AnandToday
AnandToday
Tuesday, 27 Sep 2022 00:00 am
AnandToday

AnandToday

ગુજરાતની નવરાત્રીની વિશ્વમાં એક આગવી ઓળખ 

ચાલુ વર્ષેઆઉટ ઓફ ફેશન” ન થાય તેવા અનેમલ્ટીપર્પઝચણીયા ચોળીનું ધૂમ વેચાણ

મલ્ટીપર્પઝ ચણીયાચોળીનો ટ્રેન્ડ:દેશ -વિદેશમાં પાથરે છે રૂપ - શૈલેષ રાઠોડ

આણંદ 
કોરોનાકાળ બાદ પહેલી વાર હસ્તકલાની હાથકડી ખુલી હોય એમ ઠેર ઠેર ચણીયા ચોળી અને ઓર્નામેન્ટના સ્ટોલ અને બાઝાર ભરાયા હતા.કોરોનાકાળનાતમામ બંધનો દુર થતા ખુલ્લા આકાશ નીચે મન મૂકી ગરબે ગુમવા યુવાધન થનગની રહ્યું છે.ગરબાનું મુખ્ય આકર્ષણ અને સ્ત્રીઓનો નીખાર એટલે ચણીયા ચોળી.ચાલુ વર્ષે મનમૂકી ચણીયા ચોળીની ખરીદી થઇ હોય નવરાત્રીનો રંગ દેશ વિદેશમાં સર્વત્ર છવાઈ રહ્યો છે.

કારીગર કલાત્મક વર્ક કરી સુંદરતા આપી શકે છે પંરતુ યુવાનોનો ટેસ્ટ એક ડીઝાઇનર જ સમજી શકે.ચાલુ વર્ષે રામલીલા થી લઇ શીબોરી ચણિયાચોળીની અવનવી ફેશન ટ્રેન્ડિંગમાં છે. ચાલુ વર્ષે “આઉટ ઓફ ફેશન” ન થાય તેવા અને “મલ્ટીપર્પઝ” ચણીયા ચોળીનું ધૂમ વેચાણ આણંદ, નડિયાદ,વડોદરા,રાજકોટ,અમદાવાદ,વિદ્યાનગર,સુરત સહિતના શહેરોમાં થયું છે.નડિયાદ સહીત ચરોતરમાં ૨૮ કરોડથી વધુનો ચણીયા ચોળીનો વ્યવસાય થયો હોય નવરાત્રીમાં અનેરી રંગત જોવા મળી રહી છે.

વડોદરાના જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણાએ ચાલુ વર્ષે એવી ચણીયા ચોળીની ડીઝાઇન તૈયાર કરી છે જે ક્યારેય આઉટ ઑફ ફેશન થશે નહીં

 વડોદરાના જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણા છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રેન્ડ સેટર ચણિયા ચોળી ડિઝાઇન કરે છે.તેમની ડિઝાઇન કરેલી ચણીયા ચોળી માત્ર ગુજરાત જ નહિ અમેરિકા,ઓસ્ટ્રેલીયા,દુબઈ અને યુ.કેમાં જાણીતી બની છે.તેઓ જણાવે છે કે,મેં ચાલુ વર્ષે એવી ચણીયા ચોળીની ડીઝાઇન તૈયાર કરી છે જે ક્યારેય આઉટ ઑફ ફેશન થશે જ નહીં.ઉપરાંત આ ચણીયા ચોળી નવરાત્રી કે ગરબા સિવાય અન્ય કાર્યક્રમો,પ્રસંગોમાં પણ પહેરી શકાશે.જેને કારણે ઉંચી કીમતે પણ તેની ખરીદી થઇ રહી છે.

ખેલૈયાઓના કપડાનો ટેસ્ટ સમયાન્તરે બદલાતો રહે છે.

અર્ચના મકવાણા જણાવે છે કે,વિદેશમાં વસતા ચરોતરવાસીઓ તેમજ ગુજરાતીઓ મોટા પ્રમાણમાં ચણીયાચોળી આયાત કરે છે.ચાલુ વર્ષે અમેરિકા,યુ.કે,કેનેડા,ઓસ્ટ્રેલીયા,દુબઈ,ન્યુજીલેન્ડ સહિતના ૧૨ જેટલા દેશોમાં મોટા પ્રમાણમાં ચણીયા ચોળીની નિકાસ થઇ છે.
બહુ નાની ઉંમરે ફેશન ડિઝાઇનિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.સંઘર્ષો પછી અનુભવે જોયું કે ખેલૈયાઓના કપડાનો ટેસ્ટ સમયાન્તરે બદલાતો રહે છે.મેં ગુજરાતની સર્વ પ્રથમ “રામલીલા “ચણીયા ચોળી ડીઝાઇન કરી હતી.જેને અપ્રિતમ સફળતા સાંપડી હતી.આ ચણીયા ચોળી એવેર ગ્રીન ગણાય છે.આ એક સત્ય છે કે,કચ્છ,પાટણ કે કારીગર કલાત્મક વર્ક કરી સુંદરતા આપી શકે છે પંરતુ યુવાનોનો ટેસ્ટ એક ડીઝાઇનર જ સમજી શકે.

શીબોરી કલેક્શન પણ ચાલુ વર્ષે ટ્રેન્ડમાં

શીબોરી કલેક્શન ચાલુ વર્ષે ટ્રેન્ડમાં છે.જેમાં કાપડને ફોલ્ડ કરીને પ્લિટ કરીને પછી સ્ટીચ કરીને તેને ડાયમાં નાખવામાં આવે છે એટલે તેની કોસ્ટ વધુ હોય છે.તેની ડાયીંગ ટેકનીક ખુબ જ અઘરી છે.જે દેખાવમાં ખુબ જ સુંદર છે જેને કારણે જેટલું ઉત્ત્પાદન થયું તે વેચાઈ ગયું છે.જેની કીમત ૧૫ હજારથી લઈને ૨૦ હાજર સુંધી ની હોય છે.જેનો મલ્ટીપર્પઝ ઉપયોગ થાય છે.

પેસ્ટલ કલર,સેડીંગવાળા ગ્રેડેડ ચાનીયાચોળી એટલે કે ડોટેડ મશરૂ પાટણનું એની ઉપર પેસ્ટલ શેડ્સના ઓમ્બ્રે કલરવાળા ચણીયા ચોળી ની માંગ વધી છે.જે બહુ હિટ્સ છે.તે પેસ્ટલ કલરમાં ઉપલબ્ધ છે.જેની ઉપર લેસીસ અને મિરર વર્કની લેસીસ બહુ ચાલે છે.

આ ચણીયા ચોળી લગ્નપ્રસંગ કે કોઈ તહેવારમાં-પાર્ટીમાં પણ પહેરી શકો છો.એક રીતે કહીએ તો આ મલ્ટીપર્પઝ ચણીયા ચોળી છે.મિક્સ મેચ કરી તેની ઉપર કુર્તી પહેરી શકો છો.તમે જાતે પણ અવનવા મેચિંગ કરી શકો છો.અમુક લોકોને ટ્રેડીશનલ ગમતા હોય છે.હેન્ડવર્ક વાળા કે જેમાં ચણીયા અઢી મિટર હોય છે જેમાં કાપડ ઉમેરી વધુ ઘેર વાળા ચણીયા ચોળીની ડીમાંડ છે.જેનો ફ્યુજન લુક લાગે છે.

લુધિયાણા(પંજાબની)ની ફુલકારી હેન્ડ એમ્રોયાડરી ડીઝાઇન સાથે ટ્રેડીશનલ વર્ક વાળા ચણીયાચોળીને મર્જ કરી દીધું છે.જેના બ્લાઉઝ મશરૂથી બન્યા છે અને તેની સ્લીવ્સ છે તે કચ્છી ભરતની બનાવી છે.

બાંધણી પેટર્નના ચણીયા કોળી જે જેના ઘેર ૧૦ થી ૧૨ મિત્રના હોય છે.જેની કીમત ૬,૫૦૦ થી લઇ ૧૨૦૦૦ સુંધીની હોય છે.જેમાં મિરર વર્ક અને લમ્પી લેસનો ઉપયોગ કરી હાફ બાંધણી અને હાફ પ્લેન મટીરીયલ ઉપયોગમાં લઈને બનેલા ચણીયા ચોળી બજારમાં ધૂમ મચાવી રહ્યા છે.

ગુજરાતની નવરાત્રીની વિશ્વમાં એક આગવી ઓળખ છે. વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ પણ નવરાત્રીને કહેવામાં આવે છે.નવ દિવસ નિત નવા શણગારને કારણે પણ ચણીયા ચોળીની માંગ વધી જાય છે.એંકલ લેંથ અને ડિજીટલ પ્રિન્ટની ડિઝાઇનર ચણિયાચોળી,ડિઝાનર બ્લાઉઝ,શોર્ટ બેકલેસ બ્લાઉઝનો પણ ટ્રેન્ડ છે.

કુર્તા અને કોટીની પણ ભારે ડિમાન્ડમાં

બીજી તરફ કુર્તા અને કોટી પણ ભારે ડિમાન્ડમાં છે. આ કુર્તા પહેરવામાં પણ કમ્ફર્ટેબલ છે. છોકરામાં હાથના લટકણ, વર્ક વાળી ટોપી કે વિવિધ હાથ પગના લટકણ અને વર્કવાળી કોટી ટેન્ડમાં છે. અને હેવી દુપટ્ટા પણ ડિમાન્ડમાં છે. જ્યારે આ વર્ષે નાના લાઇટ ધરેણાની સાથે લાંબા અને હેવી જ્વેલરીનો પણ ટ્રેન્ડ છે. તો ગળાબંધ ચોકર વધારે ડિમાન્ડમાં છે. નાના બાળકો માટેની પણ ચણિયાચોળી અને કેડીયા ડિમાન્ડમાં છે. સાથે ટ્રેડિશનલ પર્સ અને મોજડીની પણ ખરીદી લોકો કરી રહ્યા છે. 

ચણીયા ચોળી સુંદર અને કલાત્મક જોઈએ તો તેની કોસ્ટ વધી જાય છે.આ સંજોગોમાં મલ્ટીપર્પઝ ચણીયા ચોળીની ખરીદી વધી છે. કચ્છી ભરત વર્ક સાથે કચ્છી અજરખબાટી તથા બાંધણીના વસ્ત્રોની માંગ સદૈવ રહી છે.

ફેશનની વાત કરીએ તો ઇન્ડિગો બ્લુ સિલ્ક ફિનિશ ઘાઘરો, મલ્ટી કલર ફૂલકારી દુપટ્ટો અને ભરત ભરેલા પૅચ મુકેલું લાંબી બાંયનું બ્લાઉઝ બહુ ગ્રેસફુલ લાગે છે. પ્રિન્ટેડ ચણીયા ચોળી,બાંધણી,બાટીક,અજરખ પ્રિન્ટ,મશરૂ,મિરર વર્ક,આહિર વર્ક ચણીયા ચોળીની માંગ નિયમિત જોવા મળી રહી છે. 

નવરાત્રી એક એવો તહેવાર છે જેમાં આનંદ લેવાની મજા કંઇક અલગ જ આવે છે. નવરાત્રીમાં ફેશન જ્વેલરીની વાત કરીએ તો આ વખતે નવરાત્રીમાં મિરર ગ્લાસીસ,સિલ્વર અને ઓક્સોડાઇઝ જ્વેલરી ટ્રેન્ડમાં રહે છે.જોકે ચાલુ વર્ષે માથા ઉપર હેડ જ્વેલરીની ડીમાંડ છે.જે ખુબ જ સુંદર લાગે છે અને ટ્રેન્ડીંગમાં છે.