* અર્જુન એવૉર્ડથી સન્માનિત ભારતનાં લેજન્ડરી ફૂટબોલ ખેલાડી સુનિલ છેત્રીનો તેલંગણા રાજ્યના સિકંદરાબાદમાં જન્મ (1984)
તેઓ 11 નંબરની જરસી સાથે ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ અને ઇન્ડિયન સુપર લીગની ક્લબમાં બેંગ્લોર એફસીનાં કેપ્ટન છે
આંતરરાષ્ટ્રીય મેચમાં સર્વાધિક ગોલ કરનારા તેઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બાદ બીજા ખેલાડી છે
સુનિલનાં પિતા કે.બી. છેત્રી ભારતીય સેના ફુટબોલ ટીમમાં અને માતા સુશિલા છેત્રી તથા માસી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ટીમમાં રમતા હતાં
* હિન્દી ફિલ્મ અભિનેતા અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સુનીલ ગ્રોવરનો હરિયાણા રાજ્યમાં જન્મ (1977)
જે 'કૉમેડી નાઇટ્સ વિથ કપિલ' પર 'ગુથ્થી' તરીકેની ભૂમિકા માટે ચર્ચામાં આવ્યા બાદ 'ધ કપિલ શર્મા શો'માં ‘ડૉ. મશૂર ગુલાટી’ની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી
* મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રકવિનો દરરજો આપ્યો અને પદ્મભૂષણથી સન્માનિત કવિ મૈથિલીશરણ ગુપ્તનો ઝાંસીમાં જન્મ (1886)
બ્રજભાષામાં લખવાનું ચલણ જ્યારે ટોચ પર હતું, ત્યારે તેઓની ખડીબોલીમાં લખાયેલી કવિતાઓએ વાચકોના હૃદયમાં સ્થાન મેળવ્યું અને ભારત ભારતી, પંચવટી, યશોધરા, સાકેત, કાળજયી જેવી તેમની રચનાઓ નોંધપાત્ર બની
* ભારતના ક્રિકેટ ખેલાડી (8 ટેસ્ટ અને 22 વનડે રમનાર) બલવિન્દર સિંહ સંધુનો મુંબઈમાં જન્મ (1956)
* હિન્દી ફિલ્મ ગીતકાર અને ઊર્દૂ ગઝલનાં શાયર શકીલ બદાયૂનીનો ઉત્તરપ્રદેશનાં બદાયૂમાં જન્મ (1916)
‘અફસાના લિખ રહી હૂં દિલે બેકરારકા’ ઉમાદેવીનાં સ્વરમાં લહેરાતું તેમનું આ ગીત ગૂંજવા ઉપરાંત મેલા, પગડી, અનોખી અદા, ગૃહસ્થી, દિલ્લગી, દીદાર, જાદુ જેવાં અસંખ્ય ફિલ્મોની ગીતરચનાનો જાદુ છવાયો અને મુગલે આઝમનું ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’, બીસ સાલ બાદનું ગીત ‘કહી દીપ જલે કહી દિલ...', લીડરનું ગીત ‘અપની આઝાદી કો હમ હરગીઝ મિટા શકતે નહીં...’ ગીતો કાવ્ય અને ભાવગુણોથી છલોછલ છે
ત્રણવાર ફિલ્મફેરનાં શ્રેષ્ઠ ગીતકાર એવોર્ડથી સન્માનિત શકીલે તેમની ફિલ્મી કારકિર્દીમાં 91 ફિલ્મોમાં 750 ઉપરાંત મધુર ગીતો આપ્યાં છે
* હિન્દી ટેલિવિઝન હોસ્ટ, એન્કર અને અભિનેતા મનીષ પોલનો દિલ્હીમાં જન્મ (1981)
તે સ્ટેન્ડ-અપ કોમેડી, હોસ્ટિંગ, આરજે અને વીજે તરીકે પણ લોકપ્રિય છે
* ભારતીય ક્રિકેટર (5 ટેસ્ટ અને 11 વનડે રમનાર) ગોપાલ શર્માનો કાનપુર ખાતે જન્મ (1960)
* આયર્લેન્ડનાં ન્યૂટન તરીકે જાણકાર મહાન ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વિલિયમ રૉવન હેમિલ્ટનનો જન્મ (1805)
* ગુજરાતી ફિલ્મ નિર્દેશક અભિષેક જૈનનો અમદાવાદમાં જન્મ (1986)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં કેવી રીતે જઈશ, બે યાર, રોન્ગ સાઈડ રાજુ, હમ દો હમારે દો વગેરે છે
* બ્રેકવાળી સલામત લિફ્ટ બનાવનાર એન્જિનિયર એલિશા ઓટીસનો અમેરિકામાં જન્મ (1811)
ઓટીસનાં મૃત્યુ બાદ એલેકઝાન્ડર માઈલ્સ નામના એન્જિનિયરે ઇલેક્ટ્રિક વડે ચાલતી લિફ્ટ બાદ આપમેળે ઉઘાડબંધ થતાં બારણાવાળી લિફ્ટ બનાવી
* હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ અને આસામી ભાષાની ફિલ્મોમાં અભિનેત્રી આશિમા ભલ્લાનો આસામ રાજ્યમાં જન્મ (1983)
* મલયાલમ ફિલ્મોમાં અભિનેતા, દિગ્દર્શક, પટકથા લેખક અને ગીતકાર અનૂપ મેનનનો કેરળ રાજ્યમાં જન્મ (1976)