* ભારતનાં સૌથી મોટા ઔદ્યોગિક સામ્રાજ્ય ટાટાનાં 50 વર્ષ સુધી ચેરમેન રહેલ જે.આર.ડી. (જહાંગીર રતનજી દાદાભાઈ) ટાટાનો ફ્રાન્સનાં પેરિસમાં જન્મ (1904)
એમણે સૌ પ્રથમ આઠ કલાકની પાળીની કથા દાખલ કરી. મજૂરો માટે દાકતરી સારવાર, અકસ્માતમાં વળતર અને રહેવા માટે ઘરો જેવાં સુધારા દાખલ કર્યા હતાં
ભારતમાં વિમાન ઉડ્ડયનનું લાયસન્સ મેળવનાર (1929માં ) જે.આર.ડી. ટાટા સૌપ્રથમ હતાં
તેમણે ભારતમાં પહેલી વાણિજ્ય એરલાઇન્સ ‘ટાટા એરલાઇન્સ’(ટાટા એવિએશન સર્વિસ)ની સ્થાપના કરી હતી, જે આજની એર ઇન્ડિયા બની
જે.આર.ડી.ની હવાઈ સેવા બદલ ભારત સરકારે તેમને ‘એર કોમોડોર ઑફ ઇન્ડિયા’નાં ખિતાબથી નવાજ્યા હતાં અને તેઓ ભારતમાં વિમાનનાં પિતામહ તરીકે જાણીતા બન્યાં હતાં
ફ્રાંચની સરકારે તેમને ‘લીજિયો ઓફ ઓનર’ અને ભારત સરકારે ‘ભારતરત્ન’ અને ‘પદ્મવિભૂષણ’થી નવાજ્યા હતાં
* પદ્મશ્રીથી સન્માનિત અને ભજન સમ્રાટ તરીકે લોકપ્રિય ભજન તથા ગઝલ ગાયક અનુપ જલોટાનો નૈનિતાલ ખાતે જન્મ (1953)
* બોલિવૂડ ફિલ્મ અભિનેતા અને ફિલ્મ નિર્માતા સંજય દત્તનો મુંબઈમાં જન્મ (1959)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં રોકી, નામ, ખલનાયક, વાસ્તવ, મિશન કાશ્મીર, મુન્નાભાઈ એમબીબીએસ, સાજન, કેજીએફ 2 સાહિત કુલ 187 જેટલી ફિલ્મો કરી છે
સંજયને ગેરકાયદે હથિયાર રાખવા માટે ટાડા કાનૂન હેઠળ 5 વર્ષ કેદની સજા થઇ હતી
તેના લગ્ન 3 વખત, રિચા શર્મા સાથે 1987, રિયા પિલ્લઈ સાથે 1996માં અને માન્યતા સાથે 2008માં થયા છે
તેમના પિતા સુનિલ દત્ત અભિનેતા અને માતા નરગીસ દત્ત અભિનેત્રી હતા
* ઇલેક્ટ્રોનિક ટી.વી. વિકસાવનાર તથા ઇન્ફ્રારેડ ઈમેજ ટ્યુબ અને ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વિકસાવવામાં યોગદાન આપનાર વ્લાદિમીર કોસ્મિક ઝોરિકીનનું અવસાન (1982)
જ્હોન લોગી બાયાડૅ નામનાં વિજ્ઞાનીએ મિકેનિકલ ટી.વી.ની શોધ કર્યા પછી ટી.વી.માં કેથોડ રેનો ઉપયોગ કરીને રશિયાનાં વિજ્ઞાની ઝોરિકીને ઈ.સ.1929માં પ્રથમ ટ્યુબવાળું ટી.વી.બનાવ્યું. ઈ.સ.1934માં પ્રથમ ઇલેક્ટ્રોનિક ટી.વી.બજારમાં મૂક્યું હતું
* મહારાણી વિક્ટોરિયા દ્વારા ‘કૈસરે હિન્દ’ના ઇલકાબથી સન્માનિત સમાજસુધારક ઈશ્વરચંદ્ર (બેનરજી) વિદ્યાસાગરનું અવસાન (1891)
તેમણે 16 ગ્રંથોનું સ્વતંત્ર લેખન અને 10 ગ્રંથોનું સંપાદન કર્યું છે
* ઈંગ્લેન્ડમાં જન્મેલ અને માનવ કલ્યાણ તથા રાજકારણનો સમન્વય સાધનાર ‘ગુલામોનાં મુક્તિદાતા’ વિલિયમ વિલ્બરફોર્સનું અવસાન (1833)
ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ગુલામોનું વેચાણ નાબૂદ કરતા કાયદા પસાર કરાવ્યાં અને ગુલામી પ્રથા નાબૂદ થાય તે માટે બિલ પસાર કરવા મથતા બ્રિટિશ સાંસદ વિલિયમ વિલ્બરફોર્સને સતત પ્રયાસો પછી 18 વર્ષે સફળતા મળી હતી અને સંસદમાં બિલ પસાર થયું હતું
* હોલેન્ડમાં જન્મેલ વિલક્ષણ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોઘનું અવસાન (1890)
પોતાનાં અવનવા ચિત્રો દ્વારા ભાવિ વિશ્વનું સર્જન કરનાર આ કલાકારએ સ્થિર ચિત્ર, માનવાકૃતી, મુદ્રા અને રેખાચિત્ર જેવાં સઘળાં ચિત્રો દોર્યા
* કુચ બિહારની રાજકુમારી ગાયત્રી દેવી તરીકે જન્મેલા, જયપુરની રાજઘરાનાનાં રાજમાતા તરીકે જાણીતા મહારાણી ગાયત્રી દેવીનું જયપુરમાં અવસાન (2009)
* બોલિવૂડમાં પ્લેબેક સિંગર, રેપર અને હિપ હોપ ગાયિકા હાર્ડ કૌરનો કાનપુર ખાતે જન્મ (1979)