આણંદ
આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા ને પડકાર ફેંકવા માટે અને ભાજપમાંથી ચૂંટણી લડવા 14 લોકોએ પોતાની તૈયારી દર્શાવી પરંતુ સર્વેમાં માત્ર આ ત્રણ લોકો જ સક્ષમ હોવાનું બહાર આવ્યું
જેમ જેમ વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે. તેમ તેમ દરેક પાર્ટીમાં દરેક વિસ્તારમાં કોને ટિકિટ મળશે તેને લઈને અવારનવાર ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આંકલાવ વિધાનસભામાં એક ખાનગી ન્યુઝ ચેનલના દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. અને તેમાં એ અંદાજ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ ઉમેદવાર મૂકવામાં આવે પરંતુ સ્થાનિક લેવલ પર ભારતીય જનતા પાર્ટીના કયા નેતા, કે કાર્યકર્તાઓ મજબૂત છે.તેને લઈને આંકલાવ વિધાનસભામાંથી માત્ર આ ત્રણ લોકોના નામ સૌથી આગળ રહ્યા હતા.જેમાં સૌથી પહેલું નામ પ્રદ્યુમનસિંહ છાસટીયા જ્યારે બીજું નામ હંસા કુવરબા રાજ ત્યારબાદ દિનેશભાઈ પઢિયારનું નામ સામે આવ્યું હતું.
આંકલાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર આ ચહેરા એવા છે. જેને આખી વિધાનસભામાં લોકો ઓળખે છે,બાકીના તેમનાં વિસ્તાર પૂરતા સીમિત હોવાનું સામે આવ્યુ
સતત લોકસંપર્કમાં અને લોકો વચ્ચે રહેતા હોવાનું સામે આવ્યું
કોરોના ના સમયમાં લોકોની વચ્ચે રહીને સેવા કરી
દરેક સમાજના લોકો સાથે સારા સંબંધો હોવાનું સામે આવ્યું
માત્ર ભારતીય જનતા પાર્ટી પાસે આ ચહેરા એવા છે. જેને આખી વિધાનસભામાં લોકો ઓળખે છે,બાકીના ઉમેદવારો તેમનાં વિસ્તાર પૂરતા સીમિત હોવાનું સામે આવ્યુ
હંમેશા લોકોને મદદરૂપ થવાનો તેમનો સ્વભાવ લોકો પ્રત્યે આકર્ષણ નું કારણ બન્યું
આ વિસ્તારમાં પાર્ટીના વિકાસમાં સૌથી મોટો ફાળો આ ચહેરાઓનું હોવાનું સામે આવ્યું
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ને ચૂંટણીમાં માત્ર આ લોકો જ પડકાર આપે એવું લોકો માની રહ્યા છે.
આ લોકો ના નેતૃત્વમાં પાયાના કાર્યકર્તાઓ અને યુવાનો ને કામ કરવું ગમે છે.
આ લોકોએ છેલ્લા ઘણા સમયથી પ્રજાના કામ કરતા આવ્યા છે. તેથી પ્રજાનો પૂરેપૂરો સહયોગ મળે તેવી શક્યતાઓ છે.
સ્થાનિક સંસ્થાઓના આગેવાનો, સમાજના અગ્રણીઓ, તેમજ જાહેર જીવનમાં કામ કરનારા લોકો સાથે સારું વર્તન હોવાથી તેનો ફાયદો પણ મળી શકે તેમ છે.