AnandToday
AnandToday
Sunday, 11 Sep 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 12 સપ્ટેમ્બર

Today : 12 SEPTEMBER 

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

* હિન્દી ફિલ્મ સંગીતને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા અપાવનાર પ્રથમ સંગીતકાર જોડી શંકર જયકિશન પૈકીના જયકિશન (જયકિશન ડાહ્યાભાઈ પંચાલ)નું મુંબઈમાં અવસાન (1971)
જયકિશનનો જન્મ ગુજરાતના વાંસદા ખાતે થયેલ અને શંકરનો જન્મ હૈદરાબાદ ખાતે થયો હતો, બન્ને મુંબઈના પૃથ્વી થિયેટરમાં મળ્યા અને આ જોડી બનવાનો ઇતિહાસ રચાયો 
હિન્દી ફિલ્મોની આ પ્રખ્યાત સંગીતકાર જોડીએ લગભગ બે દાયકા સુધી સંગીત જગતમાં રાજા તરીકે રાજ કર્યું અને ભારતીય ફિલ્મોમાં હળવાશ અને તાજગીનો અહેસાસ કરાવતુ મધુર સંગીત આપ્યું 

* ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ રહેલ રાજ સિંહ ડુંગરપુરનું મુંબઈમાં અવસાન (2009)
તેઓ 16 વર્ષ સુધી સ્થાનિક ક્રિકેટ રમ્યા હતા 

* ગુજરાતનાં ત્રીજા મુખ્યમંત્રી, સ્વાતંત્ર્ય સૈનિક કુટુંબનો વારસો ધરાવતાં હિતેન્દ્ર દેસાઈનું અવસાન (1993)
તા. 19 સપ્ટેમ્બર, 1965નાં રોજ ગુજરાતનાં બીજા મુખ્યપ્રધાન બળવંતરાય મહેતાનું વિમાની અકસ્માતમાં અવસાન થતાં મુખ્યપ્રધાન હિતેન્દ્ર દેસાઈ બન્યાં હતાં. તેઓ 1965 થી 1971 સુધી ગુજરાતનાં મુખ્યમંત્રી પદ પર રહ્યાં 
તેઓ ઈ.સ.1957માં મુંબઈ ધારાસભાનાં સભ્ય અને ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વિધાનસભાનાં સભ્ય અને જીવરાજ મહેતાનાં પ્રધાનમંડળમાં કાયદાપ્રધાન અને બળવંતરાય મહેતાનાં પ્રધાનમંડળમાં ગૃહ પ્રધાન અને નાયબ મુખ્ય મંત્રી હતાં

* ભારતના રાજકીય આગેવાન અને પત્રકાર ફિરોઝ જહાંગીર ગાંધીનો મુંબઈમાં જન્મ (1912)
સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા બાદ મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને તેમણે પોતાની અટકની અંગ્રેજી જોડણી- ‘Ghandy’ને બદલીને ‘Gandhi’  રાખી હતી
તેમનાં લગ્ન માર્ચ, 1942માં ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન ઈંદિરા નેહરુ (દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પુત્રી) સાથે થયાં હતાં
તેમને બે પુત્રો રાજીવ અને સંજય હતાં, જેમાં રાજીવ ગાંધી ભારતનાં વડાપ્રધાન બન્યાં હતાં
તેઓ લખનૌથી પ્રસિદ્ધ થતાં ‘ધ નેશનલ હેરાલ્ડ’ અને ‘નવજીવન’ નામનાં વર્તમાનપત્રનાં પ્રકાશક હતાં
આઝાદી પછી ફિરોઝ ગાંધી પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ અને ઈ.સ.1952માં રાયબરેલીથી સાંસદ બન્યાં હતાં

* ‘મહેફિલનાં રાજા’ કહેવાતાં કર્ણાટકનાં લોકપ્રિય હિન્દુસ્તાની ક્લાસિકલ ગાયક પંડિત સવાઈ ગંધર્વ (રામચંદ્ર કુંડગોલકર સૌંશી)નું અવસાન (1952)
તે કિરણ ઘરાનાં શૈલીની શૈલીમાં માસ્ટર હતાં અને  ઉદનાં પ્રથમ અને મુખ્ય શિષ્ય હતાં
લગભગ 24 વર્ષ સુધી રંગભૂમિનાં નાટકોમાં સક્રિય રહીને અભિનયની સાથે એમની અદભુત ગાયકી પણ લોકહદયને સંમોહિત કરી શકતી ને તેઓ સ્ત્રી તેમજ પુરુષ એમ બંનેની ભૂમિકા સરસ રીતે ભજવી શકતાં

* પદ્મશ્રીથી સન્માનિત અને અસ્પૃશ્યતા નિવારણનાં કાર્ય માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર સેવાવ્રતધારી પરીક્ષિતલાલ મજમુદારનું અવસાન (1965)

* કૃત્રિમ રેડિયોએક્ટિવિટીનાં શોધક અને કેમેસ્ટ્રીનું નોબેલ ઇનામથી સન્માનિત ઈરેન જુલિયટ ક્યૂરીનો પેરિસમાં જન્મ (1897) 
રેડિયમની શોધ કરનાર મેડમ ક્યુરી જાણીતા છે,  રેડિયમ કુદરતી રેડિયોએક્ટિવ પદાર્થ છે, પરંતુ મેડમ ક્યુરીની પુત્રી ઈરેન ક્યૂરીએ તેમનાથી આગળ વધીને કૃત્રિમ રેડિયોએક્ટિવ પદાર્થો શોધી કાઢ્યાં અને તબીબી જગતને મદદરૂપ થયાં

* હિન્દી સાથે સાઉથની ફિલ્મોમાં અભિનેત્રી, ભરત નાટ્યમ નૃત્યાંગના અને પ્રાણી કલ્યાણ કાર્યકર્તા અમલા અક્કીનેનીનો કોલકાતા ખાતે જન્મ (1967)

* ભારતીય શૂટર તેજસ્વિની સાવંતનો મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે જન્મ (1980)

* હિન્દી ફિલ્મ અને  ટેલિવિઝન અભિનેત્રી પ્રાચી દેસાઈનો સુરત ખાતે જન્મ (1988)

* તમિલ ફિલ્મ ઉદ્યોગમાં અભિનેતા ગૌતમ કાર્તિકનો ચેન્નાઇ ખાતે જન્મ (1989)

* શક્તિ - અસ્તિત્વ કે એહસાસ કીમાં સુરભીના પાત્ર માટે જાણીતી અભિનેત્રી રોશની સહોતાનો નવી દિલ્હી ખાતે જન્મ (1992)