AnandToday
AnandToday
Sunday, 30 Oct 2022 18:30 pm
AnandToday

AnandToday

વલ્લભ વિદ્યાનગર ખાતે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” અને “આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ હેઠળ “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજાયો

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૭મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ ખાતેરન ફોર યુનિટીકાર્યક્રમ યોજાયો

મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ, પોલીસકર્મીઓ રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાના શપથ સાથે એકતા દોડમાં સહભાગી થયા

આણંદ 

અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્યું હતું. 

       દેશની એકતા અને અખંડીતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર દેશમાં “એક ભારત, શ્રેષ્ઠ ભારત” અને “આઝાદી કા અમૃત મહોત્સવ”ની થીમ હેઠળ “રન ફોર યુનિટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે “રન ફોર યુનિટી” યોજાઈ હતી. 

      કાર્યક્રમની શરૂઆતમાં મોરબી ખાતે સર્જાયેલી પુલ દુર્ઘટનાના દિવંગતો માટે બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ ઉપસ્થિત તમામ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનોએ રાષ્ટ્રીય એકતાના શપથ લઈને સૌ એકતા દોડમાં જોડાયા હતા.

      જિલ્લા કલેકટર શ્રી ડી. એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, અધિક જિલ્લા કલેકટર શ્રી કેતકી વ્યાસ, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ સહિતના મહાનુભાવોએ ફલેગ ઓફ આપી “રન ફોર યુનિટી”નો પ્રારંભ કરાવ્યો હતો.

      આ દોડમાં પોલીસ જવાનો, એન.સી.સી.કેડેટ્સ, રમતવીરો, યોગ ટીચરો, વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

*****