ભારતના પ્રથમ મહિલા લોકપાયલોટ - રેલ્વે ટ્રેનના ડ્રાઇવર સુરેખા યાદવનો મહારાષ્ટ્રના સતારા ખાતે જન્મ (1965)
* ભારતીય ક્રિકેટર ( 105 ટેસ્ટ અને 80 વનડે રમનાર) ઇશાંત શર્માનો નવી દિલ્હી ખાતે જન્મ (1988)
* પદ્મભૂષણ અને મરાઠી ભાષાનાં પહેલાં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વિષ્ણુ સખારામ ખાંડેકરનું અવસાન (1976)
સાહિત્યસર્જન ક્ષેત્રે તેમણે 16 નવલકથા, 100 ઉપરાંત નિબંધ, 6 નાટકો, 250થી વધુ ટૂંકી વાર્તાઓ અને 200 જેટલાં વિવેચન લેખો અને તેમનાં લલિત નિબંધો તેની ભાષા શૈલીના કારણે ખાસ વખણાયા છે
* ભારતના પ્રથમ મહિલા લોકપાયલોટ - રેલ્વે ટ્રેનના ડ્રાઇવર સુરેખા યાદવનો મહારાષ્ટ્રના સતારા ખાતે જન્મ (1965)
* પદ્મશ્રીથી સન્માનિત ભારતીય કથક નૃત્યાંગના શોવના નારાયણનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1950)
* દુબઇ સ્થિત ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ બી. રવિ પિલ્લઈનો કેરળ રાજ્યમાં જન્મ (1953)
* ફિલ્મ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, પટકથા લેખક, સ્ટંટ સંયોજક, પ્લેબેક ગાયક, કોરિયોગ્રાફર અને રાજકીય આગેવાન પવન કલ્યાણનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1971)
તેમના ભાઈ ચિરંજીવી પણ અભિનેતા અને રાજકારણી છે
* હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર, સંગીતકાર અને ફિલોસોફર તોચી રૈનાનો દરભંગા ખાતે જન્મ (1971)
* ભારતીય શાસ્ત્રીય નૃત્યના વિવિધ સ્વરૂપો ભરતનાટ્યમ, કુચીપુડી અને મોહિનીઅટ્ટમ શીખવતા નૃત્યાંગના દિવ્યા ઉન્નીનો કોચી ખાતે જન્મ (1981)
* ફિલ્મ અને થિયેટર અભિનેતા, નૃત્યાંગના અને કોરિયોગ્રાફર રેવંત સારાભાઈનો અમદાવાદ ખાતે જન્મ (1984)
તેમના માતા મલ્લિકા સારાભાઈ એક સક્રિય કાર્યકર્તા અને નૃત્યાંગના છે
* કન્નડ ફિલ્મોમાં અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, પટકથા લેખક, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને ગાયક સુદીપનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1973)
* ભારતમાં હિન્દી ફિલ્મ અભિનેત્રી સાધના શિવદાસાનીનો પાકિસ્તાનમાં જન્મ (1941)
તેમની યાદગાર ફિલ્મોમાં લવ ઇન સિમલા, અસલી નકલી, મેરે મેહબૂબ, વો કૌન થી, રાજકુમાર, આરઝૂ, વક્ત વગેરે છે
* પંજાબ સરકારના મંત્રી રહેલ સમાજવાદી આગેવાન રાજ ખુરાનાનો જન્મ (1956)
* આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભામાં સંસદ સભ્ય રહેલ ફિલ્મ અભિનેતા અને નિર્માતા નંદમુરી હરિકૃષ્ણાનો જન્મ (1956)
* વૈષ્ણવ ધર્મના હિંદુ ફિલસૂફ, ગુરુ અને આધ્યાત્મિક સુધારક ભક્તિવિનોદા ઠાકુર ગૌડિયાનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1838)
* શ્રી નારાયણ ધર્મ પરિપાલન સાથે સંકળાયેલા સમાજ સુધારક, પત્રકાર અને ક્રાંતિકારી ટી. કે. માધવનનો કેરળ રાજ્યમાં જન્મ (1885)
* મહાન ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વિલિયમ રૉવન હેમિલ્ટનનું અવસાન (1865)
* મકાઈનાં જિનેટિક મેપની પ્રથમવાર શોધ કરી ક્રોમોસોમની ગતિવિધિ વિશે ઉંડાં સંશોધનો બદલ મેડિસિનનું નોબેલ ઈનામ મેળવનાર બાર્બરા મેકક્લિન્ટોકનું અવસાન (1992)