* ‘પદ્મશ્રી’થી સન્માનિત અને સુંદરતા તથા સ્ટાઈલને કારણે બોલિવૂડના ડ્રીમ ગર્લ કહેવાતા હિન્દી ફિલ્મ અભિનેત્રી, લેખક, નિર્દેશક, નિર્માતા, નૃત્યાંગના, રાજકારણી હેમા માલિનીનો તમિલનાડુનાં અમ્માનકુડીમાં જન્મ (1948)
ભરતનાટ્યમમાં મહારથ હાસીલ કરનાર હેમા એ કેરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી
હેમાએ ધર્મેન્દ્ર સાથે (1980માં) લગ્ન કર્યા અને તેમને 2 દિકરીઓકે છે
સુંદરતા, નૃત્ય અને અભિનયના અનોખો સમન્વય સાથે અભિનેત્રી અને નૃત્યાંગન તરીકે હેમા માલિનીની લગભગ ચાર દાયકાની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં ‘સીતા ઔર ગીતા’, ‘શોલે’, ‘પ્રેમ નગર’, ‘સત્તે પે સત્તા’, ‘ડ્રીમ ગર્લ’, ‘ખુશ્બુ’ અને ‘કિનારા’, ‘બાગબાન’ જેવી ફિલ્મોમાં મહત્વનો રોલ કર્યો
ભારતીય જનતા પાર્ટીનાં પ્રતિનિધિ તરીકે સંસદનાં ઉપલા ગૃહ રાજ્યસભામાં (2003-09) ચૂંટાયેલાં અને મથુરા લોકસભા બેઠક માટે (2014) ચૂંટાઈ આવ્યાં હતાં
અનુભવી, સુંદર અને પ્રતિભાશાળી હેમા માલિની એ ભારતીય કલા જગતનો અમૂલ્ય વારસો છે, જેમણે સિનેમા જગતથી લઈને સંસદ સુધી અને ડાન્સ ફેસ્ટિવલના સ્ટેજથી લઈને નાના પડદા સુધી, દરેક જગ્યાએ પોતાની આકર્ષક હાજરીથી દર્શકોનું ધ્યાન ખેંચી છે
* પશ્ચિમમાં યોગના પ્રણેતા અને 1960ના દાયકાની શરૂઆતમાં યોગના અધિકૃત ઉપદેશો લાવનારા યોગ ગુરુઓમાંના એક અમૃત દેસાઈનો ગુજરાતના હાલોલ ખાતે જન્મ (1932)
જેઓ યોગની બે બ્રાન્ડ, ક્રિપાલુ યોગા અને આઈ એમ યોગાના નિર્માતા છે અને યુ.એસ.માં પાંચ યોગ અને આરોગ્ય કેન્દ્રોના સ્થાપક છે
* પ્રખ્યાત તબલાવાદક લચ્છુ મહારાજ (લક્ષ્મી નારાયણસિંહ વાસુદેવ મહારાજ )નો ઉત્તરપ્રદેશનાં બનારસમાં જન્મ (1944)
લચ્છુએ ફ્રેન્ચ મહિલા ટીના સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી નારાયણી છે
કુલ 12 ભાઈ-બહેનોમાં લચ્છુજીની બહેન નિર્મલા અભિનેતા ગોવિંદાનાં માતા છે
* ઇઝરાયેલનાં પ્રથમ વડાપ્રધાન અને ‘ઇઝરાઇલનાં સ્થાપક પિતા’ તરીકે જાણીતાં ડેવિડ બેન-ગુરિઓનનો પોલેન્ડનાં પ્લન્સકમાં જન્મ (1886)
તેમણે પેલેસ્ટાઇનમાં સ્વતંત્ર યહૂદી રાજ્ય માટેનાં સંઘર્ષનું મોટા પ્રમાણમાં આગેવાની કરી અને તા. 14 મે, 1948નાં રોજ તેમણે ઇઝરાઇલની સ્થાપનાની ઔપચારિક ઘોષણા કરી અને સ્વતંત્રતાનાં ઇઝરાઇલી ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરનારા પ્રથમ વ્યક્તિ બન્યાં
* આધ્યાત્મિક કાવ્યવિવેચનક્ષેત્રે ખેડાણ કરનાર ગુજરાતી ગઝલકાર રાજેશ જટાશંકર વ્યાસ ‘મિસ્કીન’નો અમદાવાદમાં જન્મ (1955)
તેઓ પીએચ.ડી.ની પદવી માટે ‘ગુજરાતી ગઝલ તેનાં વિવિધ પરિપ્રેક્ષ્યમાં' વિષય ઉપર મહાનિબંધ લખ્યો, ‘છોડીને આવ તું’, ‘કોઈ તારું નહીં', ‘એ પણ સાચું આ પણ સાચું’, ‘પહેલી નજર’, ‘બદલી જો દિશા’, ‘એ ઓરડો જુદો છે' - એમનાં ગઝલ સંગ્રહ છે
* અમેરિકન લેગોસિગ્રાફર, પાઠયપુસ્તકનાં પ્રણેતા, અંગ્રેજી ભાષાનાં જોડણી સુધારક, રાજકીય લેખક, સંપાદક અને "અમેરિકન શિષ્યવૃત્તિ અને શિક્ષણનાં પિતા" નોહ વેબસ્ટર જુનિયરનો જન્મ (1758)
* ઓડિશા રાજ્યના 14મા મુખ્ય પ્રધાન બનેલ નવીન પટનાયકનો જન્મ (1946)
* ‘The Picture of Dorian Gray’ નામની નવલકથા સાથે પ્રખ્યાત બનેલ નાટ્યકાર-હાસ્યકાર ઑસ્કર વિલ્ડેનો આયર્લેન્ડનાં ડબલિનમાં જન્મ (1854)
* પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી (1951)
* ઈન્ડિયા કનેક્ટેડ પુસ્તકના લેખક, પત્રકાર અને ટેલિવિઝન નિર્માતા રવિ અગ્રવાલનો જન્મ (1982)
* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા, ગાયક અને હોસ્ટ રાજીવ ખંડેલવાલનો જન્મ (1975)
* ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, પ્લેબેક ગાયક પૃથ્વીરાજ સુકુમારનનો તિરૂઅનાંથપુરમ ખાતે જન્મ (1982)
* તમિલ સિનેમામાં સંગીતકાર અને ગાયક અનિરુદ્ધ રવિચંદરનો જન્મ (1990)
* ભારતીય અભિનેતા, હાસ્ય કલાકાર, પટકથા લેખક અને નાટ્યકાર મોહન રંગાચારીનો જન્મ (1952)
* ભારતવંશી હરગોવિંદ ખુરાનાને દવા અને શરીરવિજ્ઞાન માટે દવામાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો (1968)
* પોલેન્ડના ક્રાકોવના કાર્ડિનલ કેરોલ જોઝેફ વોજટીલા, પોપ જોન પોલ II બન્યા (1978)
જે 16મી સદી પછીના પ્રથમ બિન-ઈટાલિયન પોપ અને સ્લેવિક દેશના પ્રથમ પોપ બન્યા
* આજે વિશ્વ ખાદ્ય દિવસ *