* આણંદ જિલ્લામાં કરમસદ ગામના ખેડૂત પરિવારમાં સરદાર પટેલનો મોસાળ નડિયાદ ખાતે જન્મ (1875)
મરણોત્તર ‘ભારતરત્ન’ એવોર્ડ (1991)થી સન્માનિત સરદારે દેશનાં જાહેરજીવનમાં (1917-50) 33 વર્ષનાં સમયગાળામાં જે કાર્ય કર્યું છે તેનું મૂલ્યાંકન સંપૂર્ણપણે કરવું સહેલું નથી, ગાંધીજીની આઝાદીની લડતમાં જે સિદ્ધિ પ્રાપ્ત થઇ છે તેમાં સરદારનો સિંહફાળો રહેલો છે
તેઓ સફળ ખેડા સત્યાગ્રહનાં મુખ્ય સૂત્રધાર રહ્યા, નાગપુર ઝંડા સત્યાગ્રહમાં વિજય મેળવ્યો, બોરસદ સત્યાગ્રહ સફળ બન્યો ને બારડોલી સત્યાગ્રહમાં સફળતા સાથે ‘સરદાર’નું બિરુદ મળ્યું
સરદાર પટેલ અને તેમનાં સચિવ વી.પી.મેનને વ્યવહારુ બુદ્ધિથી 559 દેશી રાજ્યોનું ભારતસંઘ સાથે વિલિનીકરણ કર્યું, જુનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ રાજ્યોને 17મી સપ્ટેમ્બર, 1948 સુધીમાં ભારતસંઘમાં જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું જે જગતનાં ઇતિહાસમાં એક અપૂર્વ ઘટનાં છે
ગુજરાતમાં નર્મદા નદી ઉપરનાં સરદાર સરોવર ડેમ નજીક સાધુબેટ પર ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નું સરદાર પટેલની 143મી જન્મજયંતી (2018) નિમિત્તે ઉદ્ઘાટન કરાયું, જે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા (ધારાસભ્યોની સંખ્યા જેટલી) 182 મીટરની ઊંચાઈની છે
“હરેક પક્ષ કો પટેલ તોલતા
હરેક ભેદ પટેલ ખોલતા
દ્રુરાવ યા છિપાવ સે ઉસે ગરજ ?
કઠોર નગ્ન સત્ય બોલતા,
પટેલ હિન્દ કી નીડર જબાન હૈ”
“યહીં પ્રસિદ્ધ લૌહ કા પુરુષ પ્રબલ
યહીં પ્રસિદ્ધ શક્તિ કી શીલા અટલ
હિલા ઈસે શકા કભી ન શત્રુ દલ
પટેલ પર સ્વદેશ કો ગુમાન હૈ.”
- હરિવંશરાય બચ્ચન
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી મહિલા રાજકારણી ઇન્દિરા ગાંધીની તેમના અંગરક્ષકો, સતવંત સિંહ અને બિઅંત સિંહ દ્વારા નવી દિલ્હીમાં તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી
માતા ઇન્દિરા ગાંધીના સ્થાને ભારતના 6ઠ્ઠા વડા પ્રધાન તરીકે તેમના પુત્ર રાજીવ ગાંધીએ હોદ્દો સંભાળ્યો હતો
* ન્યુઝીલેન્ડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં (17 ટેસ્ટ, 37 વનડે અને 81 ટી -20 રમનાર) ખેલાડી- બોલર ઈશ સોઢી (ઈન્દરબીર સિંઘ)નો ભારતમાં પંજાબના લુધિયાણા ખાતે જન્મ (1992)
જે તમામ ફોર્મેટમાં ન્યુઝીલેન્ડની રાષ્ટ્રીય ટીમ અને સ્થાનિક ક્રિકેટમાં ઉત્તરી જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરે છે ને તે જમણા હાથે લેગ સ્પિન બોલિંગ અને જમણા હાથે બેટિંગ કરે છે અને 2018માં T20I બોલરો માટે નંબર 1 રેન્કિંગ પર પહોંચ્યા છે
* ટેસ્ટ મેચના ઇતિહાસમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન (કોટારી કનકૈયા નાયડુ) સી. કે. નાયડુનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1885)
તેઓ 7 ટેસ્ટ અને 207 ફર્સ્ટ કલાસ - સ્થાનિક મેચ રમ્યા હતા
* પાકિસ્તાનમાં જન્મેલ અને 20મી સદીમાં પંજાબી ભાષાના સર્વશ્રેષ્ઠ તરીકે ઓળખાયેલ કવયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકાર અમૃતા પ્રીતમનું દિલ્હી ખાતે અવસાન (2005)
વિભાજન પછી તેમનો પરિવાર દિલ્હીમાં રહેવા લાગ્યો ને અમૃતા પ્રીતમએ અંદાજે 100 જેટલા પુસ્તકો લખ્યા છે ને તેઓ એ સાહિત્યકારોમાંથી એક છે જેમની કૃતિઓનો અનુવાદ અનેક ભાષામાં થયો છે
સોનહરે ડે, મેરા અંતિમ પત્ર, એક થી અનિતા, દિલ્હી કી ગલિયાં જેવાં કાવ્યસંગ્રહો અને પિંજર, યાત્રી, એક સવાલ, જેબકતરા જેવી નવલકથાઓ તથા આત્મકથાઓનાં ઇતિહાસમાં અમર કહી શકાય તેવી ‘રેવન્યૂ સ્ટેમ્પ’ નામથી આત્મકથા લખી છે, જેમાં તેમણે પોતાનાં જીવનમાં બનેલી અંતરંગ વાતોને પણ બેધડક લખી છે
પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, જ્ઞાનપીઠ પુરસ્કાર ઉપરાંત અનેક પુરસ્કારથી તેઓ સમ્માનિત થયા
* પદ્મશ્રીથી સન્માનિત હિન્દી ફિલ્મ સંગીત નિર્દેશક અને ગાયક (સચિન દેવ) એસ.ડી. બર્મનનું અવસાન (1975)
એસ.ડી. બર્મને હિન્દી અને બંગાળી ફિલ્મો સહિત 100થી વધુ મૂવીઝ માટે સાઉન્ડટ્રેક્સની રચના કરી
* કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના પ્રધાન તરીકે સેવા આપનાર સાંસદ સર્બાનંદ સોનોવાલનો જન્મ (1961)
* લોસ એન્જલસ ખાતે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં દક્ષિણ એશિયાના લોક અને શાસ્ત્રીય સંગીતના પ્રોફેસર અને જ્યાં તેઓ એથનોમ્યુઝિકોલોજી અને સિસ્ટમેટિક મ્યુઝિકોલોજી વિભાગના સ્થાપક અધ્યક્ષ રહેલ નઝીર અલી જૈરાઝભોયનો ઈંગ્લેન્ડમાં જન્મ (1927)
* વીસમી સદીનાં મહાન - લોકપ્રિય જાદુગર હેરી હૂડીનીનું અવસાન (1926)
* થિયોસોફિકલ સોસાયટી (1980 - 2013 ) અદ્યારના પ્રમુખ રહેલ રાધા બર્નિયરનું અવસાન (2013)
* ભારતીય વ્યાવસાયિક સ્નૂકર ખેલાડી આદિત્ય મહેતાનો જન્મ (1985)
* ભારતીય અમેરિકન ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી રાજ ચંદ્ર બોઝનું અવસાન (1987)
* પ્રતિભાસંપન્ન અને સૌંદર્યપૂજક બ્રિટિશ કવિ જહોન કિટ્સનો લંડનમાં જન્મ (1795)
‘ટુ એ નાઈટિંગેલ’, ‘ઓડ્ઝ ટુ ઓટમ’, ‘હાયપેરિયન’, ‘લામિયા’ વગેરે તેમની વિખ્યાત કવિતાઓ છે
* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા અર્જુન બિજલાણીનો જન્મ (1982)
* હિન્દી ટીવી શૉ અને ફિલ્મોમાં કોરિયોગ્રાફર ધર્મેશ યેલાંદેનો જન્મ (1983)
* બોલિવૂડ ફિલ્મ અભિનેતા ઓમકાર કપૂરનો જન્મ (1986)
* બ્રિટિશ-ભારતીય રમતવીર અને અભિનેતા નોર્મન પ્રિચાર્ડનું અવસાન (1929)
* ભારતીય પ્લેબેક સિંગર પોરાયથુ લીલાનું અવસાન (2005)