વિનોદ ખન્નાની પહેલી ફિલ્મ 'મન કા મીત' ફિલ્મમાં વિલન તરીકે અભિનય કર્યો અને ત્યારબાદ એક જ અઠવાડિયામાં વિનોદ ખન્નાએ 15 ફિલ્મ્સ સાઈન કરી હતી
ઓશોથી પ્રભાવિત વિનોદ મોટા-ભાગે પુનામાં ઓશોના આશ્રમમાં જ રહેતા તેમનું પારિવારિક જીવન અસ્ત-વ્યસ્ત થયું હતું
1987માં વિનોદ ખન્નાએ ફિલ્મ 'ઈન્સાફ'થી બોલિવૂડ એન્ટ્રી કરી હતી. બીજીવાર ફિલ્મી કરિયર શરૂ કર્યા બાદ
વિનોદ ખન્નાએ પ્રથમ લગ્ન ગીતાંજલિ સાથે અને કવિતા સાથે બીજા લગ્ન કર્યાં હતાં
ભાજપનાં સભ્ય બન્યા બાદ વિનોદ ખન્ના રાજકારણમાં આવ્યા અને તેઓ ગુરદાસપુર મતવિસ્તારથી 1998 થી 2009 અને 2014 થી 2017 દરમ્યાન સાંસદ રહ્યાં, જુલાઈ, 2002 થી જાન્યુઆરી, 2003 દરમિયાન કેબિનેટમાં સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન અને વિદેશ રાજ્યમંત્રી રહ્યાં
* વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રમાં ભારતનાં મહાન વૈજ્ઞાાનિકો પૈકીનાં એક ડૉ. મેઘનાદ સાહાનો બાંગ્લાદેશમાં જન્મ (1893)
તારાઓની ભૌતિક અને રાસાયણિક સ્થિતિની વ્યાખ્યા કરતી સાહા સમીકરણ પદ્ધતિની શોધ મેઘનાદ સાહાએ કરી અને મેઘનાદ સાહાએ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ પણ બનાવ્યું હતું
ભૌતિકશાસ્ત્રમાં સંશોધન વેળા સર્જાયેલ સમસ્યાનાં સમાધાન રૂપે એમણે ‘થિયરી ઑફ થર્મલ આયોનાઇઝેશન’ નામનો શોધ નિબંધ રજૂ કર્યો, જેનાં સૂત્રોનાં કારણે વિશ્વભરનાં ખગોળશાસ્ત્રીઓ ગરમી, દબાણ જેવી બાબતો અંગે જાણકારી મેળવી શકાઈ
એમણે ‘ઈન્સ્ટિટયૂટ ઑફ ન્યુક્લિઅર ફિઝિક્સ’ની સ્થાપના કરી અને એમણે પથ્થરની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ વિકસાવી, અગ્નિકરણ અને અગ્નિનાં સપ્તરંગી કિરણ અંગેનો સિદ્ધાંત શોધ્યો
તેમને ‘કલિંગ પુરસ્કાર’, ‘ગ્રિફિથ પુરસ્કાર’ સહિત અનેક માન-સન્માનો મળ્યાં હતાં
* ભારતમાં હરિયાણા રાજ્યનાં ત્રણ વખત મુખ્યપ્રધાન બનેલ પૂર્વ કેન્દ્રીય કૃષિપ્રધાન ભજનલાલ બિશ્નોઇનો પાકિસ્તાનમાં જન્મ (1930)
* અંગ્રેજ સરકારે ‘મહામહોપાધ્યાય’ અને ભારત સરકારના ‘પદ્મભૂષણ’ ગૌરવથી સન્માનિત મહારાષ્ટ્રનાં ભીષ્માચાર્ય ‘દાદાસાહેબ’ દત્તોપંતનું પૂણેમાં અવસાન (1979)
પૂણે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહ્યા અને રાષ્ટ્રભાષા હિન્દીનાં પ્રચાર-પ્રસાર માટે તેમને સવિશેષ યોગદાન આપ્યું, ‘યુનેસ્કો’માં ભારતનાં પ્રતિનિધિ તરીકે તેમનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું
* રેલવેની એર બ્રેકનાં શોધક જ્યોર્જ વેસ્ટિંગહાઉસનો અમેરિકાનાં ન્યુયોર્ક રાજ્યમાં સેન્ટ્રલ બ્રિજ ખાતે જન્મ (1846)
એક સમયે ટ્રેનને બ્રેક મારવા માટે દરેક ડબામાં અલગ બ્રેકમેન રાખવા પડતાં, ત્યારે વેસ્ટિંગહાઉસે આ મુશ્કેલી નિવારવા હવાનાં દબાણનાં આધારે કામ કરતી એર બ્રેકની શોધ કરી હતી
તેમણે રોટરી સ્ટીમ એન્જિન, રેલવે સિગ્નલમાં ઘણાં સુધારા સહિતઘણાં બધાં મશીનો બનાવેલાં
* ગાંધીયુગના ગુજરાતી વિવેચક, સાહિત્ય-સંશોધક ભૃગુરાય દુર્લભજી અંજારિયાનો રાજકોટમાં જન્મ (1913)
* સ્કોટિશ રાજકારણી, ઇતિહાસકાર અને બ્રિટીશ ભારત સરકાર સાથે સંકળાયેલ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફીન્સ્ટન્ટનો સ્કોટલેન્ડમાં જન્મ (1779)
તેઓ બોમ્બેનાં રાજ્યપાલ તરીકે 1 નવેમ્બર, 1819 થી 1 નવેમ્બર 1827 દરમ્યાન રહ્યાં અને ભારતમાં રાજ્ય શિક્ષણ પ્રણાલીનાં સ્થાપક તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ભારતમાં શિક્ષણને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપ્યું
* બિહારના 23મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપનાર રાજકારણી જીતન રામ માંઝીનો જન્મ (1944)
* હિન્દી સિનેમા અને ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા સંજય મિશ્રાનો જન્મ (1963)
* ભારતીય ટેલિવિઝન હોસ્ટ, અભિનેતા અને ગાયક મેયાંગ ચાંગનો જન્મ (1982)
* મલયાલમ અને તમિલ ફિલ્મોમાં અભિનેત્રી સુકુમારીનો જન્મ (1940)