ભારતની સંસ્કૃતિની ઓળખ અને દેશનાં ગૌરવ સમાન હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે
તા. 14મી સપ્ટેમ્બર, 1949નાં રોજ બંધારણીય સભાએ હિન્દીને રાષ્ટ્રીય ભાષા જાહેર કરવા માટે સર્વાનુમતે નિર્ણય કર્યો હતો
આઝાદી બાદ એટલે કે 1950માં બંધારણના અનુચ્છેદ 343(1) અંતર્ગત હિન્દીને દેવનાગરી લિપીમાં રાજભાષાનો દરજજો આપવામાં આવ્યો
ઈ.સ.1953થી દર વર્ષે 14મી સપ્ટેમ્બરનાં રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે
હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોને સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દુ ભગીની ભાષા કહેવાય છે, કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દ ભંડોળમાં ખૂબ સમાનતા જોવાય છે
* હિન્દી ફિલ્મ અભિનેતા, ગાયક અને ટીવી હોસ્ટ આયુષ્માન ખુરાનાનો ચંડીગઢ ખાતે જન્મ (1984)
જે સામાન્ય માણસોના તેમના વિવિધ ચિત્રણ માટે જાણીતા છે જે ઘણીવાર સામાજિક ધોરણો સામે લડે છે
તે 2004માં એમટીવી રોડીઝ જીત્યા, 2012માં વિકી ડોનરથી ફિલ્મ કેરિયર શરૂ કરી અને પાની દા રંગ... ગીત માટે પ્રથમ ફિલ્મફેર એવોર્ડ શ્રેષ્ઠ ગાયક તરીકે મેળવ્યો
તેની નોંધપાત્ર ફિલ્મોમાં દમ લગાકે હાઈસા, બરેલી કી બરફી, શુભ મંગલ સાવધાન, અંધાધુન, બધાઈ હો, આર્ટિકલ 15, બાલા,
* ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર (1 ટેસ્ટ અને 136 વનડે રમનાર) રોબીન્દ્ર રામનારાયણ સિંહનો જન્મ (1963)
આઈપીએલના મુંબઈ ઈન્ડિયન્સ અને કેરેબિયન પ્રીમિયર લીગના બાર્બાડોસ ટ્રાઈડેન્ટ્સનું કોચિંગ કર્યું છે
* દેવઘરમાં આધ્યાત્મિક નેતા અને સત્સંગના સ્થાપક શ્રી શ્રી ઠાકુર (અનુકુલચંદ્ર ચક્રવર્તી)નો જન્મ (1888)
* હિન્દી ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક જી.પી. સિપ્પી (ગોપાલદાસ પરમાનંદ સિપાહીમલાણી)નો જન્મ (1914)
* ભારતમાં સૌથી લાયક વ્યક્તિ તરીકે જાણીતા બનેલ અને 26 વર્ષની ઉંમરે દેશના સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા શ્રીકાંત જિચકરનો જન્મ (1954)
તેઓ યુનિવર્સિટીની 42 પરીક્ષાઓમાં હાજર રહીને 20 ડિગ્રીની પોસ્ટ મેળવ્યા પછી તેઓ એક રાજકારણી પણ બન્યા
* ભારતનાં ગવર્નર જનરલ તરીકે સેવા આપનાર (1828-35), લોર્ડ વિલિયમ બેન્ટિંક (વિલિયમ હેનરી કેવેન્ડિશ-બેન્ટિંક)નો ઇંગ્લેંડમાં જન્મ (1774)
ભારતમાં સતીપ્રથા નાબૂદ કરવાં, સ્ત્રી ભ્રૂણહત્યા અને માનવ બલિદાનને સમાપ્ત કરવા સહિતનાં ભારતમાં નોંધપાત્ર સામાજિક અને શૈક્ષણિક સુધારાઓ માટે તેમને શ્રેય આપવામાં આવે છે
* પૂર્વ કેન્દ્રીય કાયદામંત્રી અને વકીલ રામ જેઠમલાણીનો પાકિસ્તાનમાં જન્મ (1923)
તેમણે ભારતીય બાર કાઉન્સિલના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી
* સૈદ્ધાંતિક બહ્માંડ વિદ્યાનાં સંશોધક અને ભારતમાં સાપેક્ષવાદનાં પ્રણેતા ભૌતિકશાસ્ત્રી અમલકુમાર રાયચૌધરીનો કોલકતામાં જન્મ (1924)
* પેટ્રોલ વડે ચાલતી કારનાં એન્જિનની વિશ્વની સૌપ્રથમ પેટન્ટ મેળવનાર જ્યોર્જ હેનરી સેલ્ડનનો જન્મ (1846)
* ખગોળવિજ્ઞાની, ગણિતજ્ઞ અને એન્જિનિયર જીઓવાની ડોમિનિકો કેસિનીનું અવસાન (1712)
* ‘આધુનિક સાહિત્યનાં સૌથી વિશ્વાત્મક કવિ’ ગણાતાં ઇટાલિયન મહાકવિ દાન્તેનું અવસાન (1931)
મધ્યયુગી યુરોપીય કવિઓમાં શ્રેષ્ઠ કવિ તરીકે તેમની ગણના થાય છે. તેમને ઇટાલીનાં પુનર્જીવન ચળવળનાં આદ્યપ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે
* ગોદરેજ ગ્રુપમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બ્રાન્ડ ઓફિસર તાન્યા અરવિંદ દુબાશનો જન્મ (1968)
* બોલિવૂડ ફિલ્મોના લોકપ્રિય નિર્દેશક રાજકુમાર કોહલીનો જન્મ (1930)
* બહુવિધ શહેરોમાં 250 થી વધુ શો કરનાર સ્ટેન્ડ-અપ કોમેડિયન અને લેખક સોરભ પંતનો જન્મ (1981)