* ભારતરત્ન’થી સન્માનિત સ્વતંત્રતા સેનાની અને ઉત્તરપ્રદેશ રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતનો જન્મ (1887) તેઓ સરદાર વલ્લભભાઈ પટેલનાં નિધન બાદ ભારતનાં ગૃહમંત્રી બન્યાં હતાં
* નવાનગર રજવાડાનાં મહારાજા જામ સાહેબ, રાજા રણજીતસિંહ (કર્નલ હિઝ હાઈનેસ સર રણજીતસિંહ વિભાજી)નો જામનગર પાસેનાં સડોદર ગામમાં જન્મ (1872)
તેઓ ક્રિકેટ જગતનાં એક ‘લિજેન્ડરી ફિગર’ હતાં અને સમગ્ર કારકિર્દી દરમિયાન રણજીતસિંહે 72 સદીઓ ફટકારી હતી તથા ‘જ્યુબિલી બુક ઑફ ક્રિકેટ’ પુસ્તક લખ્યું હતું
રણજીતસિંહ ઈ.સ.1907માં નવાનગર રાજ્યની ગાદીએ બેઠા પછી તેઓ ભારતીય રાજાઓનાં ચેમ્બર ઑફ પ્રિન્સનાં ચાન્સેલર બન્યાં હતાં
તેમની સ્મૃતિમાં પતિયાળાનાં મહારાજા ભૂપિન્દરસિંહનાં દાન દ્વારા ઈ.સ.1934માં ‘રણજી ટ્રૉફી’ની શરૂઆત થઈ જે આજ સુધી રમાય છે
* ભારતનાં કાર્યવાહક રાષ્ટ્રપતિ રહેલ સામાજિક કાર્યકર બાસપ્પા દનપ્પા જત્તીનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1912)
તેઓ 31 ઑગસ્ટ, 1974 થી 30 ઑગસ્ટ 1979 સુધી ભારતનાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાનાં અધ્યક્ષ અધ્યક્ષ હતાં, તા. 12 ફેબ્રુઆરી, 1977 થી 24 જુલાઈ, 1977 સુધી ભારતનાં કાર્યકારી રાષ્ટ્રપતિ રહ્યા
* ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત અમેરિકન ભૌતિકશાસ્ત્રી આર્થર હોલી કોમ્પ્ટનનો જન્મ (1892)
ક્ષ-કિરણોની ઈલેક્ટ્રોન્સ પર શું અસર થાય છે તેનો અભ્યાસ કરી ફોટોનથી ઇલેક્ટ્રોન તરફ ઊર્જા જાય છે એ સિદ્ધ કર્યું એ સિદ્ધાંતને ‘કોમ્પ્ટન ઈફેક્ટ’ કહે છે
* ખુલ્લા બજાર આધારિત અર્થવ્યવસ્થાના મજબૂત સમર્થકbચાઈનીઝ બિઝનેસ મેગ્નેટ, રોકાણકાર અને પરોપકારી જેક મા યુનનો ચીનમાં જન્મ (1964)
તેઓ બહુરાષ્ટ્રીય ટેકનોલોજી સમૂહ અલીબાબા ગ્રુપના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ચેરમેન છે
* મલયાલમ ફિલ્મો અને ટેલિવિઝનમાં અભિનેત્રી કવિયૂર પોનમ્માનો જન્મ (1945)
* હિન્દી, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, પટકથા લેખક, પ્રેરક વક્તા અને લેખક રમેશ અરવિંદનો જન્મ (1964)
* હિન્દી, મરાઠી, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેતા અતુલ કુલકર્ણીનો જન્મ (1965)
* હિન્દી સિનેમામાં ફિલ્મ નિર્દેશક, લેખક, સંપાદક, નિર્માતા, અભિનેતા અનુરાગ કશ્યપનો ગોરખપુર ખાતે જન્મ (1972)
* મલયાલમ ફિલ્મોમાં અભિનેત્રી અને નૃત્યાંગના મંજુ વોરિયરનો કન્યાકુમારી ખાતે જન્મ (1978)
* તમિલ ફિલ્મ ઉદ્યોગમાં અભિનેતા જયમ રવિનો જન્મ (1980)
* હિન્દી ટેલિવિઝન અભિનેતા, મોડલ અને ફેશન ડિઝાઇનર કરણ મહેરાનો જલનધર ખાતે જન્મ (1982)
* તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં અભિનેત્રી કેથરીન ટ્રેસાનો દુબઈ ખાતે જન્મ (1989)