* અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતના ક્રિકેટ ખેલાડી (67 ટેસ્ટ અને 229 વનડે રમનાર) અને મેચ રેફરી જવાગલ શ્રીનાથનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1969)
તેમના નામ પર જે રેકોર્ડ નોંધાયા છે, તે યાદીમાં ભારતીય બોલર દ્વારા વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો, ભારતીય ઝડપી બોલરોમાં વનડેમાં સૌથી વધુ વિકેટ મેળવવાનો, 300 ODI વિકેટ લેનાર બીજા ભારતીય બોલર અને 300 થી વધુ ODI વિકેટ ઝડપનાર વિશ્વના 11 બોલરોમાંથી એક છે
* બ્રિટિશ શાહી પરિવારનાં સભ્ય, પ્રિન્સ ચાર્લ્સના પ્રથમ પત્ની, પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયનાનું 36 વર્ષની વયે કાર અકસ્માતમાં અવસાન (1997)
પ્રિન્સેસ ડાયનાનાં લગ્ન પ્રિન્સ ચાર્લ્સ સાથે તા. 29 જુલાઇ, 1981એ થયા અને 28 ઑગસ્ટ, 1996નાં રોજ છૂટાછેડા થઇ ગયા હતાં
ડાયના તેમનાં જીવનમાં સમાજ કલ્યાણનાં કામોમાં જોડાયેલા રહેવાને કારણે વધુ પ્રખ્યાત હતાં
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુરત લોકસભા મતવિસ્તારમાંથી 1989, 1991, 1996, 1998, 1999 અને 2004માં ચૂંટાયેલ ભાજપના સભ્ય કાશીરામ રાણાનું અમદાવાદ ખાતે અવસાન (2012)
* ગુજરાતી સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃત્તિની અનન્ય સેવા કરનાર આ અંગ્રેજ સજ્જન એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ (એ.કે.ફૉર્બસ)નું પુનામાં અવસાન (1865)
શિલ્પશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા ફોર્બ્સને નસીબ નોકરીમાં ખેંચી ગયું અને 1843માં સનદી અધિકારી તરીકે ભારત આવ્યાં, અમદાવાદમાં સહાયક ન્યાયાધીશનાં હોદ્દે બિરાજમાન થયાં પણ મુખ્ય કામ સાહિત્ય અને ઇતિહાસનાં અધ્યયન અને સંશોધનને પ્રોત્સાહન આપવાનું કર્યું
કુથ્યા પુસ્તક કાપિને એનો ન કરીશ તું અસ્ત,
ફરતો ફરતો ફારબસ ગ્રાહક મળ્યો ગૃહસ્થ
* પદ્મ વિભૂષણ અને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત પ્રસિદ્ધ કવયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકાર અમૃતા પ્રીતમનો પાકિસ્તાનમાં જન્મ (1919)
સ્વતંત્ર મિજાજ અને આગવી પ્રતિભા ધરાવતા અમૃતા પ્રીતમએ 100 જેટલા પુસ્તકો લખ્યા છે અને જેમની કૃતિઓનો અનુવાદ અનેક ભાષામાં થયો છે, સોનહરે ડે, મેરા અંતિમ પત્ર, એક થી અનિતા, દિલ્હી કી ગલિયાં જેવાં કાવ્યસંગ્રહો અને પિંજર, યાત્રી, એક સવાલ, જેબકતરા જેવી નવલકથાઓ તથા આત્મકથાઓનાં ઇતિહાસમાં અમર કહી શકાય તેવી ‘રેવન્યૂ સ્ટેમ્પ’ નામથી આત્મકથા લખી છે, જેમાં તેમણે પોતાનાં જીવનમાં બનેલી અંતરંગ વાતોને પણ બેધડક લખી છે
* પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો જન્મ (1957)
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહિલા સ્વતંત્રતા સેનાની રામ દુલારી સિંહાનું દિલ્હી ખાતે અવસાન (1994)
* પંજાબના મુખ્યમંત્રી (1992-95) બેઅંત સિંહનું આત્મઘાતી બૉમ્બ બ્લાસ્ટમાં અવસાન (1995)
* એડ મેકર અને 11 ફિલ્મોમાં નેશનલ એવોર્ડ મેળવનાર પ્રસિદ્ધ ડાયરેક્ટર રીતુપર્ણો ઘોષનો કલકત્તામાં જન્મ (1963)
રીતુપર્ણોની 22 ફિલ્મોમાં 2 ફિલ્મ હિન્દી અને 2 ફિલ્મ ઇંગ્લિશ બનાવી હતી
* વર્ષ 2014 માટે UPSC ના CSEમાં સૌથી વધુ સ્કોર કરનાર વ્યક્તિત્વ અને IAS અધિકારી ઇરા સિંઘલનો દિલ્હી ખાતે જન્મ (1983)
* ભારતીય મૂળના, બ્રિટિશ આધારિત રસોઇયા, રેસ્ટોરેચર અને ટીવી વ્યક્તિત્વ અતુલ કોચરનો જામશેદપુર ખાતે જન્મ (1969)
મિશેલિન સ્ટાર મેળવનાર તેઓ પ્રથમ બે ભારતીય શેફ પૈકીના એક છે
* મલયાલમ ફિલ્મ નિર્માતા, વિતરક, પ્લેબેક ગાયક અને પ્રભાવશાળી અભિનેતા જયસૂર્યાનો જન્મ (1978)
* તમિલ ફિલ્મોમાં સાઉન્ડટ્રેક સંગીતકાર અને ગાયક-ગીતકાર યુવન શંકર રાજાનો ચેન્નાઇ ખાતે જન્મ (1979)
* ધરતી કા વીર યોદ્ધામાં 'પૃથ્વીરાજ ચૌહાણ'નું પાત્ર ભજવવા માટે તે પ્રસિદ્ધિ ટીવી અભિનેતા અનસ રશીદનો પંજાબમાં જન્મ (1980)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા નિહારિકા સિંહનો નવી દિલ્હી ખાતે જન્મ (1982)
* સતીન્દર સરતાજ તરીકે જાણીતા, પંજાબી ગાયક, ગીતકાર, અભિનેતા અને કવિ સતીન્દર પાલ સિંહનો હોશિયારપૂર ખાતે જન્મ (1982)
* તેલુગુ અને કન્નડ સિનેમાના સંગીતકાર, મલ્ટિ-ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ, કંડક્ટર ગાયક-ગીતકાર, અભિનેતા અને સંગીતકાર પેંડ્યાલા નાગેશ્વર રાવનું અવસાન (1984)
* હિન્દી અને ગુજરાતી ફિલ્મો - ટીવી અને સ્ટેજ અભિનેતા મહાવીર શાહનું અમેરિકા ખાતે અવસાન (2000)