AnandToday
AnandToday
Wednesday, 26 Oct 2022 00:00 am
AnandToday

AnandToday

તા. 26 ઓક્ટોબર

Today : 26 OCTOBER  

તારીખ તવારીખ 

(વિજય એમ. ઠક્કર)

* બૉલીવૂડ ફિલ્મ અભિનેત્રી, મોડલ અને નિર્માતા રવિના ટંડનનો મુંબઈમાં જન્મ (1974)
રવીનાએ 'પત્થર કે ફૂલ'માં અભિનયની શરૂઆત કરી, તે વર્ષના નવા ચહેરા માટેનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો
તેમના પિતા પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક રહ્યા અને રવિનાના લગ્ન 2004માં નિર્માતા અનિલ થડાની સાથે થયા છે ને 4 બાળકો છે 

* રશિયામાં જન્મ, પ્રથમ માઇક્રોબાયોલોજિસ્ટ તથા પ્લેગ, કોલેરા અને હડકવા વિરોધી રસીનાં શોધક ડૉ. વાલ્ડમેર મોરદેચાઈ વોલ્ફ હાફકીનનું અવસાન (1930)

* અખબારી માધ્યમથી સત્તા સામે નૈતિક હિંમત દાખવનાર જ્હોન પીટર ઝંગરનો જર્મનીમાં જન્મ (1697)

* વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર જીતનારાં વિશ્વનાં ત્રીજા અને અમેરિકાનાં પહેલા મહિલા ગર્ટી થેરેસા કોરીનું અવસાન (1957)
ઇન્સ્યુલિનનો ઉપયોગ કરીને શરીરની વિવિધ પ્રકારની પ્રક્રિયાઓનું સંશોધન શરૂ કર્યું. અનેક પ્રાણીઓ પર પ્રયોગો ચાલી રહ્યા હતાં, જેમાં એમને સફળતા મળી. ગ્લાયકોઝેન પ્રયોગનળિકામાં તૈયાર કરવામાં તેઓ સફળ થયાં. આમ, સજીવોનાં શરીરની મહત્વની પ્રક્રિયાની શોધ થઈ જે પ્રક્રિયા ‘કોરી સાઈકલ’ (કોરી ચક્ર) નામથી ઓળખાય છે

* ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને મધ્ય પ્રદેશના રાજ્યપાલ રહેલ બીજેપી તેમજ તેના પુરોગામી પક્ષ ભારતીય જનસંઘના નેતા રામ પ્રકાશ ગુપ્તાનો જન્મ (1923)

* શોષણ અને અન્યાય સામે લડનારાં સ્વતંત્રતા ચળવળનાં કાર્યકર ગણેશ શંકર ‘વિધાથી’નો જન્મ (1890)
દર વર્ષે ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા 1989થી ‘ગણેશ શંકર વિદ્યાર્થી’ પુરસ્કાર પત્રકારોને આપવામાં આવે છે

* ઓડિયા સાહિત્યમાં પોતાના યોગદાન માટે જાણીતા સમાજવાદી કવિ પંડિત ગોદાબારીશ મિશ્રાનો જન્મ (1886) 

* ગુજરાતી સાહિત્યમાં હળવી શૈલીનાં લેખક ચીનુભાઇ ભોગીલાલ પટવા ‘ફિલસુફ’નો મુંબઈમાં જન્મ (1911)

* ઇન્ટિરિયર અને ફેશન ડિઝાઇનર સુઝેન ખાનનો મુંબઈમાં જન્મ (1978)
તેમના પિતા સંજય ખાન સફળ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક હતા અને લગ્ન અભિનેતા રિતિક રોશન સાથે 2000માં થયા અને 2014માં છુટા છેડા લીધા છે 

* તમિલ, હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી અને પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના અસિન થોટ્ટુમકલનો કોચી ખાતે જન્મ (1985)

* તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી અમલા પોલનો જન્મ (1991)

* તમિલ, તેલુગુ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં અભિનેત્રી મેઘા આકાશનો જન્મ (1995)

* ચીન એ ભારત પર હુમલૉ કર્યો (1962)

* ભારતની સર્વોચ્ચ અદાલતે આજીવન કેદ 14 વર્ષ માટે નક્કી કરી (1999)

* નાટોનું મુખ્ય મથક પેરિસ (ફ્રાન્સ)થી બ્રસેલ્સ (બેલજીયમ) ખસેડવામાં આવ્યું (1966)

* ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન મુંબઈ પધાર્યા (1969)

* ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકને બ્રિટનથી સ્વતંત્રતા મળી (1976)

* અત્યાર સુધીની સૌથી મોંઘી બોલિવૂડ ફિલ્મ Ra.One, હિંદુ પ્રકાશના તહેવાર દિવાળી સાથે ઓવરલેપ કરવા માટે રિલીઝ કરવામાં આવી (2011)