AnandToday
AnandToday
Thursday, 20 Oct 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 21 ઓક્ટોબર 

Today : 21 OCTOBER  

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન  : વિજય એમ. ઠક્કર


 આલ્ફ્રેડ બનાર્ડ નોબેલની આજે જન્મ જયંતી

* જેમની સ્મૃતિમાં દર વર્ષે નોબેલ પારિતોષિક એનાયત થાય છે તે આલ્ફ્રેડ બનાર્ડ નોબેલનો સ્વિડનનાં સ્ટોકહોમ ખાતે જન્મ (1833)
તેમની મુખ્ય ઓળખ રસાયણશાસ્ત્રી, ઈજનેર, વ્યાપારી અને વિશેષત: દાનવીર તરીકેની છે
તેમનું સૌથી મોટું યોગદાન ડાઈનામાઈટનો આવિષ્કાર હતો અને પિતાનાં આર્મ્સના બિઝનેસની ટેકનિકલ જાણકારીઓમાં અતિશય પારંગત આલ્ફ્રેડે પોતાની રીતે સફળ પ્રયોગોના પગલે ડાયનેમાઈટ, બ્લાસ્ટિંગ કેપ, ગેલેગ્નાઈટ અને બેલીસ્ટાઈટ જેવી શોધોના તેઓ પ્રણેતા છે અને 355 થી વધુ વિસ્ફોટક પેટન્ટ તેમણે મેળવી હતી 
તા. 27 નવેમ્બર, 1895નાં રોજ કરવામાં આવેલી વસિયતના આધારે નોબેલ પુરસ્કારની સ્થાપના કરીને રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, સાહિત્ય અને વિશ્વ શાંતિ માટે વિશેષ કામ કરનાર વ્યક્તિને આ પુરસ્કાર આપવા જણાવ્યું

* દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મ ભૂષણથી સન્માનિત હિન્દી ફિલ્મ નિર્દેશક અને નિર્માતા યશ રાજ ચોપરાનું અવસાન (2012)
યશરાજ ફિલ્મ્સનાં સ્થાપક અધ્યક્ષ હતાં. યશ ચોપરાનું છ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 11 ફિલ્મફેર એવોર્ડથી સન્માન થયું છે

* રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત સુપ્રસિદ્ધ ગુજરાતી હાસ્યલેખક જ્યોતીન્દ્ર હરિશંકર દવેનો સુરતમાં જન્મ (1901)
તેઓ વિદ્વતા અને હાસ્યનો વિનિયોગ, હાસ્યસમ્રાટ જેવાં બિરૂદ પામ્યાં હતાં

* ભારતીય સંશોધક નૈનસિંહ રાવતનો ઉત્તરાખંડ રાજ્યમાં જન્મ (1830)
નૈનસિંહ રાવત તિબેટનો સર્વે કરનાર પ્રથમ વ્યક્તિ હતાં, લ્હાસાનું ચોક્કસ સ્થાન અને ઉંચાઇ નૈનસિંહ રાવત દ્વારા નક્કી કરવામાં આવ્યું, ત્સાંગપોનો નકશો બનાવ્યો અને નેપાળથી તિબેટ સુધીનાં વેપાર માર્ગનો સર્વેક્ષણ કર્યો

* આધ્યાત્મિક ગુરુ, ફિલોસોફર અને 5018 ગીતોના સંગીતકાર પ્રભાત રંજન સરકારનું અવસાન (1990)

* અંગ્રેજી સાહિત્યકાર સેમ્યુઅલ ટેલર કોલરિજનો ઈંગ્લેન્ડમાં જન્મ (1772)

* BVG ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ - મેનેજિંગ ડિરેક્ટર અને ભારતીય ઉદ્યોગસાહસિક હણમંત રામદાસ ગાયકવાડનો જન્મ (1972)

* બિહાર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિંહનો જન્મ (1887) 

* પંજાબના મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર સુરજીત સિંહ બરનાલાનો જન્મ (1925) 

* હિન્દી ફિલ્મ અભિનેતા શમ્મી કપૂરનો જન્મ (1931)

* હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી હેલનનો જન્મ (1939)

* ભારતીય મોડલ, અભિનેત્રી અને સૌંદર્ય સ્પર્ધાના ટાઇટલ હોલ્ડર શ્રીનિધિ શેટ્ટીનો જન્મ (1992)

* હિન્દી અને પંજાબી ફિલ્મોમાં અભિનેતા કુલભૂષણ ખરબંદાનો જન્મ (1944)

 પોલીસ સ્મૃતિ દિવસ  

ચીન સાથેની સરહદોનો બચાવ કરતી વખતે 1959માં ભારતના દસ પોલીસ જવાનોનાં બલિદાનોની યાદમાં ‘પોલીસ સ્મૃતિ દિવસ’ મનાવાય છે

* નેતાજી સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી (1934)

* ફ્રાન્સમાં મહિલાઓને મહિલા મતાધિકાર ચળવળના ભાગરૂપે પ્રથમ વખત મતદાનનો અધિકાર આપવામાં આવ્યો (1945)

* એન્ટાર્કટિકા ઉપર પૃથ્વીના ઓઝોન સ્તરમાં ઉદ્ભવતા વિશાળ છિદ્રની તપાસ કરતા વૈજ્ઞાનિકોને  સેટેલાઇટ કનેક્શનથી માહિતી મળી તે મુજબ, ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાને કારણે છિદ્ર થયું છે અને એરોસોલ કેનમાં વપરાતા ગેસ પર તેમની શંકા છે (1986)

* ન્યૂ જર્સી રાજ્યએ સમલૈંગિક-લગ્નોને મંજૂરી આપી (2013)
જે આવું કરવા માટે યુ.એસ.માં 14મું રાજ્ય બન્યું 

* કેનેડાની સંસદે મલાલા યુસુફઝાઈને કેનેડાની નાગરિકતા આપી (2013)