* હિન્દી ફિલ્મ સંગીતમાં સૌથી મોટું પ્રદાન આપનાર સૌથી ખ્યાતનામ ગાયીકા ભારતરત્ન લતા (હેમા) મંગેશકરનો મધ્યપ્રદેશનાં ઈન્દોરમાં જન્મ (1929)
લતાજી એ 29,000થી પણ વધુ ગીતો ગાયાં છે અને તે બદલ તેમનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં સામેલ થઈ ચૂક્યું છે
લતાજીનાં પિતા દીનાનાથ મોટા ગજાના શાસ્ત્રીય ગાયક અને સંગીતકાર હતા, ભાઈ હૃદયનાથ મંગેશકર સંગીતકાર છે અને ત્રણ બહેનો આશા, ઉષા અને મીના પણ ખ્યાતનામ ગાયિકા બન્યાં
લતાજીનું ‘પદ્મભૂષણ’, ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’, ‘પદ્મવિભૂષણ’ અને ભારતનાં સર્વોચ્ચ નાગરિક ‘ભારતરત્ન’થી સન્માનિત થયા હતાં
લતાજી રોયલ આલ્બર્ટ હોલમાં (1974) પ્રદર્શન કરનાર પ્રથમ ભારતીય બન્યાં હતાં
‘નેશન વોઇસ’, ‘મિલેનિયમ વોઇસ’, ‘ભારતની બુલબુલ’નાં ઉપનામથી જાણીતાં લતાજી તા. 22 નવેમ્બર, 1999 થી તા. 21 નવેમ્બર, 2005 દરમિયાન રાજ્યસભાનાં સંસદસભ્ય રહ્યાં
* બેજિંગ ઓલમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતીને વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રથમ ભારતીય રમતવીર બનનાર અભિનવ બિંદ્રાનો દેહરાદુનમાં જન્મ (1982)
તેઓ 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં ભારત દેશનાં મુખ્ય નિશાનેબાજ છે અને તે ‘અર્જુન એવૉર્ડ’, ‘રાજીવ ગાંધી ખેલરત્ન’ અને ‘પદ્મભૂષણ’થી સન્માનિત થયેલ છે
* ભારતીય સ્વતંત્રતા ચળવળના હીરો અને ભારતની આઝાદી માટે સખત લડત આપનાર સમાજવાદી ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો પંજાબમાં જન્મ (1907)
સાઇમન કમીશનનાં બહિષ્કારને લઈ થયેલ પ્રદર્શનમાં લાઠીચાર્જમાં જે સુપરિન્ટેન્ડન્ટે લાલા લજપતરાયને માર્યા હતાં તેમને મારવા માટેની યોજનાં ભગતસિંહે તેમનાં મિત્રો સુખદેવ અને રાજગુરુ સાથે ઘડી કાઢી અને તેમને મારીને લાલા લજપતરાયનાં મૃત્યુનો બદલો પણ લીધો હતો, તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ ‘યુનીયન ડિસ્પ્યૂટ બિલ’ અને ‘પબ્લીક સેફ્ટી બિલ’નો વિરોધ કર્યો અને બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવા 8 એપ્રિલ, 1928નાં રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બ્રિટિશ સરકારની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો અને તે જ જગ્યા પર ઉભા રહી ઈન્કલાબ ઝિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો,
દુનિયા કે મજદૂરો એક હો ના સૂત્રોચ્ચાર કર્યા: અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધું
લાલા લજપતરાયનાં અવસાનનો બદલો લેવાં થયેલાં અંગ્રેજ અફસર સોન્ડર્સનાં ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો અને 7 ઑક્ટોબર, 1930માં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા થઇ અને ઈ.સ.1931માં સમગ્ર દેશમાં તેનાં વિરોધને લીધે સરકારે વિરોધનાં ડરથી એક દિવસ પહેલાં જ એટલે કે 23મી માર્ચની સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધાં અને ચૂપચાપ સતલજ નદીનાં કિનારે હુસૈનીવાલા ફિરોજપુરમાં તેમનાં અંતિમ સંસ્કાર કરી દેવાયા હતાં
* બોલિવૂડ ઉદ્યોગના અભિનેતા ઋષિ કપૂર અને નીતુ સિંઘના અભિનેતા પુત્ર રણબીર કપૂરનો જન્મ (1982)
તેમના લગ્ન અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે થયા છે
* 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા અય્યરના પાત્ર માટે જાણીતી અભિનેત્રી અને મૉડલ મુનમુન દત્તાનો જન્મ (1987)
* હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષાની ફિલ્મો અને તેલુગુ થિયેટરમાં અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા પૈડી જયરાજનો જન્મ (1909)
* મરાઠી અને હિન્દી ફિલ્મોના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા મહેશ કોઠારેનો જન્મ (1953)
* હિન્દી ફિલ્મ અને ટીવી પાત્ર અભિનેતા અખિલેન્દ્ર મિશ્રાનો જન્મ (1960)
* તેલુગુ સિનેમામાં દિગ્દર્શક, પટકથા લેખક અને નિર્માતા પુરી જગન્નાધનો જન્મ (1966)
* બોલિવૂડ ફિલ્મો અને ટીવીમાં અભિનેત્રી, ગાયિકા, કથક નૃત્યાંગના અને મોડેલ મૌની રોયનો જન્મ (1985)
* ફેમિના મિસ ઇન્ડિયા 2018નો તાજ વિજેતા મોડેલ અને સૌંદર્ય સ્પર્ધાના ટાઇટલ હોલ્ડર અનુકૃતિ વાસનો જન્મ (1988)
* શિરડીના સાઈ બાબાનો જન્મ (1838)
આ આધ્યાત્મિક ગુરુને ભક્તો દ્વારા શ્રી દત્તગુરુનું સ્વરૂપ માનવામાં આવે છે અને સાંઈ બાબાની જન્મ તારીખ અને સ્થળ અજ્ઞાત હોવા છતાં, મોટાભાગના લોકો 28 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવે છે