AnandToday
AnandToday
Tuesday, 11 Oct 2022 00:00 am
AnandToday

AnandToday

આજે તા. 11 ઓક્ટોબર 

Today : 11 OCTOBER 

આજના દિવસની વિશેષતા  

તારીખ તવારીખ 

સંકલન : વિજય એમ. ઠક્કર

 

હિન્દી ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન (ઇન્કલાબ શ્રીવાસ્તવ)નો ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદમાં જન્મ (1942)

તેમનાં પિતા હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યક્ષેત્રે જાણીતાં કવિ હતાં અને માતા તેજી બચ્ચનને થીએટરમાં ખૂબ રસ હતો અને તેમને ફિલ્મમાં પણ ઓફર થઈ હતી
‘એન્ગ્રી યંગ મેન’, ‘શહેનશાહ ઑફ બોલિવૂડ’, ‘મિલેનિયમ સ્ટાર’ અને ‘બીગ બી’ જેવાં ઉપનામથી પ્રખ્યાત અમિતાભ બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી સાથે 1973માં લગ્ન કર્યા, તેમને બે બાળકો શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન છે
1969માં ખ્વાજા અબ્બાસ એહમદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’ દ્વારા ફિલ્મક્ષેત્રે પ્રવેશ કર્યો અને આ ફિલ્મ માટે બચ્ચનને શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રિય ફિલ્મ પારિતોષિક મળ્યો હતો
બોક્સઓફિસ પર સફળતા મળી હોય તેવી તેમની હીરો તરીકેની આ પ્રથમ ફિલ્મ, દિગ્દર્શક પ્રકાશ મેહરાની ફિલ્મ ઝંઝીર (1973)માં ઇન્સ્પેક્ટર વિજય ખન્નાની મુખ્ય ભૂમિકામાં અભિનય કર્યો, જે ફિલ્મે અમિતાભને એક નવી ઓળખ - ધ ‘એન્ગ્રી યંગમેન’ તરીકે આપી
કૂલી ફિલ્મનાં શૂટિંગ વખતે 1982માં અમિતાભ બચ્ચનને સહ અભિનેતા પુનીત ઇસ્સર સાથે ફાઇટિંગ સીન કરતી વખતે આંતરડામાં ગંભીર ઇજા થઈ હતી
ઈ.સ.2000નાં વર્ષમાં બચ્ચનનાં ટેલીવિઝન ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ લોકચાહના મળી
તેમની કારકીર્દીમાં 200થી વધુ ભારતીય ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યાં છે 
ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક અને બાર ફિલ્મફેર પારિતોષિક મેળવનાર અમિતાભ બચ્ચને પાર્શ્વગાયક, ફિલ્મ નિર્માતા અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ ઈ.સ.1984 થી 1987 દરમિયાન ભારતીય સંસદનાં ચૂંટાયેલા સભ્ય હતાં
ભારત સરકાર દ્વારા 1984માં ‘પદ્મશ્રી’, 2001માં ‘પદ્મ ભૂષણ’, 2015માં ‘પદ્મ વિભૂષણ’થી અને 2018માં ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યાં છે

* ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ગુજરાતનાં સુરતમાં જન્મ (1993)
તેમણે 2016માં વનડે અને ટી-20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યા બાદ 2017માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હાર્દિક પંડ્યાએ 2020માં સર્બિયાની નાગરિક અને બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટૈનકોવિચ સાથે દુબઇમાં સગાઇ કરી

* ‘પદ્મ વિભૂષણ’ અને ‘ભારતરત્ન’(મરણોત્તર)થી સન્માનિત ભારતનાં સમાજ સુધારક નાનાજી દેશમુખ (ચંડિકાદાસ અમૃતરાવ દેશમુખ)નો મહારાષ્ટ્રનાં હિંગોલી જિલ્લાનાં કડોલીમાં જન્મ (1916)
તેમણે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ આત્મનિર્ભરતાનાં ક્ષેત્રમાં કામ કર્યું અને તેઓ ભારતીય જનસંઘનાં નેતા હતાં અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે પણ જોડાયેલાં હતાં
તેઓ 1977 થી 1979 દરમ્યાન લોકસભામાં સંસદસભ્ય અને 1999 થી 2005 દરમ્યાન રાજ્યસભાનાં સભ્ય રહ્યાં

* ગુજરાત વિદ્યાપીઠનાં 1937-1961 (મહામાત્ર) સુધી કુલસચિવ રહેલ રાષ્ટ્રીય કેળવણીકાર અને ગાંધીવાદી મગનભાઈ પ્રભુભાઈ દેસાઈનો જન્મ (1899)

* સુપર કોમ્પ્યુટીંગમાં ભારતની રાષ્ટ્રીય પહેલનાં આર્કિટેક્ટ - કમ્પ્યુટર વૈજ્ઞાનિક, આઇટી નેતા અને શિક્ષણવિદ્ વિજય પાંડુરંગ ભટકરનો મહારાષ્ટ્રનાં અકોલામાં જન્મ (1946)
પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત ભટકરએ પરમ સુપર કમ્પ્યુટરનો વિકાસ કર્યો

* ભારતીય ક્રિકેટર (12 ટેસ્ટ અને 15 વનડે રમનાર) સંજય બાંગર નો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1972)

* તમિલ કવિ, નવલકથાકાર અને સામાજિક કાર્યકર સેમ્યુઅલ વેદનાયાગમ પિલ્લઈનો જન્મ (1826)

* ગુજરાતી ભાષાના સંપાદક અને વ્યાકરણકાર કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીનો જન્મ (1857)

* સિક્કિમ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી (1975-79)  કાઝી લેંડુપ દોરજીનો જન્મ (1904)

* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગમાં અભિનેતા રોનિત બોસ રોયનો જન્મ (1965)

* મરાઠી ફિલ્મ અભિનેત્રી અને લેખક નિશિગંધા વાડનો જન્મ (1969)

* એકતા કપૂરની કિતની મોહબ્બત હૈમાં અર્જુન પુંજની ભૂમિકા માટે જાણીતા હિન્દી ટેલિવિઝન અભિનેતા કરણ કુન્દ્રાનો જન્મ (1984)

* ઈન્ટરનેશનલ ડે ઑફ ધ ગર્લ ચાઈલ્ડ *