AnandToday
AnandToday
Saturday, 24 Sep 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 25 સપ્ટેમ્બર 

Today : 25 SEPTEMBER 

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ 

સંકલન : વિજય એમ. ઠક્કર


*પરમ પૂજ્ય મોરારી બાપુનો જન્મ 1946 માં 25 સપ્ટેમ્બર ના રોજ મહુઆ પાસે આવેલા તલગાજરામા એક વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમના પિતા નું નામ પ્રભુદાસ હરિયા છે જ્યારે તેમના દાદા નું નામ ત્રિભુવનદાસ છે.

જણાવી દઈએ કે બાપુ ના દાદાને રામાયણ માં ઘણી શ્રદ્ધા હતી જેના કારણે બાળપણ માં રોજની 5 ચોપાઈ યાદ કરવા બાપુ ને તેમના દાદાએ કહ્યું હતું આજ કારણ છે કે મોરારી બાપુ ને આખું રામાયણ કંઠસ્થ છે માત્ર 14 વર્ષની ઉંમરમાં જ મોરારી બાપુએ દાદાજીને જ ગુરુ માની અને પેહલી વાર તલગાજરામાં ચૈત્રમાસ ના રોજ વર્ષ 1960માં રામાયણ નો પાઠ કર્યો હતો

* ભારતીય ક્રિકેટર (67 ટેસ્ટ રમનાર) અને 22 ટેસ્ટ મેચોમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરનાર બિશન સિંહ બેદીનો જન્મ (1946) 
બેદી પ્રખ્યાત ભારતીય સ્પિન ચોકડીનો ભાગ હતા અને ડાબા હાથના રૂઢિચુસ્ત બોલર તરીકે 1966 થી 1979 વચ્ચે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા, 266 વિકેટો લીધી

* ભારતના 6ઠ્ઠા નાયબ વડા પ્રધાન (1989-91) અને હરિયાણા રાજ્યના બે વખત મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર રાજકારણી ચૌધરી દેવીલાલનો જન્મ (1914)

* રોકેટ વિજ્ઞાની અને એરોસ્પેસ એન્જિનિયરની વિદ્યાશાખાનાં પ્રણેતા પ્રોફેસર સતીષ ધવનનો શ્રીનગર ખાતે જન્મ (1920)
પ્રવાહી કે વાયુની ગતિશીલતા પર આધારિત વૈજ્ઞાનિક સંશોધનનાં પ્રણેતા સતીષ ધવન ઇસરોનાં અધ્યક્ષ (1972-84) તરીકે અને અવકાશ વિભાગમાં ભારત સરકારનાં સચિવ+(1972-1984) પણ હતાં

* ભારતીય વિચારક, સમાજ સેવક, શ્રેષ્ઠ સંગઠક અને રાજકારણી પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1916)
તેઓ ભારતીય જનતા પાર્ટીની પિતૃ સંસ્થા ભારતીય જનસંઘનાં એક નેતા હતાં અને 1953 થી 1968 સુધી તેનાં અધ્યક્ષ રહ્યાં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક અને બાદમાં પ્રાંત પ્રચારક બન્યાં, ‘રાષ્ટ્રધર્મ’ નામનું માસિક મેગેઝિન શરૂ કર્યું અને વખત જતામાં ‘પંચજન્ય’ અને ‘સ્વદેશ’ સામયિકનું પ્રકાશન પણ આરંભ્યું હતું

* બોલિવૂડના લોકપ્રિય સ્ટાઈલ આઈકોન અભિનેતા, ફિલ્મ સંપાદક, નિર્માતા અને દિગ્દર્શક ફિરોઝ ખાન (ઝુલ્ફીકાર અલી શાહ ખાન)નો બેગલુંરું ખાતે જન્મ (1939)

* ભારતીય સનદી અધિકારી અને ભાજપ સાથે જોડાયેલા રાજકારણી અને દિલ્હી તથા ગોવાના લેફ્ટનન્ટ ગવર્નર અને જમ્મુ - કાશ્મીરના રાજ્યપાલ તરીકે સેવા કરનાર જગમોહન મલ્હોત્રાનો જન્મ (1927)

* પશ્ચિમ બંગાળના સીએમ (1962-67) અને સ્વતંત્રતા સેનાની પ્રફુલ્લ ચંદ્ર સેનનું કોલકાતા ખાતે અવસાન (1990)

* મરાઠી અને અંગ્રેજી ભાષામાં લેખક - કવિ અરુણ બાલકૃષ્ણ કોલાટકરનું અવસાન (2004)

* હિન્દી કવિ, ગીતકાર અને સંપાદક કન્હૈયા લાલ નંદનનું અવસાન (2010)
જેમણે પરાગ, સારિકા અને દિનમન જેવા હિન્દી સામયિકોનું સંપાદન કર્યું હતું

* વીસમી સદીનાં શ્રેષ્ઠતમ પૈકી નોબેલ પુરસ્કાર વિજેતા લેખક વિલિયમ કુથબર્ટ ફોકનરનો અમેરિકામાં જન્મ (1897)
તેમની બે કૃતિઓને ‘એ ફેબલ’ (1954) અને નવલકથા ‘ધ રીવર્સ’ (1962)ને સાહિત્ય માટે પુલિત્ઝર પુરસ્કાર મળ્યો

* ભારતમાં પ્રથમ પ્રેક્ટિસ કરતા મહિલા ડોકટરોમાંથી એક ચિકિત્સક અને નારીવાદી રૂખમાબાઈનું અવસાન (1955)

* ભારતીય ટીમના ફિલ્ડ હોકી ખેલાડી રણધીર સિંહ જેન્ટલનું અવસાન (1981)
1948 થી 1956 દરમિયાન તેમના સમયમાં સમર ઓલિમ્પિકમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા

* કેનેડા અને ભારતમાં શીખ ટ્રેડ યુનિયન કાર્યકર અને સામ્યવાદી આયોજક દર્શન સિંહનું અવસાન (1986)

* યુએસ સ્થિત સંસ્થાઓ ગ્લોબલ પીસ ઇનિશિયેટિવ અને ગોસ્પેલ ટુ ધ અનરીચ્ડ મિલિયન્સના સ્થાપક અને હૈદરાબાદમાં ચેરિટી સિટી સહિત અનાથાશ્રમ ચલાવતા શાંતિ નિર્માતા અને માનવતાવાદી કિલારી આનંદ પોલનો વિશાખાપટ્ટનમ ખાતે જન્મ (1963)

* સ્વતંત્રતા સેનાની, ટ્રેડ યુનિયન નેતા અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી રહેલ અર્ધેન્દુ ભૂષણ બર્ધનનો જન્મ (1925)

* બોલિવૂડ, પંજાબી સિનેમા, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ દિવ્યા દત્તાનો જન્મ (1977)

* 'હાતિમ'માં તેની ભૂમિકા માટે જાણીતા ટીવી, ફિલ્મ અભિનેતા અને મોડેલ રાહિલ આઝમનો જન્મ (1981)

* હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનેતા વૈભવ તત્વાવાદીનો જન્મ (1988)

* જૂનાગઢને મુક્ત કરાવવા ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરાઇ (1947)
આરઝી એટલે સમાંતર અને હકુમત એટલે સરકાર. આ દિવસે મુંબઈનાં માધવબાગમાં ૩૦,૦૦૦ની જંગી મેદની ધરાવતી સભામાં આરજી હકુમતનાં પ્રધાનમંડળે સોગંદ લીધા, જેમાં ગાંધીજીનાં ભત્રીજા શામળદાસ ગાંધીને આરઝી હકૂમતમાં વડાપ્રધાન બનાવવામાં આવ્યાં
આઝાદ જૂનાગઢ રેડિયો નામનાં ગુપ્ત સ્ટેશનેથી ‘ચલો જૂનાગઢ એકસાથ’ અને ‘આરઝી હકુમત ઝિંદાબાદ’ રેકર્ડ પણ વગાડવામાં આવતી હતી
આરઝી હકુમતનો આર્થિક બહિષ્કાર અને લોકસેનાની સશસ્ત્ર લડત જોઈ નવાબ ગભરાયાં. તેઓ પોતાનાં કુટુંબકબીલા, ઝવેરાત તથા કુતરાઓ સાથે હવાફેર કરવાનાં બહાને કેશોદથી વિમાનમાર્ગે પાકિસ્તાન નાસી ગયાં હતાં
દિવાન શાહનવાઝ ભુટ્ટોએ 9મી નવેમ્બર, 1947નાં રોજ જૂનાગઢ ભારતસંઘની શરણાગતિ સ્વીકારી હોવાની જાહેરાત કરી. ભુટ્ટો પોતે વિમાનમાર્ગે કરાંચી નાસી જતા જૂનાગઢ ભારતસંઘ સાથે જોડાયું, તે જ દિવસે ભારતીય સેના જૂનાગઢમાં પ્રવેશી અને ઉપરકોટનાં કિલ્લાની ઉપર તિરંગો લહેરાવ્યો
અને માત્ર 16 દિવસની ટૂંકી પણ ઐતિહાસિક એવી આરઝી હકૂમતની લડતનો યશસ્વી અંત આવ્યો અને 13મી નવેમ્બરે ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલે જૂનાગઢમાં વિજય પ્રવેશ કર્યો હતો