AnandToday
AnandToday
Monday, 31 Oct 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 1 નવેમ્બર

Today : 1 NOVEMBER   

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

* ‘મિસ વર્લ્ડ’ 1994 અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ભારતીય ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (ઐશ્વર્યા કૃષ્ણરાજ રાય)નો કર્ણાટકનાં મેંગલોરમાં જન્મ (1973)
તેમણે અભિનેતા અભિષેક બચ્ચન સાથે 2007માં લગ્ન કર્યા અને એક દીકરી આરાધ્યા છે 
હમ દિલ દે ચૂકે સનમ (1999) અને દેવદાસ (2002)માં તેમનાં અભિનય માટે બેવાર શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જૂરી સભ્ય બનનારા પ્રથમ ભારતીય અભિનેત્રી છે

* પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (134 ટેસ્ટ અને 86 ODI રમનાર) અને કોમેન્ટેટર, વી.વી.એસ. લક્ષ્મણ (વેંગીપુરુપ્પુ વેંકટ સાંઇ લક્ષ્મણ)નો હૈદરાબાદમાં જન્મ (1974)
જમણા હાથનાં બેટ્સમેન તેમનાં ભવ્ય સ્ટ્રોક રમત માટે જાણીતાં લક્ષ્મણ લક્ષ્મણ ભારતનાં બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં ભત્રીજા છે
લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ક્રિકેટના વડા છે અને ભારતની અંડર-19 અને ભારત A ટીમોના મુખ્ય કોચ રહ્યા છે 
ઓસ્ટ્રેલિયા સામેની 2001માં કોલકાતા ખાતેની 281 રનની ઈનિંગ્સ, વિઝડનની રમતના ઈતિહાસમાં 100 મહાન ટેસ્ટ ઈનિંગ્સની યાદીમાં છઠ્ઠા ક્રમે રહી હતી 
એક જ ODI શ્રેણીમાં બિન-વિકેટકીપર દ્વારા સૌથી વધુ કેચ (12) લેવાનો રેકોર્ડ તેમના નામે છે 
તેમણે રાહુલ દ્રવિડ સાથે વિજયી ઇનિંગ દરમિયાન કોઈપણ વિકેટ- ક્રમ માટે ટેસ્ટ મેચની ત્રીજી ઈનિંગમાં સર્વોચ્ચ ભાગીદારી (376 રન)નો વર્લ્ડ રેકોર્ડ શેર કર્યો છે 
લક્ષ્મણ એક જ મેદાન પર 1000 કે તેથી વધુ રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી છે, જેમણે ઈડન ગાર્ડનમાં 110.63ની એવરેજથી 1217 રન બનાવ્યા હતા અને એક જ મેદાન પર 100થી વધુની સરેરાશ સાથે 1000 રન બનાવનાર એકમાત્ર ભારતીય છે 

* પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અધ્યક્ષ નીતા અંબાણી (નીતા રવિન્દ્રભાઇ દલાલ)નો મુંબઈમાં જન્મ (1963)
તેઓ ભારતનાં સૌથી ધનિક વ્યક્તિ ગણાતાં મુકેશ અંબાણીની પત્ની છે અને 1985માં મુકેશ અંબાણી સાથે લગ્ન થયા, બે પુત્ર આકાશ અને અનંત તથા એક પુત્રી ઈશા છે
નીતા અંબાણી મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનાં સ્થાપક અને અધ્યક્ષ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ‘મુંબઈ ઈન્ડિયન્સ’ ક્રિકેટ ટીમની માલિક પણ છે, તેઓ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી)નાં સભ્ય બનનારા પ્રથમ ભારતીય મહિલા હતાં

* અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર, ઉદ્યોગપતિ, કોટન ટેક્સટાઈલ મિલના માલિક અને લાલભાઈ જૂથના વંશજ ચિનુભાઈ ચીમનલાલ (ચિનુભાઈ મેયર)નો અમદાવાદ ખાતે જન્મ (1901)
તેમના પિતા ચીમનલાલ લાલભાઈ, તેમના નાના ભાઈઓ કસ્તુરભાઈ લાલભાઈ અને નરોત્તમભાઈ લાલભાઈ સાથે અરવિંદ લાલભાઈ જૂથના સહ-સ્થાપકોમાંના એક હતા

* ભારતીય સેનાના 19મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે (1997 થી 2000) સેવા આપનાર જનરલ વેદ પ્રકાશ મલિકનો પાકિસ્તાનમાં જન્મ (1939) 
પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક, અતિ વિશેષ સેવા ચંદ્રક પુરસ્કારોથી સન્માનિત જનરલ વેદ પ્રકાશ કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ હતા 

* ભારત સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી સંતોષ ગંગવારનો જન્મ (1948)

* હિન્દી ફિલ્મોમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનો મુંબઈમાં જન્મ (1965)
તેણીએ 1972 માં 7 વર્ષની ઉંમરે અભિનય કરવાનું જીંદગી અને ડ્રીમ ગર્લ જેવી ફિલ્મ સાથે શરૂ કર્યું, અને યંગ રૂપા તરીકે ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ સાથે સફળતા મેળવી મળ્યા બાદ ઇન્સાફ કા તરાજુ, આહિસ્તા આહિસ્તા, પ્રેમ રોગ, સૌતન, પ્યાર ઝૂકતા નહીં, વિધાતા, સ્વામી દાદા, દાતા ફિલ્મો સફળ અને યાદગાર છે 

* ગુજરાતી જ્ઞાનજગતમાં ર.છો.પરીખ તરીકે પસિદ્ધ સાહિત્યકાર અને પુરાતત્વવિદ્ રસિકલાલ છોટાલાલ પરીખનું અવસાન (1982)
સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને ગુજરાતનાં ઇતિહાસનાં અદ્રિતીય વિદ્વાન રસિકભાઈએ આચાર્ય હેમચંદ્રકૃત કાવ્યનુંશાસનનું સંપાદન, ગુજરાતની રાજધાનીઓ, ઈતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ, કાવ્યપ્રકાશ(રા.વિ.પાઠક સાથે) સ્મૃતિ(કાવ્ય સંગ્રહ), મેનાગુર્જરી(નાટક), આનંદમીમાંશા અને ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ જેવાં અનેક પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું છે

* અંગ્રેજી સાહિત્યમાં કવિતા ક્ષેત્રે નવી દિશા આપનાર એઝરા વેસ્ટન લૂમિસ પાઉન્ડનું અવસાન (1972)
એઝરા પાઉન્ડની કૃતિઓમાં ‘રિપોસ્ટેઝ’ અને ‘હ્યુ સેલ્વિન મૌબર્લી’ વગેરે પ્રખ્યાત છે

* હિન્દી ભાષામાં (45 થી વધુ ફીચર) ફિલ્મોમાં અભિનેત્રી, લેખક અને ફિલ્મ નિર્માતા ટિસ્કા ઝરીન ચોપરાનો હિમાચલ પ્રદેશમાં જન્મ (1973) 
તેણીની સૌથી જાણીતી ફીચર ફિલ્મતારે જમીન પર, એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી હતી

* હિન્દી ટીવી શૉમાં કોરિયોગ્રાફર અને અભિનેતા પુનિત પાઠકનો મુંબઈમાં જન્મ (1986)
તે કલર્સ ટીવીના ડર ફેક્ટર: ખતરોં કે ખિલાડી -9 માં વિજેતા બન્યો હતો 

* પૃથ્વીનાં ભૂતળની આ રચના અંગે મહત્વનાં સંશોધનો કરનાર વિજ્ઞાની આલ્ફ્રેડ લોથર વેગેનરનો જર્મનીનાં બર્લિન શહેરમાં જન્મ (1880)  
પૃથ્વી પર થતાં ભૂકંપનાં કારણોમાં પ્લેટ ટેક્ટોનિક્સની મહત્વની ભૂમિકા છે. પૃથ્વીની સપાટીનો પોપડો ભૂતળમાંથી વિવિધ ભાગોમાં વહેંચાયેલો છે અને ખંડો ધીમે ધીમે એકબીજાથી દૂર થઈ રહ્યાં છે. ભૂતળમાં આવેલી ટેકટોનિક પ્લેટ એકબીજા સાથે અથડાય કે દબાણ કરે ત્યારે ભૂકંપ થાય છે. પૃથ્વી પર ચોક્ક્સ સ્થળોએ આવી ફોલ્ટ લાઈન આવેલી છે અને તે વિસ્તારોમાં ભૂકંપ વધુ થાય છે. પૃથ્વીનાં ભૂતળની આ રચના અંગે મહત્વનાં સંશોધનો કરનાર વિજ્ઞાનીઓમાં આલ્ફ્રેડ લોથર વેગેનરનું નામ મોખરે છે

* તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી અને મોડેલ ઇલિયાના ડીક્રુઝનો મુંબઈમાં જન્મ (1986)

* હિન્દી ફિલ્મ અભિનેતા ઈશાન ખટ્ટરનો મુંબઈમાં જન્મ (1995)
તેના માતા નીલિમા આઝમીના પ્રથમ લગ્ન (1978) અભિનેતા પંકજ કપૂર સાથે થયા અને તેમનો દીકરો શાહિદ કપૂર અભિનેતા છે
નીલિમા આઝમીના બીજા લગ્ન (1990) અભિનેતા રાજેશ ખટ્ટર સાથે થયા અને તેમનો દીકરો અભિનેતા ઈશાન ખટ્ટર છે
તે પછી 2004માં નીલિમા આઝમીએ ત્રીજા લગ્ન પટિયાલા ઘરાનાના ભારતીય શાસ્ત્રીય ગાયક રઝા અલી ખાન સાથે કર્યા હતા 

* કેરળ, મધ્યપ્રદેશ (ભાષાના આધારે), રાજસ્થાન રાજ્યની સ્થાપના (1956)

* અંદમાન અને નિકોબાર, લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવામાં આવી (1956)

* ભારત દેશની રાજધાની, દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું (1956)

* પંજાબમાંથી હરિયાણા રાજ્ય બનાવવામાં આવ્યું  (1966)

* ચંડીગઢ કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવામાં આવી (1966)

* મૈસુર રાજ્યનું નામ બદલીને કર્ણાટક કરવામાં આવ્યું (1973)

* છત્તીસગઢ રાજ્યની સ્થાપના (2000)

* ભારતનું શાસન ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી બ્રિટનના શાસક પાસે ગયું અને ગવર્નર જનરલના સ્થાને વાઈસરોયની નિમણૂક કરવામાં આવી (1858 )

* ભારતનું પ્રથમ સ્ટીમ એન્જિન ચિતરંજન રેલ પ્લાન્ટ ખાતે બનાવવામાં આવ્યું (1950)

* ISRO દ્વારા ભારતનું પ્રથમ ચંદ્ર મિશન, ચંદ્રયાન-1 વિકસાવવામાં આવ્યું  (2008)
તે ચંદ્ર પર જતા સમયે પૃથ્વીના બે ચિત્રો સફળતાપૂર્વક સ્થાનાંતરિત કરે છે