AnandToday
AnandToday
Friday, 16 Sep 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 17 સપ્ટેમ્બર

Today :17 SEPTEMBER 

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

* ભારતનાં 14માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત રાજ્યનાં મહેસાણા જિલ્લાનાં વડનગર ગામમાં જન્મ (1950)
2014ની લોકસભા ચૂંટણીમાં ભારતનાં વડાપ્રધાન પદ તરીકે ચૂંટાયા હતાં. ક્યારેય લોકસભા કે રાજ્યસભાનાં સભ્ય રહ્યાં વગર મુખ્યમંત્રીમાંથી સીધા વડાપ્રધાનપદ સુધી પહોંચનાર દેશનાં પ્રથમ વડાપ્રધાન છે
મોરારજી દેસાઈ પછી વડાપ્રધાન બનનાર તેઓ બીજા ગુજરાતી છે અને તેઓ ભારતનાં સૌથી પહેલાં એવાં વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે
તેઓ વારાણસી સંસદીય મત વિસ્તારમાંથી ચૂંટાયેલાં છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે
તા. 7 ઑક્ટોબર, 2001નાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાં હતાં અને ગુજરાત ખાતે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી બન્યા અને 26 મે, 2014નાં રોજ વડાપ્રધાન પદનાં શપથ લીધાં

* પદ્મશ્રી’, ‘પદ્મભૂષણ’, ‘પદ્મ વિભૂષણ’ અને ‘રાજા રવિવર્મા’ પુરસ્કારથી સન્માનિત પ્રસિદ્ધ ભારતીય ચિત્રકાર એમ. એફ. હુસૈન (મકબૂલ ફિદા હુસૈન) નો મહારાષ્ટ્રનાં પંઢરપુરમાં જન્મ (1915)
મુંબઈમાં પ્રોગેસિવ આર્ટિસ્ટ ગ્રૂપ ઑફ બોમ્બેનાં સ્થાપક સભ્ય હતાં. ઈ.સ.1940 પછી હુસૈનને ચિત્રકાર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળવી શરૂ થઇ, ભારતનાં પિકાસો તરીકે જાણીતાં હુસૈન તેમનાં ચિત્રોને કારણે વિવાદોનાં કેદ્રમાં પણ રહ્યા, 2006 થી ભારત બહાર રહેતા હતાં
તેમણે ‘થ્રૂ ધ આઈઝ ઓફ પેઈન્ટર’, ‘ગજગામિની’ અને ‘એ ટેલ ઓફ દિ સિટીઝ’ જેવી ફિલ્મો બનાવી હતી
હુસૈને પોતાનાં જીવનમાં ઘણી નાની ઉંમરથી પગમાં જૂતાં પહેરવનાં બંધ કરેલાં અને અમદાવાદમાં તેમણે જીવનનો ઘણો સમય વિતાવ્યો હતો 

* અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનનો તામિલનાડુનાં ચેન્નાઈમાં જન્મ (1986)

* મણિપાલ યુનિવર્સિટીના ચાન્સેલર અને મણિપાલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ગ્રુપના અધ્યક્ષ રામદાસ પાઈનો જન્મ (1935)

* ભારતીય ઉદ્યોગપતિ, રાજકારણી, ફિલ્મ નિર્માતા અને પરોપકારી ટી. સુબ્બારામી રેડ્ડીનો જન્મ (1943)

* કોલકાતા સ્થિત લક્સ ઇન્ડસ્ટ્રીઝ જૂથના વડા અને ભારતીય ઉદ્યોગપતિ અશોક તોડીનો જન્મ (1958)

* જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ ફ્રેડરિક બર્ન
હાર્ડ રિમેનનો બ્રેસેલેન્ઝમાં જન્મ (1826)
વિશ્લેષણ, સંખ્યા સિદ્ધાંત અને વિભિન્ન ભૂમિતિમાં યોગદાન આપ્યું, વાસ્તવિક વિશ્લેષણના ક્ષેત્રમાં, તે મોટે ભાગે એકીકૃત, રીમન ઇન્ટિગ્રલની પ્રથમ સખત રચના અને ફૌરિયર શ્રેણી પરનાં તેમનાં કાર્ય માટે જાણીતાં છે

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી સનાયા ઈરાનીનો જન્મ (1983)

* તમિલ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી પ્રિયા આનંદનો જન્મ (1986)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી નિયા શર્માનો જન્મ (1990)

* ફ્રાંસ અને ઈટાલી વચ્ચે આવેલી આલ્પ્સ પર્વતશૃંખલામાં માઉન્ટ સેનિસ પર્વતમાંથી આ ટનલ પસાર થતી 13.7 કીમી લાંબી મોન્ટ સેનિસ ટનલ (ફ્રિજસ રેલ ટનલ) પરિવહન ઉપયોગ માટે ખુલ્લી મૂકવામાં આવી (1871)

* મિસ અમેરિકાની સૌંદર્ય સ્પર્ધામાં સૌ પ્રથમવાર કોઈ અશ્વેત મહિલા વેનેસા વિલિયમ્સ એ ‘મિસ અમેરિકાનો ખિતાબ જીત્યો (1983)