* ગુજરાતી લોકગાયક મણીરાજ બારોટનું 42 વર્ષની વયે રાજકોટ ખાતે અવસાન (2006)
તેઓ ઉત્તર ગુજરાતના પાટણ પાસે આવેલા બાલવા ગામના મૂળ વતની અને તૂરી બારોટ લોકો દ્વારા ભવાઇ વેશમાં ગવાતા સનેડો નામનાં લોકગીતનાં એક પ્રકારને જગતભરમાં પ્રખ્યાત કરવાનું બહુમાન તેમનાં ફાળે જાય છે
* મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ, પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતની શોટપુટ અને ભાલા ફેંકની ખેલાડી દીપા મલિકનો સોનપત ખાતે જન્મ (1970)
તેણીએ કારકિર્દી 30 વર્ષની ઉંમરે શરૂ કરી અને તે પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે અને 2016 સમર પેરાલિમ્પિક્સમાં શોટ પુટમાં સિલ્વર મેડલ જીત્યો હતો
તેણીએ 2018 માં દુબઈમાં આયોજિત પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિકસમાં F-53/54 જેવલિન ઇવેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો
* પદ્મ વિભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત ભારતીય સિનેમાના મહાન ફિલ્મ નિર્માતાઓમાંના એક સફળ ફિલ્મ નિર્દેશક, સંપાદક અને લેખક હૃષિકેશ મુખર્જીનો જન્મ (1922)
તેમની યાદગાર ફિલ્મોમાં અનારી, સત્યકામ, ચુપકે ચુપકે, અનુપમા, આનંદ, અભિમાન, ગુડ્ડી, ગોલમાલ, મઝલી દીદી, ચૈતાલી, આશીર્વાદ, બાવર્ચી, ખુબસૂરત, કિસી સે ના કહેના અને નમક હરામનો સમાવેશ થાય છે
* ભારતીય ન્યાયવિદ, રાજનીતિજ્ઞ અને કેબિનેટ મંત્રી મોહમ્મદઅલી કરીમ ચાગલાનો મુંબઈમાં જન્મ (1900)
મુંબઈ હાઈકોર્ટ છોડ્યાં પછી મુંબઈ યુનિવર્સિટીમાં કુલપતિ પદે રહ્યાં અને વિદ્યાકીય સંસ્થાઓને તેમણે નવો રાહ બતાવ્યો. કાયદાનાં ક્ષેત્રમાં રહેલી ઊંડી સૂઝ સાથે તેમણે 1963 થી 1966 સુધી શિક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાન તરીકે સેવા આપી
* સાહિત્ય અકાદમી એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ અને નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત ગુજરાતી કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને વિવેચક ચીનુ મોદીનો વિજાપુર ખાતે જન્મ (1939)
* ‘ઓમ જય જગદીશ હરે’ આરતીનાં રચિયાતાં તથા હિંદી, પંજાબી સાહિત્યકાર, જ્યોતિષ અને સ્વતંત્રતા સેનાની પંડિત શ્રધ્ધારામ શર્મા (શ્રદ્ધારામ ફીલૌરી)નો પંજાબમાં જન્મ (1837)
* ભારત સરકારનાં સ્ટેટસ મંત્રાલયમાં સરદાર પટેલનાં સચિવ તરીકે ફરજ બજાવનાર વપ્પલા પંગુન્ની મેનન (વી.પી. મેનન)નો કેરળ રાજ્યમાં જન્મ (1893)
ભારતનાં ભાગલા અને રાજકીય એકીકરણમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, દેશી રાજ્યોનાં વિલિનીકરણમાં સરદાર પટેલ અને તેમનાં સચિવ વી.પી. મેનનની મહેનત અને મોટું યોગદાન રહ્યું
* હિન્દી, બંગાળી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, ગુજરાતી, મરાઠી ફિલ્મોમાં સક્રિય પ્લેબેક ગાયક શાન (શાંતનુ મુખર્જી)નો જન્મ (1972)
* ગુજરાતી લોકગાયક મણિરાજ બારોટનું 42 વર્ષની વયે રાજકોટ ખાતે અવસાન (2006)
તેઓ ઉત્તર ગુજરાતના પાટણ પાસે આવેલા બાલવા ગામના મૂળ વતની અને તૂરી બારોટ લોકો દ્વારા ભવાઇ વેશમાં ગવાતા સનેડો નામનાં લોકગીતનાં એક પ્રકારને જગતભરમાં પ્રખ્યાત કરવાનું બહુમાન તેમનાં ફાળે જાય છે
* તમિલનાડુના ઉદ્યોગપતિ, બેંકર, શિક્ષણશાસ્ત્રી અને પરોપકારી સતપ્પા રામનાથ મુતૈયા અન્નામલાઈ ચેટ્ટિયારનો જન્મ (1881)
* લેખક, કલાકાર અને દલિત અધિકારો માટે કાર્યકર્તા રાજા ધલેનો જન્મ (1940)
* બંગાળી અને હિન્દી સિનેમામાં અભિનેતા અને નિર્માતા પ્રોસેનજીત ચેટર્જીનો જન્મ (1962)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને મોડલ દીપ્તિ ભટનાગરનો જન્મ (1967)