AnandToday
AnandToday
Tuesday, 11 Oct 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 12 ઓક્ટોબર

Today : 12 OCTOBER

આજના દિવસની વિશેષતા
  
તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

* ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષનાં નેતા ડૉ. રામ મનોહર લોહિયાનું નવી દિલ્હીમાં અવસાન (1967)
આઝાદી બાદ રામ મનોહર લોહિયા સમાજવાદી રાજનીતિ, લિંગભેદનો અંત, રાષ્ટ્રભાષા તરીકે હિન્દીનો પ્રચાર, નાતજાતનાં નિવારણ માટે ‘રોટી-બેટી’ વ્યવહારની હિમાયત જેવાં અનેક મુદ્દે સક્રિય રહ્યાં અને નેતાઓનાં ઉડાઉ ખર્ચાઓનો વિરોધ કર્યો હતો

* ભારતીય ક્રિકેટર (22 ટેસ્ટ અને 1 વનડે રમનાર) અને જમણા હાથનો બેટ્સમેન અશોક વિનુ માંકડનો મુંબઈમાં જન્મ (1946) 
અશોક માંકડ (44 ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર) ક્રિકેટર વિનુ માંકડના મોટા પુત્ર છે 

* પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ક્રાંતિકારિણી સમાજસેવિકા અને દાદાભાઈ નવરોજીનાં પૌત્રી પેરિનબેન કેપ્ટનનો ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લામાં આવેલા માંડવીમાં જન્મ (1888)

* ભારતીય ક્રિકેટર (10 ટેસ્ટ રમનાર) વિજય માધવ ઠાકર્સીનો જન્મ (1911) 

* ગુજરાતી સાહિત્યકાર પ્રહલાદ પારેખનો ભાવનગરમાં જન્મ (1912)
પ્રકૃતિ અને માનવપ્રેમનાં ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લયસમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા, ‘સાદ કરે છે!’ તેમનું પ્રખ્યાત કાવ્ય છે

* બંગાળી કવિયિત્રી, સામાજિક કાર્યકર્તા અને શિક્ષણવિદ્દ કામિની રોયનો બાંગ્લાદેશમાં જન્મ (1864)
કામિની બ્રિટિશ શાસનકાળ દરમિયાન 1886માં બેથ્યુન કૉલેજમાંથી સંસ્કૃતમાં સ્નાતકની ડિગ્રી મેળવી બ્રિટિશ ભારતનાં પ્રથમ મહિલા બન્યાં હતાં,  તે સમયે કામિની રોય એટલે કોઇ ભારતીય મહિલાએ આટલી શિક્ષા પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો હતો

* કેમેરાનાં લેન્સ, જાસુસી માટેનાં કેમેરા, વિમાનની બારીઓ અને ફિલ્મોનાં શૂટિંગ માટે વપરાતા અદ્રશ્ય કાચનાં અમેરિકન શોધક  કેથેરીન બ્લોગેટનું અવસાન (1979)

* ડાન્સર અને ટીવી વ્યક્તિત્વ શક્તિ મોહનનો જન્મ (1985)
તે ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2 ની વિજેતા અને 2015થી ડાન્સ પ્લસમાં કેપ્ટન છે 

* હિન્દી અને તમિલ ભાષાની ફિલ્મોમાં અભિનેત્રી અક્ષરા હાસનનો જન્મ (1991) 
તે અભિનેતા કમલ હાસન અને સારિકા ઠાકુરની પુત્રી અને શ્રુતિ હાસનની નાની બહેન છે 

* તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં અભિનેત્રી મીનાક્ષી દીક્ષિતનો જન્મ (1993)

* હિન્દી ટીવી એક્ટર, એન્કર, મોડલ અને ડાન્સર હુસૈન કુવાજેરવાલાનો જન્મ (1977)

* દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અભિનેત્રી સુહાસિની રાજારામ નાયડુ (સ્નેહા)નો જન્મ (1981)

* મલયાલમ સિનેમામાં અભિનેતા અને દિગ્દર્શક સૌબિન શાહીરનો જન્મ (1983)