દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ઉજવવામાં આવે છે. જે લોકો કોફીના બિઝનેસ સાથે જોડાયેલા છે તે લોકોને પ્રોત્સાહન આપવા માટે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોફી ડે ની ઉજવણી સૌપ્રથમ 2015 માં ઇટાલીના મિલાનમાં ઇન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશ દ્વારા વિશ્વ કોફી દિવસનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને ત્યારથી, 1 ઓક્ટોબર કોફી ડે તરીકે ઉજવવામાં આવતો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ડિપ્રેશન અને અસ્વસ્થતા સામે લડવા કોફી ફાયદાકારક ?
* ભારતનાં 14માં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો ઉત્તરપ્રદેશ રાજ્યનાં કાનપુર જિલ્લાનાં પરાઉંખ ગામમાં જન્મ (1945)
25 જુલાઈ, 2017નાં રોજ ભારતનાં 14માં રાષ્ટ્રપતિ તરીકે તેમણે શપથ લીધા અને વ્યવસાયે વકીલ તરીકે તેઓ સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળતાં પહેલાં બિહાર રાજ્યનાં રાજ્યપાલ હતાં
રામનાથ કોવિંદ એપ્રિલ, 1994થી ઉત્તરપ્રદેશથી રાજ્યસભાનાં ઉપલા ગૃહનાં રાજ્યસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા હતાં. માર્ચ, 2006 સુધી તેમણે સતત છ વર્ષ માટે બે વખત સેવા આપી
* પદ્મશ્રીથી સન્માનિત અને સૌથી સફળ અને પ્રભાવશાળી બોલિવૂડ ફિલ્મ સંગીત નિર્દેશક અને ગાયક સચિન દેવ (એસ.ડી.) બર્મનનો પશ્ચિમ બંગાળનાં કોમિલ્લા ખાતે જન્મ (1906)
* દાદાસાહેબ ફાળકે એવૉર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મોનાં પ્રસિદ્ધ ગીતકાર અને ઉર્દૂ ભાષાનાં શ્રેષ્ઠ શાયર મજરુહ સુલ્તાનપુરી (અસર હુસેનખાન)નો યુપીનાં નિઝામાબાદ ખાતે જન્મ (1919)
દેશ, સમાજ અને સાહિત્યને એક નવી દિશા આપનાર મજરૂહએ નૌશાદ થી લઈને એ. આર. રહેમાન સુધીનાં અનેક મ્યુઝિક ડાયરેક્ટર સાથે કામ કર્યું અને તેમને ફિલ્મ દોસ્તીમાં ‘ચાહુંગા મેં તુઝે ’ માટે 1965માં ફિલ્મફેરનો શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો
સુલતાનપુરી હિન્દી સિનેમા જગતનાં પહેલા ગીતકાર છે, જેમને દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવામાં આવ્યો હોય અને જીવનનાં 50 વર્ષ સિનેજગતને સમર્પણ કર્યા અને 350થી વધુ ફિલ્મોનાં ગીત લખ્યાં છે
* શિક્ષણવિદ, મહિલા અધિકાર કાર્યકર્તા અને ભારતની આઝાદી માટે લડનાર સેવાભાવી આયરીશ મહિલા શ્રીમતી એની બેસન્ટનો લંડનમાં જન્મ (1847)
એની બેસન્ટ ભારતની ધરતી સાથે લગાવ રાખનાર સમાજસેવિકા, લેખિકા અને સ્વાતંત્ર્ય સેનાની હતાં
તેઓ ભારત દર્શન અને હિંદુ ધર્મ પ્રત્યે ખૂબ આકર્ષાયા હતાં
એની બેસન્ટે ભારતીય સંસ્કૃત્તિમાં ગૌરવની પુન: સ્થાપના કરીને તેમજ લોકોની રાષ્ટ્રીય ભાવના વિકસાવીને તેમણે ભારતીય સમાજ અને દેશની અમૂલ્ય સેવા કરી અને 100 જેટલા પુસ્તકો ઉપરાંત વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જન તેમનાં દ્વારા થયું
હિંદમાં રહીને કરેલું કાર્ય એટલું પ્રેરક હતું અને લોકમાન્ય ટિળક સાથે મળીને 1916માં હોમ રૂલ લીગ ચળવળ શરૂ કરી, 1917માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા, એનીએ ભારતમાં સ્કાઉટ ચળવળની પણ સ્થાપના કરી હતી
* ભારતીય ઉદ્યોગપતિ આદિત્ય વિક્રમ બિરલાનું અવસાન (1995)
* ભારતીય ડૉક્ટર, પરોપકારી અને સ્વદેશી ઉદ્યોગસાહસિક નીલરતન સિરકારનો જન્મ (1861)
* FIA ફોર્મ્યુલા 2 ચેમ્પિયનશિપમાં ભાગ લેતા ભારતીય રેસિંગ ડ્રાઈવર જેહાન દારુવાલાનો જન્મ (1998)
* પ્લેબેક ગાયક, અભિનેતા, ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, નિર્માતા વિનીત શ્રીનિવાસનનો જન્મ (1984)
* ભારતીય ફિલ્મ અભિનેતા અને નિર્માતા શિવાજી ગણેશનનો જન્મ (1928)
* તેલુગુ 1000 થી વધુ ટોલીવુડ ફિલ્મોમાં કોમિક અભિનેતા રહેલ અલ્લુ રામલિંગૈયાનો જન્મ (1922)
* હિન્દી ફિલ્મો, ટીવી સિરિયલો અને વેબ સિરીઝમાં ભૂમિકાઓ ભજવતા અભિનેતા મહેશ ઠાકુરનો જન્મ (1969)
* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી શ્રદ્ધા નિગમનો જન્મ (1979)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને મોડલ અનુષ્કા રંજનનો જન્મ (1990)
* મદ્રાસથી વિભાજિત કરી આંધ્ર પ્રદેશ રાજ્યની રચના કરાઈ (1953)