AnandToday
AnandToday
Monday, 07 Nov 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ 

સંકલન: વિજય એમ. ઠક્કર 

આજે તા. 8 નવેમ્બર 

Today : 8 NOVEMBER

* ગુજરાતી સિનેમામાં 40 વર્ષથી વધુ સમય માટે પ્રબળ સાબિત થયેલ અભિનેતા અરવિંદ ત્રિવેદીનો મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે જન્મ (1938)
ગુજરાતી ફિલ્મોના અભિનેતા તરીકે તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો
અરવિંદ ત્રિવેદીની લોકપ્રિય ગુજરાતી ફિલ્મોમાં દેશ રે જોયા દાદા પરદેશ જોયા, ઢોલી, મહિયારો, સંતુ રંગીલી, હોથલ પદમણી, કુંવરબાઇનું મામેરું, નરસિંહ મહેતા, જેસલ તોરલ છે  
હિન્દી ટેલિવિઝન શ્રેણી રામાયણ (1987)માં રાવણની ભૂમિકા ભજવવા માટે તેઓ લોકલાડીલા લંકાપતિ તરીકે ખુબ લોકપ્રિય રહ્યા, તેમણે 'વિક્રમ અને વેતાળ' ધારાવાહિકમાં પણ અભિનય કરેલો 
ગુજરાતી ફિલ્મોનાં સુવર્ણયુગનાં એક સર્જક મનહર રસકપૂરે ૧૯૫૯માં ઝવેરચંદ મેઘાણીની લોકકથા પર આધારિત ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’માં માત્ર એક જ લાઈનનો સંવાદ આપીને અરવિંદ ત્રિવેદીનો ફિલ્મમાં શુભારંભ કરાવ્યો,  હિરો તરીકે ‘કુંવરબાઈનું મામેરુ’માં નરસિંહ મહેતા, ભક્ત ગોરા કુંભાર, ગોપીચંદ, ભર્તૃહરિ છેલભાઈ દવેની જીવની પરથી બનેલી સત્યઘટનાત્મક ‘સૌરાષ્ટ્રનો સિંહ’ યાદગાર ફિલ્મો રહી
તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે ગુજરાતના સાબરકાંઠામાંથી ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભામાં ચૂંટાયા હતા
તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટ અભિનેતા રહ્યા

* કાલિદાસ સન્માન અને પદ્મશ્રીથી સન્માનિત શાસ્ત્રીય કથક નૃત્યાંગના, ગાયિકા અને અભિનેત્રી સિતારા દેવીનો કોલકત્તામાં જન્મ (1920)
 'કથ્થક ક્વીન' સિતારા દેવીએ પોતાની કળાનાં માધ્યમથી સફળતાનાં જે શિખર હાંસલ કર્યા અને 
બૉલિવુડ ફિલ્મોની અભિનેત્રીમાં રેખા, મધુબાલા, માલા સિન્હા અને કાજોલ જેવી અભિનેત્રીઓને સિતારા દેવીએ નૃત્ય શિખવ્યું અને જેથી તેમનાં પરફૉર્મન્સ વધારે આકર્ષક બન્યા છે

* ભારતના 7મા નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ (1927)
વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ 2002 અને 2004 વચ્ચે નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારતીય રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીને મુખ્ય પક્ષ બનાવવામાં તેમનું યોગદાન સર્વોપરી ગણાય છે, તેઓ ઘણી વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે, લાલકૃષ્ણ અડવાણીને ક્યારેક પાર્ટીના નેતા, ક્યારેક આયર્ન મેન તો ક્યારેક પાર્ટીનો અસલી ચહેરો કહેવામાં આવતા અને એકંદરે લાલકૃષ્ણ અડવાણી પાર્ટીના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ છે
1999 માં એનડીએ સરકારની રચના પછી, અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં લાલકૃષ્ણ અડવાણી કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્યા હતા 

* પદ્મશ્રી પદ્મ ભૂષણથી સન્માનિત મહારાષ્ટ્રનાં સાહિત્યકાર (પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે) પુ. લ. દેશપાંડેનો મુંબઈમાં જન્મ (1919)
તેઓ મ્યુઝિક કમ્પોઝર, હાર્મોનિયમ પ્લેયર, સિંગરની સાથે તેનો બહુ સારા સ્ટેજ એક્ટર હતાં

* ભારતીય વાયુસેનાના પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ અને "ભારતીય વાયુસેનાના પિતા" કહેવાતા એર માર્શલ સુબ્રતો મુખર્જીનું અવસાન (1960)

* સતત 5 વખત ખરસિયા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા અને મધ્યપ્રદેશ તથા  છત્તીસગઢની રાજ્ય સરકારોમાં કેબિનેટ મંત્રી નંદ કુમાર પટેલનો જન્મ (1953) 

* ભારતના નંબર 1 વ્યાવસાયિક ટેનિસ ખેલાડી રામકુમાર રામનાથનનો ચેન્નાઇ ખાતે જન્મ (1994) 
તેઓ સોમદેવ દેવવર્મન પછી એટીપી વર્લ્ડ ટૂર સિંગલ્સની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી છે

* હિન્દી અને ઉડિયા બંને ભાષામાં પ્રખ્યાત સાહિત્યકાર લોચન પ્રસાદ પાંડેનું અવસાન (1959)
લોચન પ્રસાદજીએ 1923માં ‘છત્તીસગઢ ગૌરવ પ્રચારક મંડળી’ની સ્થાપના કરી હતી, જે પાછળથી ‘મહાકૌશલ ઇતિહાસ પરિષદ’ તરીકે ઓળખાવા લાગી અને તેમના લેખન દ્વારા વાચકોને પાત્રના ઉત્થાન માટે પ્રેરણા આપી 

* ઇન્ટીગ્રેટેડ સર્કીટની શોધ બદલ નોબેલ ઇનામથી સન્માનિત જેક કિલ્બીનો અમેરિકામાં જન્મ (1923)

* અમેરિકાનાં વકીલ, રાજનીતિજ્ઞ અને પત્રકાર જ્હોન ડિકિન્સનનો જન્મ (1732)

* એક્સ-રેની શોધ માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત ભૌતિકશાસ્ત્રી વિલ્હેમ કોનરેડ રોન્જનો જન્મ (1895)

* તેલુગુ સિનેમાના ફિલ્મ નિર્દેશક બોમીરેડ્ડી નરસિમ્હા રેડ્ડીનું અવસાન (1977)

* અભિનેતા, હાસ્ય કલાકાર, નિર્માતા, દિગ્દર્શક અને પત્રકાર અમાંચી વેંકટ સુબ્રહ્મણ્યમનું અવસાન (2013)

* હિન્દી પોપ, ફિલ્મી, જાઝ અને પ્લેબેક સિંગર ઉષા ઉથુપનો જન્મ (1947) 

* પત્રકાર, સમાચાર એન્કર, કટારલેખક અને લેખક સાગરિકા ઘોષનો જન્મ (1964)

* રોડીઝ 8 તેમજ કસૌટી જિંદગી કીમાં નિવેદિતા બાસુના પાત્ર માટે જાણીતી ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીનો જન્મ (1991) 

* કૈસી યે યારિયાંમાં નંદિની મૂર્તિના પાત્ર માટે જાણીતી ટીવી અભિનેત્રી નીતિ ટેલરનો જન્મ

* ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નોટબંધી લાગુ કરી (2016)
આ નોટબંધીમાં 500 અને 1000 રૂ.ની જૂની નોટો પરત ખેંચી લેવામાં આવી એ સમયે વડાપ્રધાન મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરીને નવી 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડી