AnandToday
AnandToday
Monday, 08 Aug 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 9 ઓગસ્ટ

Today : 9 AUGUST  

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત ભારતીય કલાત્મક જિમ્નાસ્ટ દીપા કર્માકરનો ત્રિપુરા રાજ્યના અગરતલા ખાતે જન્મ (1993)

* તેલુગુ સિનેમામાં અભિનેતા, નિર્માતા, મીડિયા વ્યક્તિત્વ અને તેમના પરોપકારી કાર્યો માટે જાણીતા મહેશ બાબુનો ચેન્નાઇ ખાતે જન્મ (1975)
તેમના લગ્ન અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે 2005માં થયા છે 

* ગોવા, મધ્ય પ્રદેશ અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ (2014-19) અને રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય (1994-2000) ઓમ પ્રકાશ કોહલીનો દિલ્હી ખાતે જન્મ (1935)

* સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત હિન્દી લેખક, પત્રકાર અને સ્ક્રિપ્ટ રાઈટર મનોહર શ્યામ જોશીનો અજમેર ખાતે જન્મ (1933)
જે ભારતીય ટેલિવિઝનના પ્રથમ સોપ ઓપેરા "હમ લોગ"ના લેખક છે અને પછી બુનિયાદ, કાકાજી કહીંન પણ લખી
તેઓ રાજકીય વ્યંગ સાથે કસાપ અને ક્યાપ સહિતની ઘણી પ્રાયોગિક નવલકથાઓના લેખક તરીકે સૌથી વધુ જાણીતા રહ્યા 

* પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની માટે જાસૂસ હોવાનો દોષી ઠેરવવામાં આવેલ ડચ વિદેશી નૃત્યાંગના અને ગણિકા માતા હરી (માર્ગારેથા ગીર્ત્રુઈડા મેકલિયોડ)નો જન્મ (1876)

* પદ્મશ્રીથી સન્માનિત, ભારતમાં લાઇબ્રેરી યુગનું નિર્માણ કરનાર ડૉ. શિયાલી રામામૃત રંગનાથનનો તમિલનાડુમાં જન્મ (1892)
સરકારે તેમની ‘નેશનલ પ્રોફેસર ઑફ લાઇબ્રેરી’  તરીકે પસંદગી કરી હતી. તેઓ 1944 થી 1953 દરમિયાન ભારતીય લાઇબ્રેરી એસોસિએશનના અધ્યક્ષ હતાં

* લોટસ પ્રાઈઝ અને લેનિન પીસ પ્રાઈઝથી સન્માનિત ફિલિસ્તીની કવિ મહમૂદ દરવેશનું અમેરિકા ખાતે અવસાન (2008)

* પદ્મ ભૂષણથી સન્માનિત હિન્દી નવલકથાકાર, સંપાદક અને ગદ્ય લેખક આચાર્ય શિવપૂજન સહાયનો ભોજપુર ખાતે જન્મ (1893)

* વકીલ, સ્વાતંત્ર્ય સેનાની, શાસ્ત્રીય કલાકાર અને કાર્યકર ઇ. ક્રિષ્ના ઐયરનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1897)

* બૉલીવુડ ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાકનો જયપુર ખાતે જન્મ (1936)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં નૌનિહાલ, ગોમતી કે કિનારે, સનમ બેવફા, ચાંદ કા ટુકડા, બેવફા સે વફા, સૌતન કી બેટી, સૌતન, સાજન બીના સુહાગન વગેરે છે 

* ગોવાના દરિયાકાંઠાના કોંકણી ભાષાની ગાયિકા લોર્ના કોર્ડેરોનો જન્મ (1944)

* હિન્દી ફિલ્મ અભિનેતા વિવેક મુશરાનનો ઉત્તરપ્રદેશ રાજ્યમાં જન્મ (1969)
તેની નોંધપાત્ર ફિલ્મોમાં સોદાગર, બેવફા સે વફા, પ્રેમ દીવાને, દિલ હૈ બેતાબ, રામ જાને, સનમ, તમાશા, વીરે દી વેડિંગ વગેરે છે 

* ભારતીય ક્રિકેટર (1 ટેસ્ટ રમનાર) વિકેટ કીપર ખેરશેદ મહેરહોમજીનો મુંબઈમાં જન્મ (1911)

* ભારતના વ્યાવસાયિક બોડી બિલ્ડર સુહાસ ખામકરનો કોલ્હાપુર ખાતે જન્મ (1980)

* તમિલ ફિલ્મોમાં અભિનેત્રી હંસિકા મોટવાણીનો મુંબઈમાં જન્મ (1991)
તેમણે બાળકલાકાર તરીકે ટીવી સિરિયલ શાકા લાકા બૂમ બૂમ અને જીસ દેશ મેં નિકલા હોગા ચાંદ સાથે કોઈ મિલ ગયા હિન્દી ફિલ્મમાં બાલ કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી 

* પાણીની ગુણવત્તા અને પૃથક્કરણનાં પિતામહ વિજ્ઞાની સર એડવર્ડ ફ્રેન્કલેન્ડનું અવસાન (1899)
એડવર્ડે ફ્રેન્કલેન્ડએ પાણીનું પૃથક્કરણ કરીને તેમાંની અશુદ્ધિઓ, દ્રવ્યો વગેરે શોધવાની પદ્ધતિઓ વિકસાવી, જેમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો ભારે ઉપયોગ થયેલો અને આ સંશોધનથી માણસને પીવાલાયક શુદ્ધ પાણી મળવાની શરૂઆત થઈ 

* કાકોરી ટ્રેન લૂંટ કરાઈ (1925)
શાહજહાંપુરથી લખનૌ તરફની 8 નંબરની ડાઉન ટ્રેન કાકોરી શહેર નજીક આવી રહી હતી ત્યારે ક્રાંતિકારીઓ દ્વારા ટ્રેનને લૂંટવામાં આવી હતી. એમાં રામપ્રસાદ બિસ્મિલ મુખ્ય નેતા ઉપરાંત અશકાફ ઉલ્લાંખા, રોશનસિંહ અને રાજેન્દ્ર લાહીડી હતાં
કાકોરી કાંડ/ષડયંત્રના ઉદ્દેશોમાં બ્રિટીશ એડમિનિસ્ટ્રેશન પાસેથી દબાણ દ્વારા પૈસા લઈને એચઆરએ પાસેથી નાણાં મેળવો અને ન્યૂનતમ કોલેટરલ નુકસાન સાથે બ્રિટિશ સરકારના ઉચ્ચ લક્ષ્ય પર હુમલો કરીને ભારતીયોમાં એચઆરએની સકારાત્મક છબી બનાવો

* જાપાનનાં નાગાસાકી પર અમેરિકા દ્વારા બી -29 એ પ્લુટોનિયમ ઇમ્પ્લોઝન બોમ્બ (ફેટ મેન) ફેંકીને પરમાણુ હુમલો કરવામાં આવ્યો (1945)

* વિશ્વ આદિવાસી દિવસ *