* પદ્મવિભૂષણથી સન્માનિત ભારતના 13મા વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંઘનો પાકિસ્તાનનાં ગહ ગામમાં જન્મ (1932)
શાંત અને સહજ અર્થશાસ્ત્રી ડૉ. સિંઘને તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંઘ રાવનાં કાર્યકાળમાં નાણામંત્રી રૂપે કરવામાં આવેલા આર્થિક સુધારાનો શ્રેય પણ જાય છે
તેઓ જવાહરલાલ નેહરુ પછીનાં ભારતનાં પહેલાં એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય અને તેઓ પ્રથમ શીખ છે જેમણે વડાપ્રધાન તરીકે સેવા આપી હતી
ડૉ.સિંઘ ઈ.સ.1971માં ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલયનાં આર્થિક સલાહકાર પદે જોડાયા પછી ઈ.સ1972માં તેમની નિમણૂક નાણા મંત્રાલયનાં મુખ્ય આર્થિક સલાહકારપદે થઇ
ડૉ. મનમોહનસિંઘ નાણા મંત્રાલયનાં સચિવ, આયોજન પંચનાં ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વબેન્કનાં ગવર્નર (તા. 15 સપ્ટેમ્બર, 1982 થી 15 જાન્યુઆરી, 1985), પ્રધાનમંત્રીનાં સલાહકાર, યુજીસીનાં અધ્યક્ષ સહિતનાં મહત્વનાં પદ સંભાળી ચૂક્યા છે
* દયા અને વિદ્યાનાં સાગર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1820)
તેમની અટક તો બંદોપાધ્યાય હતી પણ અભ્યાસમાં પ્રવીણ હોવાથી કોલેજ દ્રારા "વિદ્યાસાગર"નું બિરુદ મળ્યું હતું
ઈશ્વરચંદ્રનું નામ મુખ્યત્વે સમાજસુધારા અને એમાં પણ વિધવા પુન:લગ્નો અને સ્ત્રી શિક્ષણ સાથે વિશેષ સંકળાયેલું છે
તેમના જ પ્રયત્નોથી ઈ.સ.1878થી છોકરીઓને કૉલેજોમાં પ્રવેશ મળતો થયો
મહારાણી વિક્ટોરિયાએ તેમને ‘કૈસરે હિન્દ’નો ઇલકાબ એનાયત કર્યો હતો
* આધુનિક કવિતાના પિતા મનાતા અને અંગ્રેજી સાહિત્યનાં મૂર્ધન્ય કવિ ટી.એસ.ઈલિયટ (થોમસ સ્ટેનર્સ ઈલિયટ)નો મિસૌરી ખાતે જન્મ (1888)
* ‘દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’ અને પદ્મ ભૂષણથી સન્માનિત હિન્દી ફિલ્મોનાં સદાબહાર અભિનેતા દેવ આનંદ (ધરમદેવ પીશોરીમલ આનંદ)નો જન્મ (1923)
દેવ આનંદે ‘હમ એક હૈ’ (1946) ફિલ્મમાં પ્રથમ વખત અભિનય કર્યો અને "ઝિદ્દી" (1948) પ્રથમ સફળ ફિલ્મ રહી હતી
તેઓએ પોતાની "નવકેતન" નામની ફિલ્મ નિર્માણ કંપની શરૂ કરી હતી
દેવ આનંદએ 114 હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં ‘કાલા પાની’ અને ‘ગાઈડ’ ફિલ્મમાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો
* બંગાળી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, પંજાબી, ભોજપુરી, કોંકણી, સંસ્કૃત અને ઉર્દૂ ફિલ્મોમાં ગાયક અને સંગીત નિર્દેશક હેમંત કુમાર મુખોપાધ્યાયનું અવસાન (1989)
* બોલિવૂડ ફિલ્મો સાથે બાંગ્લાદેશની ફિલ્મોમાં ખુબ લોકપ્રિય બનેલ અભિનેતા ચંકી પાંડેનો જન્મ (1962)
* ભારતીય નૃત્યાંગના અને નૃત્યની ફ્યુઝન શૈલી બનાવવા માટે જાણીતા કોરિયોગ્રાફર ઉદય શંકરનું અવસાન (1977)
* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી નિકી અનેજા વાલિયાનો જન્મ (1972)
* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા અને મોડલ સમીર ધર્માધિકારીનો જન્મ (1978)
* હિન્દી ફિલ્મ નિર્માતા, મીડિયા નિર્માતા, સંશોધક અને સિસ્ટમ સંશોધક આનંદ ગાંધીનો જન્મ (1980)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને થિયેટર દિગ્દર્શક અંજલિ પાટીલનો જન્મ (1987)
* ઈન્ડિયન આઈડલ સિંગિંગ રિયાલિટી શોમાં ભાગ લેનાર ગાયિકા અસીસ કૌરનો જન્મ (1988)
* તેલુગુ અભિનેતા અને હાસ્ય કલાકાર પ્રિયદર્શી પુલીકોંડાનો જન્મ (1989)
* વિશ્વ ગર્ભનિરોધક દિન *