AnandToday
AnandToday
Friday, 02 Sep 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 3 સપ્ટેમ્બર

Today : 3 SEPTEMBER 

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

* પદ્મશ્રી તથા રાજીવ ગાંધી ખેલરત્નથી સન્માનિત અને રેસ્લિંગમાં ભારત તરફથી ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી પહેલી મહિલા પહેલવાન રેસલર સાક્ષી મલિકનો હરિયાણામાં જન્મ (1992)

* સદગુરુ નામથી ઓળખાતા ભારતીય યોગ ગુરુ અને આધ્યાત્મિકતાના સમર્થક જગદીશ "જગ્ગી" વાસુદેવનો જન્મ (1957)
તેમણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવતા આશ્રમ અને યોગ કેન્દ્ર ઈશા ફાઉન્ડેશનની સ્થાપના 1992માં,
કોઈમ્બતુર નજીક કરી છે 

* બુકર પ્રાઈઝથી સન્માનિત લેખિકા કિરણ દેસાઈનો નવી દિલ્હી ખાતે જન્મ (1971)

* બોલિવૂડ ફિલ્મોમાં અભિનેતા શક્તિ કપૂરનો દિલ્હી ખાતે જન્મ (1952)
તેમની દિકરી શ્રદ્ધા કપૂર આજે ખુબ લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે

* ગુજરાતી ભાષાનાં કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી નરસિંહરાવ દિવેટિયાનો અમદાવાદમાં જન્મ (1859)
અર્વાચીન ગુજરાતી કવિતાને સંસ્કારશુદ્ધ કરનારાં કવિ-વિવેચક અને ‘મંગલ મંદિર ખોલો, દયામય...’ જેવાં કારુણ્યસભર ઉદગાર પ્રગટાવનાર નરસિંહરાવ દિવેટિયાને કાકા કાલેલકરે તેઓને ગુજરાતી સાહિત્યનાં ભીષ્મપિતામહ કહ્યાં છે 

* હિન્દી ફિલ્મ અભિનેતા ગોવિંદ નામદેવનો મધ્યપ્રદેશ રાજ્યમાં જન્મ (1954)

* તમિલ ભાષાની ફિલ્મોમાં અભિનેતા ગુરુ સોમસુંદરમનો મદુરાઈ ખાતે જન્મ (1975)

* બોલિવૂડ ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયનો હૈદરાબાદ ખાતે જન્મ (1976)
તેમના પિતા સુરેશ ઓબેરોય ખુબ લોકપ્રિય અભિનેતા રહ્યા છે 

* હિન્દી અને તેલુગુ સિનેમામાં જાણીતા ફિલ્મ અભિનેતા અર્જન બાજવાનો દિલ્હી ખાતે જન્મ (1979)

* તેલુગુ સિનેમામાં અભિનેતા કમલ કામરાજુનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1981)

* કલર્સ ટીવીના બેઇન્તેહામાં ઝૈન અબ્દુલ્લાના પાત્ર માટે જાણીતા હિન્દી ટેલિવિઝન અભિનેતા હર્ષદ અરોરાનો નવી દિલ્હી ખાતે જન્મ (1987)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન બાળ કલાકાર અમેય પંડ્યાનો જન્મ (1998)