AnandToday
AnandToday
Saturday, 27 Aug 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 28 ઓગસ્ટ 

Today : 28 AUGUST

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

સૌરાષ્ટ્રનું સાહિત્ય એટલે "ઝવેરચંદ મેઘાણી".
 
ઝવેરચંદ મેઘાણી ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા.

* ઝવેરચંદ મેઘાણીનો સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલામાં જન્મ (1896)
‘ખુમારીથી ઝઝુમતી હોય જોવી ગુર્જરી વાણી,
કસુંબલ રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી.’
મહાત્મા ગાંધીએ તેઓને રાષ્ટ્રીય શાયરનો દરજ્જો આપ્યો છે. ચારણ કન્યા, શિવાજીનું હાલરડું, કસુંબીનો રંગ, કોઈનો લાડકવાયો અને છેલ્લો કટોરો જેવાં પ્રસિદ્ધ કાવ્યોનાં તે રચિયાતા હતાં
સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત, કંકાવટી, માણસાઇનાં દીવા, સોરઠી સંતો, સોરઠી બહારવટિયા, સિંધૂડો, તુલસી ક્યારો, યુગ વંદના, સૌરાષ્ટ્રનાં ખંડેરો અને લોકસાહિત્યનું સમાલોચન જેવાં પુસ્તકો દ્વારા ગુજરાતી લોકસાહિત્ય, સાહિત્ય અને ગુજરાતી સમાજની અવિસ્મરણીય સેવા બજાવી છે
ઝવેરચંદ મેઘાણી ‘સૌરાષ્ટ્ર’ પત્રનાં તંત્રી, ‘ફૂલછાબ’ના તંત્રી અને ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કૉલમનાં સાહિત્યપાનાનું સંપાદન કર્યું
‘ગાંધી તણા દિલદર્દનાં ગીતોનો ગાનારો ગયો,
સૌરાષ્ટ્રનો કવિ કેસરી એ મર્દ મેઘાણી ગયો.’

* મહાન સૈનિક અને કુશળ રાજકારણી, સાહિત્ય - કલાના મહાન પ્રેમી, મુઘલ સામ્રાજ્યના વરિષ્ઠ કમાન્ડર (મિર્ઝા રાજા) અને સૌથી પ્રભાવશાળી સામંત જયસિંહ પ્રથમ (મિર્ઝા રાજા જય સિંહ)નું અવસાન (1667)

* મુંબઈના સાંસદ (2005-09) પ્રિયા દત્તનો મુંબઈ ખાતે જન્મ (1966)
તેમના માતા નરગીસ અને પિતા સુનિલ દત્ત અભિનેતા હતા અને ભાઈ સંજય દત્ત પણ અભિનેતા છે

* માતૃભાષા હિન્દી હતી અને અંગ્રેજીમાં વિદ્વાન બન્યા તથા ઉર્દૂમાં શાયરી લખીને દુનિયાભરમાં પોતાનું એક આગવું નામ કરનાર ફિરાક ગોરખપુરી (રઘુપતિ સહાય)નો યુપીનાં ગોરખપુરમાં (1896) જન્મ
પદ્મભૂષણથી સન્માનિત ફિરાક ગોરખપુરીના ઉર્દૂ કાવ્યસંગ્રહ ‘ગૂલે નગ્મા’ને સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો

* ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના અધ્યક્ષ રહેલ અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ઈસરોના સલાહકાર બનેલ જી.કે. મેનનનો કર્ણાટકના મેંગલોરમાં જન્મ (1928)
તેઓ ભારતની ત્રણેય વિજ્ઞાન અકાદમીના ફેલો છે અને દરેકના પ્રમુખ રહી ચૂક્યા છે
પ્રોફેસર મેનને કોસ્મિક કિરણોના અભ્યાસમાં વિશેષ શોધો કરી છે અને તે ખાસ કરીને પ્રાથમિક કણોની ઉચ્ચ ઉર્જા ક્રિયાપ્રતિક્રિયાઓ માટે નોંધવામાં આવે છે અને કિરણો, પાર્ટિકલ ફિઝિક્સમાં વૈજ્ઞાનિક કાર્ય કર્યું છે

* હિન્દી સાહિત્યના જાણીતા સામયિક હંસના સંપાદક અને લોકપ્રિય નવલકથાકાર રાજેન્દ્ર યાદવનો જન્મ (1929)
નવલકથાઓ, વાર્તાઓ, કવિતા અને વિવેચન સહિત સાહિત્યની તમામ શૈલીઓ પર તેમની સમાન પકડ હતી

* ભોપાલના રજવાડાની રાજકુમારી અને  ભારતની પ્રથમ મહિલા પાયલોટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર આબિદા સુલતાનનો ભોપાલમાં જન્મ (1913)
તેમણે 25 જાન્યુઆરી, 1942ના રોજ તેમનું ફ્લાઈંગ લાયસન્સ મેળવ્યું હતું
પિતા હમીદુલ્લા ખાનની કેબિનેટના અધ્યક્ષ અને મુખ્ય સચિવની જવાબદારી પણ નિભાવી અને તેઓ અખિલ ભારતીય મહિલા સ્ક્વોશ ચેમ્પિયન હતા 

* હિન્દી તેમજ બંગાળી સિનેમામાં અભિનેત્રી સુમિત્રા દેવીનું અવસાન (1990)
તેમને દાદા દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ મમતા (1952)ની ભૂમિકા માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે, તેમની અભિજોગ (1947), પાથેર દાબી (1947), પ્રતિબાદ (1948), જોયજાત્રા (1948), સ્વામી (1949), દેવી ચૌધુરાની (1949), સમર (1950), દસ્યુ જેવી ફિલ્મો સાથે બંગાળી સિનેમામાં તેની કારકિર્દી જાળવી રાખી અને મોહન (1955) કાર્તિક ચટ્ટોપાધ્યાયની કલ્ટ ક્લાસિક સાહેબ બીબી ગુલામ (1956)માં મકાનમાલિકની સુંદર આલ્કોહોલિક પત્ની તરીકેની ભૂમિકા માટે પણ યાદ કરાય છે

* માનદાદાના હુલામણા નામથી ઓળખાતા માનશંકર નરભેશંકર ભટ્ટનો જન્મ (1908)
ગુજરાતના સેવા જગતમાં ભાવનગર શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટનું નામ આદરપૂર્વક લેવાય છે

* વીર પત્રકાર અને ગુજરાતના માર્ટિન લ્યુથર તરીકે પંકાયેલા કરસનદાસ મૂળજીનું અવસાન (1871)
ખીંચો ન કમાનો કો ન તલવાર ચલાઓ,
જબ તોપ મુકાબીલ હો તબ અખબાર નીકાલો

* ઓલા કેબ્સના સહ-સ્થાપક અને ભારતીય ઉદ્યોગસાહસિક ભાવિશ અગ્રવાલનો લુઘીયાણા ખાતે જન્મ (1985)

* ભાલા ફેંકનાર ભારતીય ખેલાડી અને રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અન્નુ રાનીનો મીરુત ખાતે જન્મ (1992)

* બોલીવુડ અને ગુજરાતી ફિલ્મોમાં નિર્દેશક અને અભિનેતા દીપક તિજોરીનો મુંબઈ ખાતે જન્મ (1961)
જે આશિકી, ખિલાડીમાં તેમની સહાયક ભૂમિકાઓ માટે જાણીતા છે

* હિન્દી અને મરાઠી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોના પટકથા લેખક, અભિનેતા અને દિગ્દર્શક અનંત મહાદેવનનો કેરળ રાજ્યમાં જન્મ (1950)

* હિન્દી ટીવી અભિનેતા સંજીવ સેઠનો મુંબઈ ખાતે જન્મ (1961)

* બોલિવૂડ ફિલ્મ અને ટીવી અભિનેત્રી લતા સભરવાલનો મુંબઈ ખાતે જન્મ (1975)

* હિન્દી ટેલિવિઝન - ફિલ્મ અભિનેતા, નિર્માતા અને ડિઝાઇનર કરણવીર બોહરાનો ખાતે જન્મ (1982)