AnandToday
AnandToday
Wednesday, 21 Sep 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 22 સપ્ટેમ્બર

Today : 22 SEPTEMBER 

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

શીખ ધર્મનાં સ્થાપક ગુરુનાનકે મહાપ્રયાણ કર્યું (1539)

જન્મ સવંત 1526- કારતક સુદ પુનમ, તેમનાં અનુયાયીઓ સમય જતાં શીખ કહેવાયાં, તેમનાં ઉપદેશને ગ્રંથસાહેબમાં સંગ્રહિત કરાયો છે
એમણે ભક્તિ, નમ્રતા, પુરુષાર્થ, માનવપ્રેમ, સેવા, ત્યાગનો સંદેશ પ્રસરાવ્યો. તેથી કહેવાયું, ‘ગુરુ નાનક શાહ ફકીર, હિન્દુ કા ગુરુ મુસલમાન કા પીર.’ ઉપરાંત પંજાબમાં કહેવત ચાલી કે ‘નાનક બાબા સભ દા સાંઝા’- બાબા નાનક સૌના સખા

* પદ્મભૂષણથી સન્માનિત અને મહાત્મા જ્યોતિબા ફુલેનાં વંચિતોનાં શિક્ષણનાં સપનાને સાકાર કરનાર સામાજિક કાર્યકરકાર્યકર અને શિક્ષક ભાઉરાવ પાટિલનો મહારાષ્ટ્રનાં કોલ્હાપુર જિલ્લાનાં કુંબોજમાં જન્મ (1887)
ભાઉરાવ પાટિલનાં પ્રયાસોને મહારાષ્ટ્રનાં લોકોએ વધાવી લીધા અને બહુ જલદી તેમને ‘મેન ઑફ એક્શન’ એટલે કે ‘કર્મવીર’નો ખિતાબ મળ્યો

* માઉન્ટ એવરેસ્ટનાં શિખર પર પહોંચનાર પ્રથમ મહિલા જુન્કો તાબેઇનો જાપાનમાં જન્મ (1939)
તેઓ જાપાની પર્વતારોહક, લેખક અને શિક્ષક હતાં અને સાત સમિટમાં ચડનાર પ્રથમ મહિલા હતાં, દરેક ખંડો પર સૌથી વધુ શિખર પર ચઢ્યાં તેમાં કિલીમંજારો, માઉન્ટએકોનકાગુઆ, ડેનાલી, માઉન્ટ એલબ્રસ, માઉન્ટ વિન્સન અને પંકક જયા

* વિદ્યુત ડાયનેમોની શોધ કરનાર વૈજ્ઞાનિક માઈકલ ફેરાડેનો લંડનમાં જન્મ (1791)

* ભારતીય ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીનું અવસાન (2011)

* હિન્દી અને મરાઠી સિનેમામાં અભિનેત્રી દુર્ગા ખોટેનું અવસાન (1991)

* તેલુગુ અને તમિલ અભિનેત્રી અને ગાયિકા સરિદે વરલક્ષ્મીનું અવસાન (2009) 

* બંગાળી ટીવી અને ફિલ્મોના અભિનેતા બિભુ ભટ્ટાચાર્યનું અવસાન (2011)

* સમાજવાદી પાર્ટીના રાજકારણી - આગેવાન મોહન સિંહનું અવસાન (2013)

* બોલિવૂડ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ સના સઈદનો જન્મ (1988)

* સલોની કા સફરમાં સલોનીની ભૂમિકા માટે જાણીતી હિન્દી ટેલિવિઝન અભિનેત્રી રાજશ્રી ઠાકુરનો જન્મ (1981)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી રિધિ ડોગરાનો જન્મ (1984)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી મેહર વિજનો જન્મ (1986)