* પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત હિન્દી ફિલ્મ, ટેલિવિઝન, રંગમંચનાં અભિનેત્રી અને સામાજિક કાર્યકર શબાના આઝમીનો તેલંગણા રાજ્યનાં હૈદરાબાદમાં જન્મ (1950)
કવિ કૈફી આઝમી અને શૌકત આઝમીનાં પુત્રી શબાના પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયામાં એક્ટીંગ શીખ્યા છે
સમાંતર સિનેમાની અગ્રણી અભિનેત્રી શબાનાએ ફિલ્મોમાં વૈવિધ્યસભર ભૂમિકાઓ બદલ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનાં પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત ઘણા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે
તેઓ 1997થી 2003 દરમિયાન ભારતીય સંસદનાં રાજ્યસભામાં સભ્ય રહ્યાં
* આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સર્કિટમાં મહિલા અને મિશ્ર ડબલ્સ એમ બંને વિષયોમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર અને અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતીય બેડમિન્ટન ખેલાડી અશ્વિની પોનપ્પાનો જન્મ (1989)
* પદ્મશ્રીથી સન્માનિત ભારતનાં હિન્દી વ્યંગ્યવાદી અને રમૂજી કવિ કાકા હાથરસી (પ્રભુલાલ ગર્ગ)નો ઉત્તરપ્રદેશનાં હાથરસ ગામમાં જન્મ (1906)
‘કાકા તરંગ’, ‘કાકા કી ચૌપાલ’, ‘જય બોલો બૈમન કી’, ‘મેરા જીવન: એ-વન’ (આત્મકથા) વગેરે તેમની કૃત્તિઓ છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીત પર ‘વસંત’નાં નામ હેઠળ ત્રણ પુસ્તકો લખ્યાં છે
* ભારતીય આઝાદીનાં જંગનાં ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાનો પંજાબનાં અમૃતસરમાં જન્મ (1883)
ઢીંગરાનું ક્રાંતિકારી કામ લંડનની ઇન્ડિયા ઓફીસનાં મુખ્ય સલાહકાર અને ભારત સચિવનાં રાજકીય સલાહકાર કર્ઝન વાયલીની હત્યાનાં કિસ્સામાં છે, સરદારસિંહ રાણાની પિસ્તોલથી ભારતીય ક્રાંતિકારી મદનલાલ ઢિંગરાએ બ્રિટિશ ઑફિસર કર્ઝન વાયલીની લંડનમાં હત્યા કરી હતી
* લોકસભાના મહાસચિવ, ભૂતપૂર્વ IAS અધિકારી, ઉદ્યોગપતિ અને સનદી કર્મચારી સ્નેહલતા શ્રીવાસ્તવનો જન્મ (1957)
* ધાર રાજ્યના મહારાજા હેમેન્દ્ર સિંહ રાવ પવારનો જન્મ (1968)
* હિન્દી સ્ટેન્ડ-અપ કોમેડિયન સંજય રાજૌરાનો જન્મ (1973)
* તમિલ સિનેમામાં ફિલ્મ નિર્દેશક, અભિનેતા અને ગીતકાર વિગ્નેશ શિવનનો જન્મ (1985)
* ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2015નો તાજ જીતનાર મોડલ, સંશોધન વિશ્લેષક અને સૌંદર્ય સ્પર્ધાના શીર્ષક ધારક અભિનેત્રી અદિતિ આર્યાનો જન્મ (1993)
* ભારતીય પ્રોફેસર અને સુધારક અબ્રાહમ થોમસ કોવૂરનું શ્રીલંકાનાં કોલંબોમાં અવસાન (1978)