* ગાંધીવિચારક અને ‘સૌમ્ય ક્રાંતિકારી’ તરીકે ઓળખાતાં સમાજસેવીકા ઈલા ભટ્ટનો અમદાવાદમાં જન્મ (1933)
ગરીબ મહિલાઓનાં જીવનમાં સુધારણા માટે તેમણે મહિલાઓ માટે 1972માં સ્થાપેલા કામદાર સંઘ SEWA (Self-Employed Women’s Association)ના આજે આશરે 13 લાખ મહિલા સભ્યો છે
તેમનું રેમન મેગ્સેસે ઍવોર્ડ, પદ્મશ્રી અને પદ્મભૂષણ તથા રાષ્ટ્રીય એકતા માટેનું ‘સુસાન બી. એન્થની’ પારિતોષિક, યશવંતરાવ ચૌહાણ એવોર્ડ, ઇન્દિરા ગાંધી પુરસ્કાર, ગ્રામીણ ઉત્થાન માટે દિવાળીબહેન મહેતા એવોર્ડ, લાલ બહાદુર શાસ્ત્રી પારિતોષિક, રાઈટ લાઈવલીહુડ પુરસ્કાર, નીવાનો શાંતિ પુરસ્કાર અને અન્ય ઘણાંબધાં પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યાં છે
તેમણે ‘ગુજરાતની નારી’, ‘આપણી શ્રમજીવી બહેનો’, ‘દુસરી આઝાદી’, ‘લારીયુદ્ધ’, ‘મારી બહેનો સ્વરાજ લેવું સહેલું છે’, હું સવિતા (હિંદી) વગેરે પુસ્તકોનું પ્રકાશન કર્યું છે
તેઓ ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ તરીકે 2015થી કાર્યરત છે
* મરાઠી અને હિન્દી ભાષાની પ્લેબેક ગાયિકા અને સંગીતકાર મીના ખાડીકરનો મુંબઈમાં જન્મ (1931)
તે પં. દીનાનાથ મંગેશકરની પુત્રી છે અને ગાયિકા લતા મંગેશકર, આશા ભોસલે, ઉષા મંગેશકર અને હૃદયનાથ મંગેશકરની બહેન છે
* COP26 માટે પ્રમુખ તરીકે સેવા આપતા બ્રિટિશ રાજકારણી અને કનઝાર્વેટીવ પાર્ટીના સભ્ય આલોક શર્માનો ભારતમાં આગ્રા ખાતે જન્મ (1967)
તેઓ કેબિનેટ કાર્યાલયના મંત્રી છે અને COP26 નું નેતૃત્વ કરવા માટે વ્યાપાર, ઉર્જા અને ઔદ્યોગિક વ્યૂહરચના માટે રાજ્ય સચિવ તરીકેના તેમના અગાઉના પદ પરથી રાજીનામું આપીને, તેમણે સંપૂર્ણ કેબિનેટ દરજ્જો જાળવી રાખ્યો છે
* ગુજરાતી ભાષાનાં ‘સૌંદર્યદર્શી’ કવિ તરીકે જાણીતાં કવિ બોટાદકર (દામોદર ખુશાલદાસ શાહ)નું અવસાન (1924)
‘જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ’, ‘ભાભીનાં ભાવ મને ભીંજવે’ અને ‘મીઠલડી માવલડીએ આણાં મોકલ્યા જેવાં મધુર ગીતોનાં કવિ બોટાદકરની વિશેષતા એ છે કે, એમનાં નારી જીવનનાં વિવિધ રૂપોનાં ગીતો માતા, ભાભી, બહેન, નણંદ, સાસુ, કન્યા, પ્રૌઢા વગેરે સામાજિક સંબંધો અને અવસ્થાઓને મધુર ઢાળમાં રજૂ કર્યાં
* રાજસ્થાનની ટોંક વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય, રાજસ્થાનના ડેપ્યુટી સીએમ અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ રહેલ રાજકારણી સચિન રાજેશ પાયલટનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1977)
* બ્રિટિશ આર્મી ઓફિસર લેફ્ટનન્ટ-જનરલ સર બ્રાયન ગ્વિન હોરૉક્સનો ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં જન્મ (1895)
જેઓને ઓપરેશન માર્કેટ ગાર્ડન અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અન્ય કામગીરીમાં XXX કોર્પ્સના કમાન્ડર તરીકે મુખ્ય રીતે યાદ કરવામાં આવે છે
* વિશ્વ રેન્કિંગમાં 6ઠા ક્રમે પહોંચેલ મિશ્ર અને મહિલા ડબલ્સમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાનો ખાતે જન્મ (1983)
તેણી બંને પ્રકારની સ્પર્ધાઓમાં 316+ મેચ જીત્યા છે, જે કોઈપણ ભારતીય દ્વારા સૌથી વધુ છે
* નિર્ભય ક્રાંતિકારી અને દળ સંચાલક તરીકે તેવો દેશવાસીઓમાં સદૈવ પ્રેરક રહેલ મહર્ષિ અરવિંદનાં પટ્ટશિષ્ય સુરેન્દ્રમોહન ઘોષનું અવસાન (1976)
* બંગાળી કવિ અને નવલકથાકાર હતા. તેઓ કોલકાતાના ભૂતપૂર્વ શેરિફ સુનીલ ગાંગુલી (સુનિલ ગાંગોપાધ્યાય)નો બાંગ્લાદેશમાં જન્મ (1934)
* દક્ષિણ ભારતીય તેલુગુ સિનેમા ઉદ્યોગના પ્રથમ મહિલા સુપર સ્ટાર તરીકે વ્યાપકપણે જાણીતા અભિનેત્રી, દિગ્દર્શક, સંગીત નિર્દેશક, ગાયક, નિર્માતા, નવલકથાકાર અને ગીતકાર પી. ભાનુમતિ રામકૃષ્ણનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1925)
* મલયાલમ સિનેમામાં ચાર દાયકામાં 400 થી વધુ ફિલ્મોમાં અભિનેતા અને નિર્માતા મમૂટી (મુહમ્મદ કુટ્ટી પનાપરામ્બિલ ઈસ્માઈલ)નો કેરળ રાજ્યમાં જન્મ (1951)
* હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં અભિનેત્રી રાધિકા આપ્ટેનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1985)
* ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત (મુન્ની બદનામ હુઈ...) પ્લેબેક સિંગર મમતા શર્માનો ગવાલીયર ખાતે જન્મ (1980)