AnandToday
AnandToday
Tuesday, 18 Oct 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા.19 ઓક્ટોબર

Today : 19 OCTOBER  

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

* સ્વાધ્યાય પરિવારની સ્થાપના (1954માં) કરનાર કાર્યકર, ફિલસૂફ, આધ્યાત્મિક નેતા, સામાજિક ક્રાંતિકારી અને ધર્મ સુધારક પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો મહારાષ્ટ્રનાં રોહા ગામમાં જન્મ (1920)
તેઓને ધર્મમાં પ્રગતિ માટેનું ટેમ્પલટન્ટ પુરસ્કાર, કોમ્યુનિટી લીડરશીપ માટે રેમન મેગ્સેસે એવોર્ડ અને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં
એમણે ત્રિકાળ સંધ્યા સ્વરૂપે કુટુંબ પ્રાર્થના ભેટમાં આપી, ખેડૂતો અને માછીમારોને દાનનાં સહભાગી બનાવ્યાં, વૃક્ષમંદિર દ્વારા ‘છોડમાં રણછોડજી’નાં દર્શન કરાવ્યાં, યોગેશ્વર કૃષિ અને શ્રી દર્શન પ્રયોગ હેઠળ સહિયારો પુરુષાર્થ કરાવ્યો, કૃતજ્ઞતા વ્યક્ત કરવા તીર્થયાત્રા યથાર્થ સ્વરૂપ આપ્યું

* ગુજરાતના ગાલિબ તરીકે જાણીતા ગુજરાતી કવિ મરીઝ (અબ્બાસ અબ્દુલ અલી વાસી)નું અવસાન (1983)

* હિન્દી ફિલ્મોના ખુબ સફળ અને લોકપ્રિય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને રાજકારણી સની દેઓલ (અજય સિંહ દેઓલ)નો લુઘીયાણા જિલ્લાના સનેવાલ ગામે જન્મ (1956)
તેઓ અભિનેતા ધર્મેન્દ્રના મોટા પુત્ર છે અને માતાનું નામ પ્રકાશ કોર છે
વર્ષ 2019થી તેઓ ગુરદાસપુર બેઠકથી સાંસદ છે

* પદ્મવિભૂષણ’થી સન્માનિત ખગોળવિદ્દ ડૉ.સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરનો પાકિસ્તાનમાં જન્મ (1910)
બ્રહ્માંડનાં કેટલાક તારા પોતાનાં જ ગુરૂત્વાકર્ષણને કારણે સુપરનોવામાં રૂપાંતર પામી ફાટી પડે છે અને બ્લેકહોલ સર્જાય છે. આ તારાઓ સૂર્ય કરતાં 1.4 ગણા કદનાં થાય ત્યાં સુધી વ્હાઈટ ડ્વાર્ફ તરીકે સ્થિર થાય છે. તેનું કદ આ મર્યાદા કરતાં વધે તો જ તે સુપરનોવા બને. આ મર્યાદાને ‘ચંદ્રશેખર લિમિટ’ કહે છે. આ શોધ મૂળ ભારતીય વિજ્ઞાની ડૉ.સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરે કરી હતી. તેમને આ શોધ બદલ વિલિયમ એ. ફોલરની ભાગીદારીમાં ઈ.સ.1983માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. તેમની આ શોધને કારણે બ્લેકહોલ અંગેની શોધ વધુ ચોકસાઈપૂર્વકની બની હતી

* ગાંધીવાદી ફિલસૂફી અપનાવનાર સામાજિક કાર્યકર નિર્મલા દેશપાંડેનો જન્મ (1929)

* હિન્દી ફિલ્મ અને ટીવી દિગ્દર્શક અને લેખક કુંદન શાહનો જન્મ (1947)

* પરમાણુ ભૌતિકશાસ્ત્રના પિતા તરીકે જાણીતા અને ન્યુઝીલેન્ડમાં જન્મેલા બ્રિટીશ ભૌતિકશાસ્ત્રી આર્નેસ્ટ રુથરફોર્ડનું ઈંગ્લેન્ડનાં કેમ્બ્રિજ ખાતે અવસાન (1937)
રેડિયો એક્ટિવ પદાર્થોનાં રાસાયણિક ગુણધર્મો વિશે ઊંડી સમજ આપનારા વિજ્ઞાનીઓમાં અર્નેસ્ટ રૂથરફોર્ડનું નામ મોખરે છે. આલ્ફા અને બિટા વિકિરણોનાં નામ પણ તેણે આપેલાં. પદાર્થનાં અણુમાં રહેલા પ્રોટોનનું નામ પણ તેણે આપેલું.
તેમને “તત્વોના વિઘટન અને કિરણોત્સર્ગી પદાર્થોની રસાયણશાસ્ત્ર અંગેની તેમની તપાસ માટે" ઈ.સ.1908માં નોબેલ પારિતોષિક મળ્યું હતું અને બ્રિટનની મહારાણીએ તેમને નાઈટનો ઈલકાબ આપ્યો હતો

* હિન્દી ટેલિવિઝન શ્રેણી રજની માટે જાણીતી અભિનેત્રી તથા લેખિકા અને સામાજિક કાર્યકર્તા પ્રિયા તેંડુલકરનો જન્મ (1954)

* સંયુક્ત ગણિતમાં સિદ્ધિઓ ધરાવતા ગણિતશાસ્ત્રી શરદચંદ્ર શંકર શ્રીખંડેનો જન્મ (1917)

* કેન્સર સર્જરીમાં નિષ્ણાત શરદ વૈદ્યનું અવસાન (2000)

* મલયાલમ અને તમિલ 800 થી વધુ ફિલ્મોમાં 40 વર્ષ સુધી કામ કરનાર અભિનેત્રી શ્રીવિદ્યાનું અવસાન (2006)

* મોડેલ, અભિનેત્રી અને વિડિયો જોકી નૌહીદ સાયરુસીનો જન્મ (1982)

* કોલકાતામાં મધર ટેરેસાએ મિશનરી ઑફ ચેરિટીઝની સ્થાપના કરી (1950)
મધર ટેરેસા એક રોમન કેથોલિક સાધ્વી હતા અને જેમણે ભારતીય નાગરિકત્વ મેળવ્યું હતું

* ભારતમાં ઉત્પાદિત પ્રથમ મિગ-21 એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું (1970)
આ એક સુપર સોનિક ફાઈટર જેટ છે જેનું નિર્માણ સોવિયત સંઘ દ્વારા કરવામાં આવ્યું

* બેનઝીર ભુટ્ટો બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા (1993)