AnandToday
AnandToday
Saturday, 29 Oct 2022 00:00 am
AnandToday

AnandToday

112- આણંદ વિધાનસભા બેઠક માટે ભાજપના દાવેદારોના નામની ચર્ચામાં આવેલ પ્રથમ યાદી

રાજકીય મોરચે તમામ પક્ષના દાવેદારોમાં જબરદસ્ત ઉત્તેજના

આણંદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થવાની શક્યતાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ નવી રાજકીય પરંપરા શરૂ કરીને દાવેદારોની ચર્ચા ઉભી કરી છે. અને તે દાવેદારોની સેન્સ લેવા માટે રાજ્યના દરેક જિલ્લા મથકે ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી. આ બેઠક બાદ ચર્ચામાં આવેલા ૧૧૨-આણંદ વિધાનસભા બેઠક માટેના નામની યાદી રસપ્રદ બની છે. અને જે દાવેદારોના નામ આ યાદીમાં સામેલ નથી તેમના માટે પણ ઉત્તેજના વધી છે. ઉમેદવારોના અંતિમ નામની યાદી જાહેર ન થાય ત્યાં સુધીઆ રાજકીય ઉત્તેજના ખૂબ જ વધવા પામી છે. હાલ 112 આણંદ વિધાનસભા બેઠક માટે દાવેદારોના નામની જે પ્રથમ યાદી સોશિયલ મીડિયામાં જાહેર થઈ છે તે યાદી હાલ 'ટોક ઓફ ધી ગુજરાત' બની છે. 
112 - આણંદ વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા  દાવેદારોની સત્તાવાર યાદી જાહેર કરાઇ છે કે કેમ તે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલેનો સંપર્ક  સાધી પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું કે પ્રદેશ દ્વારા હજુ સુધી સત્તાવાર યાદી જાહેર કરાઈ નથી.

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જાહેર થયેલ 112- આણંદ વિધાનસભા બેઠકના દાવેદારોની આ યાદી મોટી રાજકીય ચર્ચાનો વિષય બની છે.

આણંદ વિધાનસભા ઉમેદવાર યાદી

પટેલ :-
(૧) યોગેશ ઉર્ફે બાપજી પટેલ 
(૨) દિલીપભાઈ મણીભાઈ પટેલ 
(૩) સુનીત દિલીપભાઈ પટેલ
(૪) જગતભાઈ પટેલ
(૫) રશમિકાબેન વિરેન્દ્રભાઈ પટેલ (કારોબારી ચેરમેન વિદ્યાનગર નગર પાલિકા) 
(૬) સોનલબેન જયમિનભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ વિદ્યાનગર નગર પાલિકા અને હાલ કાઉન્સિલર વિદ્યાનગર) 
(૭) વિજયભાઈ માસ્ટર પટેલ 
(૮) જયેશભાઈ જશભાઈ પટેલ 
(૯) મયુરભાઈ પટેલ (શહેર પ્રમુખ) 
(૧૦) રૂપલબેન પટેલ (પ્રમુખ આણંદ નગર પાલિકા)
(૧૧) નીરવભાઈ અમીન (મહામંત્રી આણંદ જિલ્લા ભાજપ)
(૧૨) જ્યોતિબેન શુકલ 
(૧૩) જનકભાઈ પુનમભાઇ પટેલ (પૂર્વ કાઉન્સિલર સાઈબાબા જનસેવા ટ્રસ્ટ) 
(૧૪) નીતિનભાઇ મણીભાઈ પટેલ (પ્રદેશ વિદેશ સંપર્ક વિભાગ સભ્ય) બાકરોલ 
(૧૫) નીપાબેન પટેલ 
(૧૬) મહેશભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ આણંદ જિલ્લા ભાજપ)
(૧૭) સચિન ઘનશ્યામભાઈ પટેલ ઉર્ફે જી.આર. (કારોબારી ચેરમેન આણંદ નગર પાલિકા)
(૧૮) દિપીકાબેન પટેલ (પ્રમુખ આણંદ મહિલા મોરચા) 
(૧૯) મેહુલભાઈ પટેલ (સંકેત સેલ્સ) 
(૨૦) દિપકભાઈ સાથી પટેલ 
(૨૧) તુષારભાઈ નવનીતભાઈ પટેલ મોગરી (વડતાલ મંદિર કોઠારી ટ્રસ્ટી) 

ક્ષત્રિય :-

(૧) નિતાબેન ભરતભાઈ સોલંકી (જિલ્લા પંચાયત મોગરી)
(૨) કાંતિભાઈ ચાવડા 
(૩) મનોહરસિંહ રાયસિંહ પરમાર (વકીલ કન્વીનર આણંદ જિલ્લા લીગલ સેલ) 
(૪) રાજેન્દ્રસિંહ મફતસિંહ ગોહેલ (પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ) 

અન્ય :-

(૧) પિંકલ ભાટિયા 
(૨) શાંતિલાલ શ્રવણકુમાર ગોસાઈ (વિદ્યાનગર પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચા) 
(૩) રાવ રાજેશભાઈ ઉર્ફે રાજુ બારોટ જીટોડીયા જનકપુરી (પૂર્વ કોંગ્રેસ તાલુકા મંત્રી ૧૫ વર્ષ પૂર્વે) 
(૪) મૌનીષકુમાર વિરેન્દ્રભાઇ પંડ્યા (પૂર્વ મહિલા બાળ મિત્ર સ્ટેટ કોઓર્ડીનેટર) વિદ્યાનગર