* રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાનાં 14માં ગવર્નર અને આ પદ પર પહોંચનાર પ્રથમ ગુજરાતી અને ‘પદ્મ વિભુષણથી સન્માનિત ડૉ. આઈ.જી.પટેલ (ઈન્દ્રવદન ગોરધનદાસ પટેલ)નો વડોદરામાં જન્મ (1924)
તેઓ 01 ડિસેમ્બર, 1977 થી 15 સપ્ટેમ્બર, 1982 સુધી રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાનાં ગવર્નર રહ્યાં, તેમના કાર્યકાળમાં દરમિયાન ખાનગી ક્ષેત્રની છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું
તેમણે 5000 અને 10000ની રૂપિયાની નોટો પાછી ખેચેલી અને સેન્ટ્રલ બેન્ક સોનાનું લિલામ કરતી હતી તે બંધ ર્ક્યુ હતું
તેમણે અમદાવાદની ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ(IIM)માં અધ્યક્ષ તરીકે 1996 થી 2001સુધી કાર્ય કર્યું
* ભારતીય ક્રિકેટ ખેલાડી (9 વનડે અને 16 ટી-20 રમનાર) સંજુ સેમસનનો કેરળ રાજ્યમાં જન્મ (1994)
જે સ્થાનિક ક્રિકેટમાં કેરળ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરે છે
જમણા હાથનો વિકેટ-કીપર-બેટર એ 2014ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય અંડર-19 ટીમનો વાઇસ-કેપ્ટન હતો
તેણે ઝિમ્બાબ્વે સામે T20Iમાં (2015) ડેબ્યૂ કર્યું અને 2021માં શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું
* ગુજરાતમાં મજૂર અને મહિલા પ્રવૃત્તિનાં પ્રણેતા અને સ્વતંત્રતાસેનાની અનસૂયાબેન સારાભાઈનો અમદાવાદમાં જન્મ (1885)
તેમણે 1920માં અમદાવાદનાં કાપડ મજૂર સંગઠન (મજૂર મહાજન સંઘ)ની સ્થાપના કરી જે ભારતનું સૌથી જૂનું કાપડ કામદાર સંઘ છે
* મરણોત્તર ‘ભારત રત્ન’થી સન્માનિત ભારતનાં પ્રથમ શિક્ષણપ્રધાન, સ્વતંત્રતા સેનાની, પત્રકાર અને ઉર્દુ સાહિત્યકાર અબુલ કલામ આઝાદ (અબુલ કલામ ગુલામ મુહિયુદ્દીન)નો સાઉદી અરેબિયાના મક્કામાં જન્મ (1888)
આઝાદ ભારતનાં પ્રથમ મંત્રીમંડળમાં તેમને શિક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું અને તેમનાં માનમાં દર વર્ષે 11 નવેમ્બરનાં રોજ ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસ’ 2008થી ઊજવવામાં આવે છે
* હિન્દી, બંગાળી અને નેપાળી ફિલ્મ અભિનેત્રી માલા સિંહા (અલ્દા સિન્હા)નો કોલકાતા ખાતે જન્મ (1936)
તેમના સમય પહેલાની ગણાતી ફિલ્મોની શ્રેણીમાં બિનપરંપરાગત ભૂમિકાઓ, મજબૂત સ્ત્રી કેન્દ્રિત ભૂમિકા માટે તે "બહાદુરી દિવા" અને "મહિલા સિનેમાની મશાલ વાહક" તરીકે જાણીતા રહ્યા
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં પ્યાસા (1957), યશ ચોપરાની ધૂલ કા ફૂલ (1959), ફિર સુબહ હોગી (1958), હરિયાલી ઔર રસ્તા, અનપધ (બંને 1962), દિલ તેરા દિવાના (1962), ગુમરાહ, બહુરાની (બંને 1963), જહાં આરા (1964), હિમાલય કી ગોદ મેં (1965), આસરા (1966), આંખે, દો કલિયાં (બંને 1968), મર્યાદા (1971) છે
* ભારતીય ક્રિકેટ ખેલાડી (46 વનડે અને 12 ટી-20 રમનાર) રોબિન ઉથપ્પાનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1985)
* બોલીવુડ ફિલ્મ નિર્માતા બોની કપૂર (અચલ સુરિંદર કપૂર)નો મેરુત ખાતે જન્મ (1955)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં વો સાત દિન, મી. ઇન્ડિયા, જુદાઈ, નો એન્ટ્રી, વોન્ટેડ, મિલી વગેરે છે
તેમના પ્રથમ લગ્ન મોના કપૂર સાથે 1983માં થયા અને તેમને 2 બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે અને બીજા લગ્ન શ્રીદેવી સાથે 1996માં થયા અને બે દિકરી જાહન્વી અને ખુશી છે
* બાયોપિક્સ અને પિરિયડ ફિલ્મોમાં અગ્રણી વ્યક્તિ તરીકેના તેમના કામ માટે જાણીતા અમેરિકન અભિનેતા અને ફિલ્મ નિર્માતા લિયોનાર્ડો (વિલ્હેમ ડી) કેપ્રિયોનો જન્મ (1974)
તેઓ એકેડેમી પુરસ્કાર, બ્રિટિશ એકેડેમી ફિલ્મ પુરસ્કાર અને ત્રણ ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો સહિત અસંખ્ય પ્રશંસાના પ્રાપ્તકર્તા છે
* બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને હોમોટોપી સિદ્ધાંતના સ્થાપકોમાંના એક હેનરી (જ્હોન હેનરી કોન્સ્ટેન્ટાઇન વ્હાઇટહેડ)નો ભારતમાં ચેન્નાઈ ખાતે જન્મ (1904)
* બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનેલ ભારતીય ઉદ્યોગપતિ વિનિતા બાલીનો બેંગલુરુમાં જન્મ (1955)
* પંજાબથી રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના સભ્ય રાઘવ ચઢ્ઢાનો દિલ્હી ખાતે જન્મ (1988)
તેઓ દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ અને દિલ્હીના રાજેન્દ્ર નગર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય હતા
* અમેરિકન અભિનેત્રી ડેમી (જીન) મૂરનો જન્મ (1962)
સોપ ઓપેરા જનરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ બ્લેમ ઇટ ઓન રિયો, સેન્ટ એલ્મોઝ ફાયર અને અબાઉટ લાસ્ટ નાઇટમાં ભૂમિકાઓ સાથે બ્રેટ પેકના સભ્ય તરીકે ઓળખ મેળવી છે
* પદ્મશ્રીથી સન્માનિત ગુજરાતનાં શિક્ષણવિદ્, સર્જનાત્મક લેખક, વિચારક નાનાભાઈ ભટ્ટનો ભાવનગરમાં જન્મ (1882)
1948માં સૌરાષ્ટ્ર રાજ્યનાં પ્રધાનમંડળમાં શિક્ષણપ્રધાન બન્યાં હતાં, 1954માં રાજ્યસભાનાં નામાંકિત સભ્ય રહ્યાં
સણોસરા ખાતે ગ્રામ ઉચ્ચ કેળવણીની સંસ્થા લોકભારતીની 1953માં સ્થાપના કરી
* કન્નડ અને તમિલ ફિલ્મોમાં અભિનેત્રી કુટ્ટી રાધિકા (રાધિકા કુમારસ્વામી)નો મેંગલુરુ ખાતે જન્મ (1986)
* ગુજરાતી સાહિત્યનાં વાર્તાકાર, વિવેચક અને ચિત્રકાર અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનો પાટણમાં જન્મ (1937)
બીલીમોરાની કોલેજમાં પ્રાધ્યાપક રહ્યા, તેમનો અવાજ સંમોહક હતો અને વક્તૃત્વ શક્તિ પ્રભાવક હતી, ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગનાં રીડર તરીકે તેમનું પ્રદાન સવિશેષ રહ્યું
* સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત હિન્દી સાહિત્યનાં લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર કૈલાસ બાજપેયીનો ઉત્તરપ્રદેશનાં હમીરપુરમાં જન્મ (1934)
સંક્રાન્ત (1964), દેહાંત સે હટકર (1968), તીસરા અંધેરા (1972), મહાસ્થાન મધ્યાન્તર (1980), સૂફીનામા (1992), હવા મેં હસ્તાક્ષર (2005), શબ્દ સંસાર (2006), અનહદ (2007) એમનાં કાવ્યસંગ્રહો છે
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે વિખ્યાત રાજનેતા અને સ્વાતંત્ર્યસેનાની જીવતરામ ભગવાનદાસ (જે.બી.) કૃપલાનીનો જન્મ (1888)
* ભારતીય પરમાણુ ભૌતિકશાસ્ત્રી અને મિકેનિકલ એન્જિનિયર અનિલ કાકોડકરનો જન્મ (1943)
* ભારતના લોકપ્રિય ગઝલ ગાયક તલત અઝીઝનો હૈદરાબાદ ખાતે જન્મ (1956)
* હિન્દી 300 ફિલ્મોમાં (દારૂડિયાની ભૂમિકા માટે વિખ્યાત) અભિનેતા જોની વોકર (બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી)નો ઇન્દોર ખાતે જન્મ (1926)
* દક્ષિણ ભારતીય સિનેમાની પ્રથમ તમિલ અને તેલુગુ ફિલ્મ નાયિકા, મહિલા દિગ્દર્શક અને નિર્માતા થિરુવૈયારુ પંચપકેસા રાજલક્ષ્મીનો જન્મ (1911)