* ભારતમાં અવકાશ વિજ્ઞાનનાં જનક વિક્રમ સારાભાઈનો અમદાવાદમાં જન્મ (1919)
ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા જેમણે અવકાશ સંશોધનની શરૂઆત કરી અને ભારતમાં પરમાણુ શક્તિ વિકસાવવામાં મદદ કરી હતી
ભારતમાં ‘અવકાશ-વિજ્ઞાનનાં પિતા’ વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં શારીરિક સંશોધન પ્રયોગશાળા (પીઆરએલ), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM), નહેરુ ફાઉન્ડેશન, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ એસોસિએશન (અટીરા) અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી (સેપ્ટ) તથા અંધજન મંડળની સ્થાપના કરી હતી
તેમના પ્રયત્નોથી અમદાવાદમાં ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અને તિરુવન્તપુરમનાં થુમ્બાંમાં તેમણે રોકેટ લોન્ચિગ સ્ટેશન સ્થાપ્યું હતું
ડૉ.વિક્રમ સારાભાઈને તેમની સિદ્ધિઓ બદલ ‘પદ્મ ભૂષણ’ અને ‘પદ્મ વિભૂષણ’ (મરણોતર)નાં ખિતાબોથી નવાજવામાં આવ્યા હતાં
* T-Series મ્યુઝિક લેબલના સ્થાપક અને બોલિવૂડ મૂવી નિર્માતા ગુલશન કુમાર (દુઆ)ની મુંબઈમાં હત્યા થતાં અવસાન (1997)
* ઇંગ્લેન્ડમાં જન્મેલ બ્રિટીશ સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, "રેલ્વેનાં પિતા" તરીકે પ્રખ્યાત, વરાળ એન્જિન વિષયક મૂળભૂત પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક જ્યોર્જ સ્ટિફન્સનનું અવસાન (1848)
* રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત ગુજરાતી લેખક, નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ ચુનીલાલ મડિયાનો જન્મ (1922)
જેઓ તેમની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ માટે સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારો માટે જાણીતા હતા.
* પદ્મ ભૂષણથી સન્માનિત કાર્ડિયોવાસ્ક્યુલર અને કાર્ડિયોથોરાસિક સર્જન નરેશ ત્રેહાનનો પંજાબ રાજ્યમાં જન્મ (1946)
* કર્ણાટકના 22મા મુખ્ય પ્રધાન (2013-18) સિદ્ધારમૈયાનો જન્મ (1948)
* રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીનો ચેન્નાઇ ખાતે જન્મ (1952)
* હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી સારા અલી ખાનનો જન્મ (1995)
તેના માતા અમૃતા સિંહ અભિનેત્રી છે અને પિતા સૈફ અલી અભિનેતા છે
* હિન્દી અને તમિલ-તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી સૈયશાનો મુંબઈમાં જન્મ (1997)
તેમના પિતા સુમિત સહગલ ફિલ્મ અભિનેતા છે
* હિન્દી ટેલિવિઝન સિરિયલો અને ફિલ્મ દિગ્દર્શક કૌશિક ઘટકનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1971)
* વિશ્વ હાથી દિવસ *
વિશ્વમાં હાથીઓની કુલ વસ્તીના 60 ટકા હાથીઓ ભારતમાં હોવાનું માનવામાં આવે છે
* આંતરરાષ્ટ્રીય યુવાદિન *
ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી અર્થાત 12મી જાન્યુઆરીનાં દિવસને પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય યુવા દિન’નાં રૂપમાં મનાવવામાં આવે છે