* વકીલ, સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રવાદી, રાજકીય નીતિશાસ્ત્રી અને ભારતનાં રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી (બાપુ) ‘મહાત્મા ગાંધી’નો પોરબંદરમાં જન્મ (1869)
પોરબંદરમાં તેમનાં જન્મસ્થાનને ‘કીર્તિમંદિર’નાં નામથી અને તેમની સમાધિ ‘રાજઘાટ’નાં નામે ઓળખાય છે, ગાંધીજીનાં પોતાનાં આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેને માનતાં હતાં
અંગ્રેજોની ગુલામી સામે ભારતનાં સ્વતંત્રતા સંગ્રામમાં લાખો ભારતીયોને શાંતિપૂર્ણ સંઘર્ષની પ્રેરણા મહાત્મા ગાંધીનાં સત્યનાં શસ્ત્ર અંગેના વિચાર અને નેતૃત્વને કારણે મળી
દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ઈ.સ.1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યાં અને દેશનાં ભ્રમણ બાદ ગાંધીજીએ 20 મે, 1915નાં દિવસે અમદાવાદનાં કોચરબમાં ‘સત્યાગ્રહ’ આશ્રમની સ્થાપના કરી અને 17 જૂન, 1917 તેઓ સાબરમતી નદીનાં કિનારે સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી
ખેડા સત્યાગ્રહ (1917-1918), રૉલેટ એક્ટ(1919), ખિલાફત આંદોલન, અસહકાર આંદોલન (1920-1922), બારડોલી સત્યાગ્રહ(1928), સવિનય કાનૂનભંગની ચળવળચળવળ(1930) અંતર્ગત દાંડીકૂચ (1930), ગોળમેજી પરિષદો, વ્યક્તિગત સત્યાગ્રહ(1940), હિંદછોડો આંદોલન (1942) વગેરે મુખ્ય સત્યાગ્રહ છે
18 ઑક્ટોબર, 1920નાં રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી
ગાંધીજી આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક અને અનુવાદક પણ હતાં. એમનું પુસ્તક ‘સત્યનાં પ્રયોગો’ (આત્મકથા) (1927) વિશ્વ સાહિત્યમાં મહત્વનું પ્રદાન છે
‘દક્ષિણ આફ્રિકાનાં સત્યાગ્રહનો ઈતિહાસ’, ‘હિંદ સ્વરાજ’ (કિલ્ડનન કેસલ જહાજ પર હિન્દ સ્વરાજ્ય લખ્યું હતું, 13-22 નવેમ્બર, 1909), ‘મંગલપ્રભાત’, ‘સત્યાગ્રહનો ઈતિહાસ’, ‘મારો જેલનો અનુભવ’, ‘સર્વોદય’, ‘યરવડાના અનુભવ’, ‘નીતિનાશને માર્ગે’, ‘ગીતાબોધ’, ‘અનાસકિતયોગ’, ‘આરોગ્યની ચાવી’, ‘ગોસેવા’, ‘વર્ણવ્યવસ્થા’, ‘ધર્મમંથન’, ‘વ્યાપક ધર્મભાવના’, ‘ખરી કેળવણી’, ‘કેળવણીનો કોયડો’, ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ વગેરે એમનાં અનેક પુસ્તકો છે
* ‘ભારતરત્ન’થી સન્માનિત અને આઝાદ ભારતનાં બીજા વડાપ્રધાન શ્રી લાલ બહાદુર (શ્રીવાસ્તવ) શાસ્ત્રીનો ઉત્તરપ્રદેશનાં વારાણસી પાસેના મુગલસરાયમાં જન્મ (1904)
વિનમ્ર, દ્રઢ, સહિષ્ણુ તેમજ જબરદસ્ત આંતરિક શક્તિવાળા શાસ્ત્રીજીનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું અને અહીં તેમને શાસ્ત્રીની ઉપાધિ મળી હતી જે આજીવન તેમના નામ સાથે જોડાયેલી રહી
એક રેલવે દુર્ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હતાં, જેના માટે પોતાને જવાબદાર ઠેરવતા તેમણે રેલવે મંત્રીનાં પદેથી રાજીનામું આપી દીધું અને દેશ તેમજ સંસદે તેમની આ અભૂતપૂર્વ પહેલને બિરદાવી હતી
વર્ષ 1952, 1957 તેમજ 1962ની સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીની નિર્ણાયક તેમજ જબરદસ્ત સફળતામાં તેમની સંગઠનની પ્રતિભા તેમજ વસ્તુને નજીકને પારખવાની અદભુત ક્ષમતાનું ખૂબ મોટું યોગદાન હતું
તેમણે કહ્યું હતું કે ‘મહેનત પ્રાર્થના કરવા બરાબર છે.’ તેમનો નારો "જય જવાન, જય કિસાન" યુદ્ધ દરમિયાન ખૂબ પ્રખ્યાત થયો હતો અને આજે પણ પ્રખ્યાત છે
તા. 9 જૂન, 1964 થી 11 જાન્યુઆરી, 1966 દરમિયાન તેઓ વડાપ્રધાન રહ્યાં અને
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965માં યુદ્ધ છેડાયું હતું ત્યારે ભૂખમરો અને અનાજની અછત હતી ત્યારે આ સંકટમાં શાસ્ત્રીજીએ પોતાનો પગાર લેવાનું છોડ્યું, ઘરના નોકરોને પણ કામ પર ન આવવાનું કહીને બધુ કામ જાતે કરવા લાગ્યા હતાં
11 જાન્યુઆરી, 1966નાં રોજ તેમનું અવસાન તાશ્કંદમાં થયું હતું. 10 જાન્યુઆરી 1966નાં રોજ પાકિસ્તાન સાથે શાંતિ અંગેનાં કરારનાં કર્યાનાં માત્ર 12 કલાક પછી તાશ્કંદમાં અચાનક તેમનું અવસાન થયું, તેમનું મૃત્યુ આજે પણ એક રહસ્ય સમાન છે
* દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેત્રી, દિગ્દર્શક અને નિર્માતા આશા પારેખનો જન્મ (1942)
* કપૂરથલાના રાજવી પરિવારના ગાંધીવાદી, સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર રાજકુમારી અમૃત કૌરનું અવસાન (1964)
દેશની પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી રહેલ અમૃત કૌર દેશની આઝાદી બાદ તે ભારતીય કેબિનેટમાં દસ વર્ષ સુધી આરોગ્ય મંત્રી હતા
તેઓ 1957 થી 1964 માં તેમના મૃત્યુ સુધી રાજ્યસભાના સભ્ય હતા
તેમને 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન'ના પ્રમુખ 1950માં બનાવવામાં આવ્યા, જે સન્માન મેળવનારી તે પ્રથમ એશિયન મહિલા હતા
* રામકૃષ્ણ વેદાંત મઠના સ્થાપક અને 19મી સદીના રહસ્યવાદી રામકૃષ્ણ પરમહંસના સીધા શિષ્ય સ્વામી અભેદાનંદનો જન્મ (1866)
* ‘ભારત રત્ન’થી (મરણોત્તર) સન્માનિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સંસ્થાપક નેતા અને કાબેલ રાજપુરૂષ કુમારસ્વામી કામરાજ નાદરનું અવસાન (1975)
જવાહરલાલ નહેરુનાં મૃત્યુ બાદ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પક્ષનાં સંચાલનમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી
એમણે જવાહરલાલ નેહરુને સૂચન કર્યું કે, કોંગ્રેસનાં સિનિયર પ્રધાનોએ પોતાનાં હોદ્દા પરથી રાજીનામું ધરી રચનાત્મક કાર્યમાં લાગી જવું. આ યોજના ‘કામરાજ યોજના’ તરીકે અમલી બની હતી. ‘સરકાર પહેલાં પક્ષ’ એ સૂત્રથી કામરાજે કૉંગ્રેસનાં સભ્યોને પક્ષ સંગઠન માટે દિશાદર્શન કરાવ્યું હતું
કામરાજ 1954-1963 દરમિયાન મદ્રાસ રાજ્યનાં (વર્તમાન તમિલનાડુ) ત્રીજા મુખ્યમંત્રી તેમજ 1952-1954 અને 1966-1975 દરમિયાન લોકસભાનાં સાંસદ રહ્યાં
* ઈન્ડિયન સુપર લીગમાં ચેન્નાઈન એફસી માટે ડિફેન્ડર તરીકે રમતા ભારતીય પ્રોફેશનલ ફૂટબોલર ઝોહમિંગલિયાના રાલ્ટેનો જન્મ (1987)
* નેટબોલ અને બાસ્કેટબોલ ભારતીય ખેલાડી અને અભિનેત્રી પ્રાચી તેહલાનનો જન્મ (1993)
* ભારતીય ભૂમિસેનાની આસામ રેજિમેન્ટનાં સૈનિક હવાલદાર હંગપન દાદાનો અરુણાચલપ્રદેશનાં બોર્દુરિયામાં જન્મ (1979)
આતંકવાદીઓ સામે લડતી વખતે જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલાં હવાલદાર હંગપન દાદાને બહાદુરી, હિંમતવાન ક્રિયા અને આત્મ બલિદાન માટે સર્વોચ્ચ શાંતિ સમયનો લશ્કરી વીરતા પુરસ્કાર અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો અને તેઓ 27 મે, 2016નાં રોજ જમ્મુ અને કાશ્મીરમાં શહીદ થયાં હતાં.
* પ્રગતિશીલ ડાબેરી અને નારીવાદી ભારતીય રાજકારણી અને સુધારક લીલા રોયનો જન્મ (1900)
* નોબેલ ગેસની શોધ માટે રસાયણવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મેળવનારા વિજ્ઞાની સર વિલિયમ રામસેનો સ્કોટલેન્ડનાં ગ્લાસગો ખાતે જન્મ (1852)
તેમણે નોબેલ ગેસ (વિવિધ વાયુઓનો સમૂહ જેઓ મહદઅંશે એક જેવાં જ લક્ષણો ધરાવે છે- હિલિયમ, નિઓન, ઝેનોન, આર્ગોન, ક્રિપ્ટોન અને રેડોન)ની શોધ કરી
વૈજ્ઞાનિક સંશોધનમાં તેમની વિદ્વતાને ધ્યાનમાં લઈને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ માટે તેમને સલાહકાર તરીકે નીમવામાં આવ્યાં હતાં. આઈઆઈએસ માટે બેંગ્લોર શ્રેષ્ઠ સ્થળ છે, એવું સૂચન પણ તેમણે જ કર્યું હતું
* ભારતીય ફિલ્મ દિગ્દર્શક તપન સિંહાનો જન્મ (1924)
જેમણે સત્યજીત રે, ઋત્વિક ઘટક અને મૃણાલ સેન સાથે સુપ્રસિદ્ધ ચોકડી બનાવી હતી
* હિન્દી, ગુજરાતી, તમિલ, મરાઠી અને તેલુગુ સિનેમામાં ફિલ્મ, સ્ટેજ અને ટેલિવિઝન અભિનેતા કે કે મેનનનો જન્મ (1966)
* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા રોહિત રોયનો જન્મ (1968)
* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી હિના ખાનનો જન્મ (1987)
* સ્ટેજ એક્ટર અને થિયેટરના સ્થાપક સિસિર ભાદુરીનો જન્મ (1889)