ફિલ્મ અભિનેતા અમઝદ ખાનનો પાકિસ્તાનનાં પેશાવરમાં જન્મ (1940)

તેમની પહેલી ફિલ્મ ‘નાઝનીન’ હતી, પણ ‘હિન્દુસ્તાન કી કસમ’ (1973)થી જાણીતાં બન્યાં અને શોલે (1975) ફિલ્મનાં ‘ગબ્બર સિંહ’ અને મુક્કદર કા સિકંદરનાં ‘દિલાવર’ તરીકે અત્યંત લોકપ્રિય રહ્યા, જ્યારે ‘દાદા’ અને ‘યારાના’ માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો 
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘ઈનકાર’, ‘દેશ પરદેશ’, ‘નાસ્તિક’, ‘સત્તે પે સત્તા’, ‘દાદા’, ‘ચંબલ કી કસમ’, ‘ગંગા કી સૌગંધ’, ‘હમ કિસી સે કમ નહિ’, ‘નસીબ’, ‘યારાના’, ‘લાવારીસ’, ‘કુરબાની’, ‘હિમ્મતવાલા' છે અને તેમણે 20 વર્ષ જેટલી લાંબી કારકિર્દીમાં 130 જેટલાં ચલચિત્રોમાં કામ કર્યું

* મરણોત્તર ‘ભારત રત્ન’ એવોર્ડથી સન્માનિત શિક્ષણવિદ્દ, પ્રખર પત્રકાર, આધુનિક ભારતીય રાષ્ટ્રવાદનો પાયો નાખનાર છટાદાર વક્તા અને સ્વતંત્રતાસેનાની પંડિત મદનમોહન માલવિયાનું પ્રયાગરાજ ખાતે અવસાન (1946) 
સનાતન ધર્મ અને લોકશાહી સિદ્ધાંતોનો પ્રચાર કરનાર માલવિયા ઈ.સ.1909, 1918, 1930 અને 1932માં કૉંગ્રેસનાં અધ્યક્ષ રહ્યાં અને ગાંધીજી જ્યારે જેલમાં હતાં ત્યારે માલવિયા અને અન્ય મહાપુરુષોએ દેશની આઝાદીની ચળવળ યથાવત રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું
હિંદુ મહાસભાનાં સૌથી પ્રારંભિક અને અસરકારક નેતાઓમાંના એક મદનમોહન માલવિયા એ વારાણસી ખાતે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના 1916માં કરી અને નવેમ્બર, 1919 થી સપ્ટેમ્બર, 1939 સુધી તેનાં કુલપતિ રહ્યાં 

* ખેડા જિલ્લાનાં કપડવંજમાં જન્મ અને ગ્રામ્ય સંસ્કૃતિને રંગ-રૂપ સાથે કાગળ પર ઉતારનાર ઊંચા ગજાના ચિત્રકાર સોમાલાલ ચુનીલાલ શાહનું અવસાન (1994)
ભાવનગરની ‘દક્ષિણામૂર્તિ’ લોકશાળાનાં કલાશિક્ષક તરીકે વર્ષો સેધી સેવા આપી હતી. એમણે સૌરાષ્ટ્રનાં ભૂમિ અને પાત્રોને આકર્ષક રીતે ચિત્રાંકિત કર્યા હતાં.
તેમનાં ચિત્રોની વિશેષતા પ્રસંગને અનુરૂપ રંગ, રેખા અને સંયોજન હોવા સાથે તેઓ પક્ષીઓનાં સારા ચિત્રકાર હતાં અને ભાવનગરનાં નરેશ માટે તેમણે તૈયાર કરેલો પક્ષીચિત્રોનો સંપુટ તેમની યશકલગી સમાન છે
તેઓનું ‘રવિશંકર રાવળ ઍવોર્ડ’, રણજિતરામ સુવર્ણચંદ્રક તેમજ ગૌરવ પુરસ્કાર ઉપરાંત ગુજરાત લલિતકલા અકાદમીએ તેમને તામ્રપત્ર અને શાલનો સરપાવ આપી બહુમાન કર્યુ હતું

* ‘બર્ડમેન ઑફ ઇન્ડિયા’નાં નામથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારા ભારતીય પ્રકૃતિવિદ અને પક્ષીવિદ સલીમ અલી (મોઇઝુદ્દીન)નો મુંબઈમાં જન્મ (1896)
‘પદ્મ ભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત સલીમ અલી એ મૂળ ખંભાતનાં સૂલેમાની વ્હોરા હતાં
સલીમ અલી એ પક્ષીઓની વિવિધ જાતિઓ અને તેમની સંખ્યા વિશે વિસ્તૃત અને ગહન અભ્યાસ કરી પ્રાણી અને પક્ષીજગત પર સંશોધનરત સંસ્થા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી અને ભરતપુર પક્ષી અભ્યારણ્ય વિકસાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું

* ભૌતિકશાસ્ત્રી અને સમાજવાદી રાજકારણી મધુ દંડવતેનું અવસાન (2005)
જેમણે મોરારજી દેસાઈના મંત્રાલયમાં રેલ્વે મંત્રી તરીકે સેવા આપી હતી

* ઓસ્કાર - એકેડેમી એવોર્ડ, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને પ્રાઇમટાઇમ એમી એવોર્ડ સહિત વિવિધ પ્રશંસા પ્રાપ્તકર્તા અમેરિકન અભિનેત્રી એની હેથવેનો જન્મ (1982) 
તેણી 2015 માં વિશ્વની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હતી 

* Brightmail અને Freeloader, Inc. જેવી કંપનીઓની સ્થાપના કરનાર ઈન્ટરનેટ ઉદ્યોગસાહસિક સુનીલ પોલનો પંજાબ રાજ્યમાં જન્મ (1964) 
જેમણે 2021માં સ્પ્રિંગ ફ્રી EV ફિનટેક કંપની લોન્ચ કરી, જે ઈલેક્ટ્રિક વાહનોને ઝડપી અપનાવીને આબોહવા સ્તરની અસર માટે રચાયેલ છે 

* રતિકાંતા પ્રધાન તરીકે ઓડિશા ફાયનાન્સિયલ સર્વિસિસમાં કોમર્શિયલ ટેક્સ ઓફિસર તરીકે 2010માં OFSમાં સફળતાપૂર્વક જોડાઈ ભારતના પ્રથમ ખુલ્લેઆમ ટ્રાન્સજેન્ડર સિવિલ સર્વન્ટ તરીકે કામ કરનાર ઐશ્વર્યા રુતુપર્ણા પ્રધાનનો જન્મ (1983) 

* ઓક્સફોર્ડ યુનિવર્સિટી, ઈંગ્લેન્ડમાં સંસ્કૃતના બીજા બોડેન પ્રોફેસર અને બ્રિટીશ વિદ્વાન સર મોનીયર મોનીયર-વિલિયમ્સનો મુંબઈમાં જન્મ (1819) 
તેમણે એશિયન ભાષાઓ, ખાસ કરીને સંસ્કૃત, ફારસી અને હિન્દુસ્તાનીનો અભ્યાસ કર્યો, દસ્તાવેજીકરણ કર્યું અને શીખવ્યું

* ભારતીય ચિત્રકાર, શિલ્પકાર, દંતવલ્ક, ફોટોગ્રાફર અને શૈક્ષણિક સંશોધક બાલન નામ્બિયારનો જન્મ (1937)

* મદ્રાસ પ્રેસિડેન્સીના એડવોકેટ-જનરલ તરીકે સેવા આપનાર વકીલ, પ્રશાસક અને રાજકારણી સચિવોત્તમા સર ચેતપુટ પટ્ટાભિરામન રામાસ્વામી ઐયરનો જન્મ (1879) 

* ભારતીય સ્વતંત્રતા ચળવળના સક્રિય કાર્યકર પાંડુરંગ મહાદેવ બાપટનો જન્મ (1880)

* ભારતીય સ્વતંત્રતા કાર્યકર, સમાજવાદી પક્ષના સભ્ય શ્રીધર મહાદેવ જોશીનો જન્મ (1904) 

* આર્ગોન વાયુનાં શોધક બેરન રેલી (જ્હોન વિલિયમ સ્ટ્રટ્ટ)નો ઈંગ્લેન્ડમાં જન્મ (1842)
તેમણે કરેલા સંશોધનો બદલ નોબૅલ ઈનામ, રોયલ મેડલ, કોયલી મેડલ, રમફોર્ડમેડલ જેવાં અનેક સન્માન એનાયત થયેલાં