* મેગ્સેસે એવોર્ડ અને ‘ભારતરત્ન’(મરણોત્તર)થી સન્માનિત ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, સમાજવાદી અને મહાન ગાંધીવાદી રાજકીય નેતા લોકનાયક જયપ્રકાશ નારાયણનું બિહારનાં પટના ખાતે અવસાન (1979)
સ્વાતંત્ર્ય સેનાની અને રાજનેતા જેપીએ દેશમાં ઘર કરી ગયેલાં ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓથી દેશને આઝાદ કરાવવા તેમણે તેમનું જીવન ખર્ચી નાખ્યું
જયપ્રકાશ નારાયણે 5 જૂન, 1975નાં રોજ પટનાનાં ગાંધી મેદાન ખાતે વિદ્યાર્થીઓ અને યુવાનોની એક મોટી રેલી તૈયાર કરીને એક આંદોલનની શરૂઆત કરી તે આંદોલનનું નામ સંપૂર્ણ ક્રાંતિ રાખવામાં આવ્યું હતું
તેમનાં આંદોલનનાં પગલે તત્કાલીન સમયની ઇન્દિરા ગાંધી સરકાર ખળભળી ઉઠી અને 25 જૂન, 1975નાં રોજ દેશમાં કટોકટી જાહેર કરી હતી
18 જાન્યુઆરી, 1977નાં રોજ દેશમાં કટોકટીને હટાવવામાં આવી અને દેશમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. આ ચૂંટણીમાં જેપીનાં સંગઠનથી જનતા પાર્ટીને જોરદાર સફળતા મળી અને દેશમાં પહેલીવાર કૉંગ્રેસ સિવાયની સરકાર સત્તા ઉપર આવી
* હિન્દી અને ઉર્દુકથા સાહિત્યને નૂતન દિશા આપનાર આધુનિક હિન્દુસ્તાની સાહિત્ય માટે પ્રખ્યાત લેખક મુનશી પ્રેમચંદ (ધનપતરાય શ્રીવાસ્તવ)નું અવસાન (1936)
તેમણે 15 નવલકથા, 300 વાર્તા ઉપરાંત નાટકો, ચરિત્રો, અનુવાદ જેવાં વિવિધ પ્રકારનાં સાહિત્યનું સર્જન કર્યું છે, ગોદાન, પ્રતિજ્ઞા, નિર્મલા, ગબન, શતરંજ કે ખિલાડી, ઇદગાહ વગેરે પ્રેમચંદની કેટલીક યાદગાર કૃતિઓ છે
* ગુજરાતના રાજ્યપાલ તરીકે સેવા આપનાર નવલ કિશોર શર્માનું અવસાન (2012)
* બૉલીવૂડ ફિલ્મ નિર્માતા અને ડિઝાઇનર ગૌરી ખાનનો જન્મ (1970)
તેમના લગ્ન અભિનેતા શાહરુખ ખાન સાથે થયા છે
* ભારતીય ફિલ્મ અભિનેતા રાજ કુમારનો જન્મ (1962)
* તેલુગુ સિનેમામાં નિર્દેશક, પટકથા લેખક, નિર્માતા મારુતિ દાસારીનો જન્મ (1981)
* હિન્દી ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને અભિનેત્રી મોના સિંઘનો જન્મ (1981)
* તેલુગુ સિનેમામાં અભિનેત્રી, નિર્માતા અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા લક્ષ્મી મંચુનો જન્મ (1977)
* હિન્દી અને બંગાળી ફિલ્મોમાં અભિનેતા રાજેશ શર્માનો જન્મ (1980)
* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી સમેક્ષાનો જન્મ (1985)
* તેલુગુ સિનેમા, તમિલ સિનેમા અને કન્નડ સિનેમામાં અભિનેત્રી અર્ચના શાસ્ત્રીનો જન્મ (1989)
* સંગીત નાટક અકાદમી ફેલોશિપ, પદ્મવિભૂષણથી સન્માનિત ભારતીય સંગીતજગતનાં પ્રતિભાવાન કલાકાર અલ્લાઉદ્દીન ખાનનો બાંગ્લાદેશમાં જન્મ (1862)