AnandToday
AnandToday
Monday, 17 Oct 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 18 ઓક્ટોબર

Today : 18 OCTOBER  

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

* ભારતની અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનના અધ્યક્ષ અને પદ્મ ભૂષણથી સન્માનિત દીપક પારેખનો મુંબઈમા જન્મ (1944)

* ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ દત્ત તિવારીનો નૈનીતાલના બાલુરી ગામમાં જન્મ (1925)
એનડી તિવારીનું અવસાન આજના દિવસે 2018મા થયું 

* ભારતીય વાયોલિનવાદક, ગોઠવણકાર અને સંગીતકાર અભિજિત પી.એસ. નાયરનો જન્મ (1991)

* ભારતીય દોડવીર રોનાલ્ડ આલ્ફ્રેડ વર્નીક્સનો જન્મ (1910)

* ભારતીય ઉપખંડના સામ્યવાદી અને ખેડૂત ચળવળના આયોજક ઇલા મિત્રાનો જન્મ (1925) 

* ભારતીય તબલા વાદક વિજય ઘાટેનો જન્મ (1964)

* વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ થૉમસ અલ્વા એડિસનનું અમેરિકાનાં ન્યૂજર્સીમાં અવસાન (1931)
જેમણે ઓગણીસમી સદીનાં જીવનધોરણને બદલવાની શરૂઆત કરી તેમને ‘વિઝાર્ડ ઑફ મેનલો પાર્ક’નું બિરુદ આપવામાં આવ્યું 
એડિસને વિદ્યુતનાં ગોળા (બલ્બ)ની, કેમેરા અને પ્રોજેક્ટરની શોધ કરી અને વિશ્વની પહેલી ઈન્ડસ્ટ્રીઅલ રિસર્ચ માટે પ્રયોગશાળા પશ્ચિમ ઓરેન્જ ખાતે સ્થાપી
1093 પેટન્ટ જેમનાં નામે નોંધાયેલી છે, એવા એડિસન એ ઇલેક્ટ્રિસિટીનાં ક્ષેત્રમાં પાયાનું સંશોધનકાર્ય અને વીજળીનાં માધ્યમથી ઉચ્ચ સવલતો ઉપલબ્ધ કરાવનારા એડિસને વિશ્વનો પહેલો પાવર પ્લાન્ટ ન્યૂયૉર્કમાં સ્થાપ્યો હતો

* પદ્મશ્રીથી સન્માનિત, બોલીવુડ અને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનારા ભારતીય સિનેમાના - હિન્દી ફિલ્મોના ઉત્તમ અભિનેતા અને પ્રખ્યાત કલાકારોમાંથી એક ઓમ પ્રકાશ પુરીનો હરિયાણાનાં અંબાલામાં જન્મ (1950)
ઓમપુરીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મ ‘ઘાસીરામ કોતવાલ’થી 1976માં કરી અને 1983માં આવેલી ફિલ્મ ‘અર્ધ સત્ય’થી તે લોકોની નજરમાં આવી ગયા, જે રોલ માટે નેશનલ એવોર્ડ મળ્યો તથા 1988માં ઓમપુરીએ દૂરદર્શનની પ્રખ્યાત ટીવી સીરિઝ ‘ભારત એક ખોજ’માં ઘણી ભૂમિકાઓ ભજવી હતી
કલાત્મક સિનેમા હોય કે કોમર્શિયલ સિનેમા, તેમની યાદગાર 300થી વધુ ફિલ્મોમાં ‘ભવની ભવાઈ’, ‘સ્પર્શ’, ‘મંડી’, ‘આક્રોશ’, ‘શોધ’, ‘મિર્ચ મસાલા’, ‘જાને ભી દો યારો’, ‘આસ્થા’, ‘તમસ’, ‘ચાચી 420’, ‘માચીસ’, ‘મેરે બાપ પહલે આપ’, ‘ઓહ માય ગોડ’, ‘હેરાફેરી’, ‘માલામાલ વિકલી’, સિંઘ ઈઝ કિંગ’, ‘ઈન્ડિયન’, ‘ટ્યૂબલાઈટ’, ‘બજરંગી ભાઈજાન’ નોંધપાત્ર છે
તેમણે હોલીવુડની ‘ઇસ્ટ ઇઝ ઇસ્ટ’, ‘ધ ઘોસ્ટ એન્ડ ડાર્કનેસ્ટ’, ‘સિટી ઑફ જોય’, ‘વુલ્ફ’ જેવી ફિલ્મોમાં પણ તેમણે પોતાના અભિનયની છાપ છોડી છે
ઓમપુરીના પ્રથમ પત્નીનું નામ સીમા બાદ નંદિતાપુરી સાથે લગ્ન કર્યા હતાં

* હિન્દી ફિલ્મોમાં અભિનેતા, લેખક અને ઉદ્યોગસાહસિક કુણાલ કપૂરનો જન્મ (1977)

* બોલિવૂડ, સ્વતંત્ર ફિલ્મો અને ટેલિવિઝનમાં અભિનેતા અર્જુન માથુરનો જન્મ (1981)

* અમેરિકન અને બ્રિટિશ ફિલ્મોમાં કામ કરતા ભારતીય અભિનેત્રી ફ્રીડા પિન્ટોનો જન્મ (1984)

* બુદ્ધિમત્તાનાં આંકનાં શોધક અને ફ્રાન્સના વતની આલ્ફ્રેડ બિનેટનું અવસાન (1911)

* સતત 36 વર્ષ સુધી સક્રિય રહી ખંડણી માટે મોટા રાજકારણીઓનું અપહરણ કરનાર કુખ્યાત ચંદન દાણચોર વીરપ્પનની હત્યા કરવામાં આવી (2004)

* વિશ્વ મેનોપોઝ ડે *
મેનોપોઝ અંગે જાગૃતિ લાવવા અને આરોગ્ય અને સુખાકારીમાં સુધારો કરવા માટેના વિકલ્પોને સમર્થન આપવા માટે દર વર્ષે 18મી ઓક્ટોબરે આ દિવસ મનાવવામાં આવે છે