* ભારતના પરમાણુ ભૌતિકશાસ્ત્રી, એક ઉચ્ચ કુશળ તકનીકી, એક સક્ષમ સંચાલક, પ્રેરણાદાયી નેતા, હોશિયાર સંગીતકાર, સંસ્કૃત સાહિત્ય અને ફિલસૂફીનાં વિદ્વાન રાજા રમન્નાનું અવસાન (2004)
તેમણે પરમાણુ ભૌતિકશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંનેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને તેમનું શાંતિસ્વરૂપ ભટ્ટનાગર પુરસ્કાર, પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે
ભારતનો પ્રથમ શાંતિપૂર્ણ પરમાણુ પ્રયોગ 18 મે, 1974નાં રોજ રાજસ્થાનનાં રણમાં ભૂગર્ભમાં કરવામાં આવ્યો અને ભારતનાં શાંતિપૂર્ણ પરમાણુ વિસ્ફોટ પ્રયોગમાં રમન્નાનું યોગદાન જાણીતું છે
* સ્વતંત્રતા સેનાની મેડમ ભીખાઈજી રૂસ્તમજી કામાનો મુંબઈનાં શ્રીમંત પારસી પરિવારમાં જન્મ (1861)
તેમનાં પિતાનું નામ સોરબજી ફ્રેમજી પટેલ અને તેમણે રુસ્તમ કામા સાથે લગ્ન કર્યા હતા
ભીખાઈજીએ પોતાનો મોટાભાગનો સમય અને શક્તિ દાનશીલ પ્રવૃત્તિઓ અને સામાજિક કાર્યોમાં વિતાવ્યો અને પોતાનું જીવન રાષ્ટ્રના કાજે સમર્પિત કર્યું
શ્યામજી વર્માની ‘ઈન્ડિયન હોમરુલ સોસાયટી’ બનાવવામાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો અને પેરિસમાં તેમણે ‘પેરિસ ઇન્ડિયન સોસાયટી’ની સ્થાપના કરી હતી
* સર્વોચ્ચ અદાલતના ભારતના ઈતિહાસના 8મા મહિલા ન્યાયાધીશ ઈન્દિરા બેનર્જીનો જન્મ (1957)
* અર્જુન એવોર્ડથી સન્માનિત અને 69 ટેસ્ટ અને 85 વનડે રમનાર ભારતીય ક્રિકેટર અને ક્રિકેટ વિશ્લેષક મોહિન્દર અમરનાથનો પટિયાલા ખાતે જન્મ (1950)
તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કપ્તાન ક્રિકેટર લાલા અમરનાથના પુત્ર છે અને મોહીન્દર 1983 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય અને વાઇસ કેપ્ટન હતા, જેની સેમી ફાઇનલ અને ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જાહેર થયા હતા
* રિમોટ સેન્સિંગના પિતા તરીકે ગણવામાં આવતા ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી પિશારોથ રામા પિશારોતિનું અવસાન (2002)
* પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના અને 250 થી વધુ ભારતીય ફિલ્મોમાં અભિનેત્રી પદ્મિનીનું અવસાન (2006)
* અમેરિકન નવલકથાકાર, નિબંધકાર, પટકથાકાર અને ટૂંકી વાર્તા લેખક ફ્રાન્સિસ સ્કોટ કી ફિટ્ઝગરાલ્ડનો જન્મ (1896)
* ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર એવા જયંત હિરજી ખત્રીનો કચ્છનાં મુન્દ્રામાં જન્મ (1909)
તેઓ એક સારા એવા ડોક્ટર હતાં અને તેમને ‘ખરા બપોર’ નામની વાર્તાસંગ્રહ માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતાં
* અણુ વિસ્ફોટની પ્રથમ કલ્પના આપનાર ઇડા નોડકનું અવસાન (1978)
જર્મનીમાં કેમેસ્ટ્રીનો ઉચ્ચ અભ્યાસ કરનાર તે પ્રથમ મહિલા અને જર્મનીની ટેકનીકલ યુનિવર્સિટી ઑફ બર્લિનમાં અભ્યાસ કરીને કેમેસ્ટ્રીમાં ડિગ્રી મેળવનાર પ્રથમ મહિલા છે
* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા, અવાજ અભિનેતા અને પટકથા લેખક રાજેશ ખટ્ટરનો જન્મ (1966)
* વિદ્યાર્થી કાર્યકર્તા અને લેખક ગુરમેહર કૌરનો જન્મ (1996)
* બહુભાષી લેખક, નિર્માતા અને દિગ્દર્શક અને તેલુગુ સિનેમામાં તેમના કાર્યો માટે જાણીતા ચક્રપાણી અલુરી વેંકટા સુબ્બારાવનું અવસાન (1975)
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી સૃષ્ટિ રોડેનો જન્મ (1991)
* કેરળના ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા મથાર રામકૃષ્ણન ગોપાકુમારનો જન્મ (1951)
* 200 થી વધુ મલયાલમ ફિલ્મોમાં પીઢ ફિલ્મ અને સ્ટેજ અભિનેતા કે. સુરેન્દ્રનાથ થિલકનનું અવસાન (2012)
* મંગલયાન મંગળની કક્ષામાં મૂકવામાં આવ્યો (2014)
ભારત દુનિયાનો પ્રથમ એવો દેશ બન્યો કે જેણે પ્રથમ પ્રયાસમાં જ સેટેલાઈટ મંગળ સુધી પહોંચાડ્યું, આવી સફળતા અમેરિકા, રશિયા અને યુરોપિયન દેશો પણ હાંસલ કરી શક્યા ન હતું, તેનો ખર્ચ ભારતને 450 કરોડ થયો હતો
*ઓટોમોબાઇલ્સ, મોટરસાયકલો અને વીજ ઉપકરણોનાં ઉત્પાદક હોન્ડા મોટર કંપનીની સ્થાપના (1948)