AnandToday
AnandToday
Wednesday, 12 Oct 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 13 ઓક્ટોબર

Today : 13 OCTOBER 

આજના દિવસની વિશેષતા
 
તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

* વિંસ્ટન ચર્ચિલ પછીનાં સૌથી જાણીતા બ્રિટિશ રાજકીય નેતા અને યુનાઇટેડ કિંગ્ડમનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બનનાર 'આયર્ન લેડી' બેરોનેસ માર્ગારેટ હિલ્દા થેચરનો લિંકનશાયરનાં ગ્રંથહામમાં જન્મ (1925)

બ્રિટનમાં 4 મે, 1979નાં રોજ માર્ગારેટ થેચરની વડાપ્રધાન પદે નિમણૂક કરવામાં આવી અને તેઓ 1990 સુધી આ પદ પર રહ્યાં તેઓ 20 મી સદીમાં એકમાત્ર બ્રિટિશ વડાપ્રધાન જેણે સતત ત્રણ વખત જીત મેળવી હતી અને રાજીનામું આપતી વખતે ઈ.સ.1827 પછી બ્રિટનનાં લાંબા સમય સુધી સતત વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યાં હતાં

* પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને ‘દાદાસાહેબ ફાળકે’ પુરસ્કારથી સન્માનિત અને ‘દાદામુની’ના નામથી પણ જાણીતા ભારતીય સિનેમા જગતનાં સૌથી શ્રેષ્ઠ અભિનેતામાંના એક અશોકકુમાર (કુમુદલાલ ગાંગુલી)નો પશ્ચિમ બંગાળનાં ભાગલપુર ખાતે જન્મ (1911)
ઈ.સ.1936માં આવેલી ફિલ્મ ‘જીવન નૈયા’થી અશોક કુમારની એક્ટિંગ કરિયરની શરૂઆત થઇ અને અશોકકુમાર હીરો બન્યા, અશોકકુમારે બોમ્બે ટોકિઝનાં બેનર હેઠળ ‘જીવન નૈયા’, ‘અછૂત કન્યા’, ‘કિસ્મત’, ‘ઇજ્જત’, ‘સાવિત્રી’ વગેરેમાં ખૂબ નામના મેળવી પછી 1949માં આવેલી ફિલ્મ ‘મહલ’એ અશોકકુમાર, મધુબાલા તથા લતા મંગેશકરનો સિતારો બુલંદ કરી દીધો 
તેમની ઈ.સ.1942માં રજૂ થયેલી ફિલ્મ ‘કિસ્મતે’ એક કરોડ રૂપિયાથી વધુ કમાણી કરતા પ્રથમ સુપરહીટ ફિલ્મ બની હતી
દાદામુનીને ‘રાખી’ અને ‘આશીર્વાદ’ માટે શ્રેષ્ઠ અભિનેતા અને ‘અફ્સાના’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનાં ફિલ્મફેર એવોર્ડ મળ્યાં હતાં 

* ટ્રાન્ઝિસ્ટરનાં શોધક વોલ્ટર હાઉસર બ્રેટેઈનનું અમેરિકામાં અવસાન (1987)
ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે કરેલાં સંશોધનો બદલ તેમને નોબેલ પ્રાઈઝ ઉપરાંત સ્ટુઆફ મેડલ પણ એનાયત થયેલો. 13 ઑક્ટોબર, નાં રોજ તેમનું  અવસાન થયું હતું.

* હિન્દી ફિલ્મોનાં ગાયક, અભિનેતા અને દિગ્દર્શક કિશોરકુમાર ગાંગુલીનું મુંબઈમાં અવસાન (1987)

* અગ્રણી સંસદીય નેતા, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, વખાણાયેલા વકીલ, હોમ રૂલ લીગ ચળવળ સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર ભુલાભાઈ દેસાઈનો ગુજરાતનાં વલસાડ પાસેનાં ભદેલી ગામમાં જન્મ (1877)
તેઓ લાલ કિલ્લા પર અજમાયશ હેઠળ રહેલા ત્રણ INA સૈનિકોના બચાવમાં ઘણા દિવસો સુધી કોઈપણ નોંધ વિના આપેલા તેમના ભાષણ માટે પણ જાણીતા છે

* રેમી ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ વર્કર રાજ શેટ્ટીનો જન્મ (1960)

* એચસીએલ ટેક્નોલોજીસના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી સી વિજયકુમારનો જન્મ (1967)

* ભારતના SOS ચિલ્ડ્રન્સ વિલેજના સ્થાપક, પ્રમુખ અને આશ્રયદાતા જગન નાથ કૌલનો જન્મ (1924)

* બૉલીવૂંડ ફિલ્મ અભિનેત્રી નિરૂપા રોયનું અવસાન (2004)

* તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી પૂજા હેગડેનો જન્મ (1990)

* મરાઠી ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં અભિનેત્રી સ્પૃહા જોશીનો જન્મ (1989)

* મલયાલમ ફિલ્મો અને જાહેરાત ફિલ્મોમાં અભિનેત્રી અને ગાયિકા આહાના કૃષ્ણાનો જન્મ (1995)