* ભારતના શ્રેષ્ઠ ક્રિકેટ ખેલાડીઓમાંના એક (132 ટેસ્ટ અને 271 વનડે રમનાર) ક્રિકેટર, કોચ અને કોમેન્ટેટર અનિલ કુંબલેનો કર્ણાટકના બેંગ્લોરમાં જન્મ (1970)
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેલ કુંબલે તેના જુસ્સા માટે જાણીતા રહ્યા અને 'જમ્બો' તરીકે પણ ઓળખવામાં આવે છે
મર્યાદિત ઓવરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 વિકેટનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય સ્પિનર અને બીજા ભારતીય ખેલાડી છે
અનિલ કુંબલે ભારત માટે સૌથી વધુ 619 ટેસ્ટ વિકેટ લેનાર બોલર છે અને તેમણે પોતાની કારકિર્દી દરમિયાન વનડેમાં 337 વિકેટ લીધી
* પંજાબના વર્તમાન મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સભ્ય ભગવંત સિંહ માનનો સંગરુર ખાતે જન્મ (1973)
તેઓ અભિનેતા, હાસ્ય કલાકાર અને વ્યંગકાર રહ્યા છે
* સ્વતંત્ર ભારતના પ્રથમ નાણાં પ્રધાન તરીકે સેવા આપનાર વકીલ, અર્થશાસ્ત્રી અને રાજકારણી આર.કે. સન્મુખમ ચેટ્ટીનો જન્મ (1892)
* હિન્દી ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર અભિનેત્રી સ્મિતા પાટીલનો જન્મ (1955)
* ગુજરાતનાં સાહિત્ય, ઈતિહાસ અને સંસ્કૃતિના સંવર્ધન માટે પોતાનું જીવન સમર્પિત કરનાર લેખક અને ઈતિહાસવિદ્ રત્નમણિરાવ જોટે (ભાણાભાઈ મોતીલાલ)નો ભુજ શહેરમાં જન્મ (1895)
એમણે ‘ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું વિહંગાવલોકન’ નામે એક અભ્યાસપૂર્ણ લેખ લખ્યો અને ‘કુમાર’ નામનાં જાણીતાં સામાયિકમાં અનેક શોધ નિબંધો લખવાનું કામ નિરંતર કર્યું
ગુજરાતની અસ્મિતાની અલગ ઓળખ અને જાળવણી અર્થે એમણે સોમનાથ મંદિરનાં પુનરુદ્વાર વખતે આધારભૂત સંશોધનકાર્ય કરી સરદાર વલ્લભભાઈ પટેલનાં અભિયાનને નૈતિક સમર્થન પૂરું પાડવાનું મહત્વનું કાર્ય સંપન્ન કર્યું હતું
* ગુજરાતી રંગમંચ, ટેલિવિઝન અને હિન્દી ફિલ્મ અભિનેત્રી સરિતા જોશીનો જન્મ (1941)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને ટોક શો હોસ્ટેસ સિમી ગરેવાલનો જન્મ (1947)
* ભાષાવિદ, વિવેચક, સંશોધન વિદ્વાન, વિવેચક, અનુવાદક ફિલોલોજિસ્ટ કેશવ હર્ષદ ધ્રુવ (વનમાળી)નો દહેગામ તાલુકાનાં બહિયેલમાં જન્મ (1859)
સંશોધનની સંસ્કૃત-પરંપરામાં એમનું પ્રદાન મૂલ્યવાન છે. વિવેચન – સાહિત્ય અને વિવેચન, વાગ્- વ્યાપાર, વનવેલી છંદ, મુગ્ધાવબોધ વગેરે. સંશોધન – ભાલણ કૃત કાદંબરી, પંદરમાં શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, અનુભવ બિન્દુ વગેરે.
અનુવાદ- મેળની મુદ્રા ( મુદ્રા રાક્ષસ), અમરુશતક, ગીત ગોવિંદ, પરાક્રમની પ્રસાદી (વિક્રમોર્વશીયમ્), સાચું સ્વપ્ન ( સ્વપ્નવાસવદત્તા), મધ્યમ વ્યાયોગ વગેરે તેમનું સાહિત્ય સર્જન છે
* 'રામ રાજ્ય' જેવી ફિલ્મો બનાવનાર હિન્દી સિનેમાના નિર્માતા-દિગ્દર્શક-પટકથા લેખક વિજય ભટ્ટનું અવસાન (1993)
* મેડિસિનના નોબેલ ઈનામથી સન્માનિત ન્યુરોસાયન્સનાં જનક સાન્ટિયાગો રેમોન કાજલનું અવસાન (1934)
* હિન્દી ફિલ્મ અભિનેતા અને નિર્માતા સંજય કપૂરનો જન્મ (1965)
* તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં અભિનેત્રી કીર્તિ સુરેશનો જન્મ (1992)
* ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં 12,000 રન બનાવી સચિન તેંડુલકર બ્રાયન લારાના રેકોર્ડને તોડી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા (2008)
* કલકત્તાના મધર ટેરેસાને તેમના કાર્ય અને કલકત્તામાં ગરીબ અને જરૂરિયાતમંદોને પૂરા પાડવામાં આવેલ સહાય માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો (1979)
* રશિયન પત્રકાર દિમિત્રી ખોલોડોવની રશિયન સૈન્યના ઉચ્ચ હોદ્દા વચ્ચે કથિત ભ્રષ્ટાચારની તપાસ દરમિયાન મોસ્કોવસ્કીજ કોમસોમોલેટ્સની ઓફિસમાં હત્યા કરવામાં આવી (1994)
* બર્મા અને બ્રિટને કરાર પર હસ્તાક્ષર કર્યા, જે બર્માને બ્રિટનની બહાર સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે, આમ દેશ પરના 300 વર્ષના બ્રિટિશ શાસનનો અંત આવ્યો (1947)