* પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 14 વખત ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત, બોલીવુડના સૌથી વધુ સુશોભિત અભિનેતાઓમાંના એક અને બોલિવૂડના બાદશાહ તથા કિંગ ખાન તરીકે ઓળખાતા સુપરસ્ટાર અભિનેતા, ફિલ્મ નિર્માતા અને ટેલિવિઝન વ્યક્તિત્વ શાહરૂખ ખાનનો નવી દિલ્હી ખાતે જન્મ (1965)
તેમણે અભિનય કારકિર્દીની શરૂઆત હિન્દી ટેલિવિઝન શ્રેણી સાથે કરી અને 1992માં દિવાના ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં બાઝીગર (1993), ડર (1993), અને અંજામ (1994) ફિલ્મોમાં ખલનાયક, ત્યારપછી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995), દિલ તો પાગલ હૈ (1997), કુછ કુછ હોતા હૈ (1998), મોહબ્બતેં (2000) અને કભી ખુશી કભી ગમ, દેવદાસ (2002), સ્વદેશ (2004), ચક દે, ભારત (2007) અને માય નેમ ઈઝ ખાન (2010), ચેન્નાઈ એક્સપ્રેસ (2013), હેપ્પી ન્યૂ યર (2014), દિલવાલે (2015), રઈસ (2017) સહિત વિવિધ ફિલ્મોની શ્રેણીમાં અભિનય સાથે ખુબ લોકપ્રિયતા મળી છે
વિવિધ એવોર્ડ માટે તેમણે 30 નામાંકન મેળવ્યા છે, શ્રેષ્ઠ અભિનેતા માટેના સૌથી વધુ આઠ વખત ફિલ્મફેર એવોર્ડ મેળવી દિલીપ કુમારની બરાબરી કરી છે
* બોઝ કોર્પોરેશનનાં સ્થાપક અધ્યક્ષ, ભારતીય મૂળનાં અમેરિકન ઉદ્યોગ સાહસિક અને વિશ્વને અદ્દ્ભૂત સાઉન્ડ સિસ્ટમની ભેટ આપનારાં સાઉન્ડ ઈજનેર અમરગોપાલ બોઝનો ફિલાડેલ્ફિયામાં જન્મ (1929)
* દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત હિન્દી ફિલ્મ દિગ્દર્શક અને અભિનેતા સોહરાબ મોદીનો મધ્યપ્રદેશનાં રામપુરમાં પારસી પરિવારમાં જન્મ (1897)
આર્ય સુબોધ થિયેટ્રીકલ કંપનીની સ્થાપના કરી. ઈ.સ.1935માં સ્ટેજ કંપની દ્વારા શેક્સપિયરની કૃતિ પરથી ‘ખૂન કા ખૂન’ નામની ફિલ્મનું નિર્માણ-દિગ્દર્શન કર્યું, ભારતની પહેલી ટેક્નિકલ ફિલ્મ ‘ઝાંસી કી રાની’ બનાવી, ‘પુકાર’ અને ‘ધ ગ્રેટ મુઘલ’ તેમની સીમાસ્તંભ ફિલ્મો ઉપરાંત ‘સિકંદર’, ‘પૃથ્વીવલ્લભ’, ‘કુંદન’, ‘રાજહઠ’, ‘ભરતમિલાપ’, ‘પરખ’, ‘નરસિંહ અવતાર’, ‘ભક્ત પ્રહલાદ’, ‘શીશ મહલ’, ‘જેલર’, ‘માલવપતિ મુંજ’, ‘મીઠા ઝહર’, ‘ભરોસા’, ‘મિર્ઝા ગાલિબ’, ‘યહૂદી’, ‘રઝિયા સુલતાના’ અને તાનારીરી (ગુજરાતી) જેવી અનેક ફિલ્મોમાં તેમને દિગ્દર્શન અને અભિનય કર્યો
તેઓએ મિનરવા મૂવિટોન ફિલ્મ કંપનીનાં નેજા હેઠળ 37 ફિલ્મ કરી હતી
* પદ્મશ્રીથી સન્માનિત ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ યોગેશ્વર દત્તનો હરિયાણા રાજ્યમાં જન્મ (1982)
તેઓ સમર ઓલિમ્પિક-2012 માં 60 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ અને 2010 અને 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે
* ટૂંકી વાર્તાઓ, નાટકો, નવલકથાઓ, નિબંધો અને કવિતાના રૂપમાં સાહિત્યમાં યોગદાન માટે જાણીતી લેખિકા મમતા કાલિયાનો જન્મ (1940)
* ભારતીય અર્થશાસ્ત્રી, પત્રકાર, લેખક અને રાજકારણી અરુણ શૌરીનો જન્મ (1941)
-
* હિન્દી ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કાર વિજેતા સંગીત નિર્દેશક, મ્યુઝિક એરેન્જર, સ્કોર કંપોઝર અને ગાયક અનુ મલિક (અનવર સરદાર "અનુ" મલિક)નો મુંબઈમાં જન્મ (1960)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક માટેના ફિલ્મફેર પુરસ્કાર માટેના 14 નોમિનેશન સાથે શ્રેષ્ઠ સંગીત નિર્દેશક માટેના 42 નામાંકનોમાંથી સાત વખત વિજેતા છે
મલિક 2004માં ઈન્ડિયન આઈડલની પ્રથમ સિઝનથી લઈને 2018 સુધી સતત જજ રહ્યા
તેઓ હિન્દી ફિલ્મ સંગીતકાર સરદાર મલિકના પુત્ર છે
* હિન્દી, બંગાળી, કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં ગાયિકા મધુશ્રીનો કોલકાતા ખાતે જન્મ (1969)
* હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી, મોડેલ અને હેમા માલિનીની પુત્રી એશા દેઓલનો મુંબઈમાં જન્મ (1981)
* અનુભાગ, લૈમા એટલે કે પ્રમેયિકા તથા સૂત્રોનાં નિષ્ણાત ભારતીય અમેરિકન ગણિતશાસ્ત્રી, ગાણિતિક અટકળબાજીમાં અને પ્રમેયમાં ખેરખાં શ્રીરામ શંકર અભ્યંકરનું અવસાન (2012)
* અભિનેત્રી, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને NDTV ઇમેજિનના રિયાલિટી શો, દિલ જીતેગી દેશી ગર્લની વિજેતા રોશની ચોપરાનો જન્મ (1980)
* ભારતમાં વૈજ્ઞાનિક અધ્યયનનો પ્રચારક અને સમાજસુધારક ડૉ.મહેન્દ્રલાલ સરકારનો પશ્ચિમ બંગાળનાં હાવડા જિલ્લાનાં પાઈકપરા ગામમાં જન્મ (1833)
તેઓ ‘ઇન્ડિયન એસોસિયેશન ફોર ધ કલ્ટીવેશન ઑફ સાયન્સ’નાં સ્થાપક છે
* સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા વૈશિષ્યપૂણૅ વૈચારિક નાટકનાં પુરસ્કારકર્તા જ્યોર્જ બર્નાર્ડ શોનું અવસાન (1950)
પ્રથમ નવલકથા ‘ઈમેચ્યોરિટી’ બાદ ‘ધ વિડોઅર્સ હાઉસીસ’ નામનું પ્રથમ નાટક પ્રકાશિત થતાં જ એમને સફળતા મળવા લાગી અને ‘મેન ઑફ ડેસ્ટીની’, ‘મેન એન્ડ સુપરમેન’, ‘સેન્ટ જોન’ વગેરે કૃતીઓથી તેઓ વિશ્વવિખ્યાત બની ગયાં
* બીજગણિત સમાવતા ‘The Laws of Thought’નાં લેખક તરીકે જાણીતા ગણિતશાસ્ત્રી જ્યોર્જ બૂલનો ઇંગ્લેન્ડનાં લિંકન શહેરમાં જન્મ (1815)
તેમણે વિભિન્ન સમીકરણો અને બીજગણિત તર્કશાસ્ત્રનાં ક્ષેત્રમાં કામ કર્યું, પરિણામ સ્વરૂપ “નિશ્ચરોનો ગણિતીય સિદ્ધાંત'ની મહત્ત્વપૂર્ણ શોધ કરતા તેમની ‘ચિંતનનો સિદ્ધાંત' કૃતિ દ્વારા ગણિતીય સ્વરૂપે સૌપ્રથમ તત્ત્વજ્ઞાન રજૂ કર્યું
* હિન્દી ફિલ્મોમાં મોડેલ અને અભિનેત્રી ડાયના પેન્ટીનો મુંબઈમાં જન્મ (1985)
* રોમેન્ટિક કાલ્પનિક ઈચ્છાપ્યારી નાગીનમાં ઈચ્છા તરીકે અભિનય કરવા માટે જાણીતી હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી પ્રિયલ ગોરનો મુંબઈમાં જન્મ (1994)