AnandToday
AnandToday
Wednesday, 27 Jul 2022 00:00 am
AnandToday

AnandToday

આજે તા. 27 જુલાઈ

Today  : 27 JULY

સીઆરપીએફ સ્થાપના દિવસ

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

* ‘મિસાઇલમેન ઑફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતાં અને ભારતરત્નથી સન્માનિત ભારતનાં 11માં રાષ્ટ્રપતિ (2002-07) ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ)નું હૃદયરોગનાં હુમલાને કારણે મેઘાલય રાજ્યનાં પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે અવસાન થયું (2015)
તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ.) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) ખાતે કામ કર્યું
ડૉ. કલામ તેમનાં પુસ્તક ‘ઈન્ડિયા 2020’ માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે, ફાયર ઑફ વિંગ્સ (ઑટોબાયોગ્રાફી), ઈગનાઈટેડ માઈન્ડ, માય જર્ની, મેનિફેસ્ટો ફોર ચેન્જ, મિશન ભારત, ઈંસ્પીરિંગ થોટ, ધ લુમીનસ સ્પાર્ક વગેરે તેમનાં પુસ્તકો છે
તેમને 40 વિશ્વવિદ્યાલયોમાંથી માનદ ડૉકટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. ભારત સરકારે 1981માં ‘પદ્મભૂષણ’ અને 1990માં ‘પદ્મવિભૂષણ’થી નવાજ્યા હતાં

* શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી (2019-22) તરીકે સેવા આપનાર ઉદ્ધવ ઠાકરેનો મુંબઈમાં જન્મ (1960)

 * ભારતના 10મા ઉપરાષ્ટ્રપતિ (1997-2002) અને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે (1990-97) સેવા આપનાર કૃષ્ણકાંતનું નવી દિલ્હી ખાતે અવસાન (2002)

* જૂનાગઢનાં ગરવા ગિરનારની ગોદમાં જન્મેલા ભજનિક પુનિત મહારાજ (બાલકૃષ્ણ ભટ્ટ)નું અવસાન (1962)
પોસ્ટમેનથી શરૂ કરીને અમદાવાદની મિલોમાં કામ કર્યું. દૈવી શક્તિથી હ્ર્દયમાંથી ભજનની સરવાણી વહેતી થઈ. દ્વારિકા અને ડાકોરના પગપાળા સંઘો યોજી એમણે ભક્તિની ધૂન મચાવી. બાલકૃષ્ણ ‘પુનિત’ નામે ભજનો લખતાં
તેમણે શરૂ કરેલું 'જનકલ્યાણ' માસિક આજે પણ લોકપ્રિય છે અને  'ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી...' તેમનું ખુબજ લોકપ્રિય ભજન છે 

* ડેન્માર્કમાં જન્મેલ ‘એલ એન્ડ ટી’નાં સ્થાપક અને  પદ્મભૂષણ’થી પુરસ્કૃત હેનિંગ હોક લાર્સનનું ભારતમાં મુંબઈ ખાતે અવસાન (2003)
ભારતમાં સોરન ક્રિસ્ટિયન ટુબ્રો સાથે મળીને ‘લાર્સન એન્ડ ટુબ્રો’ નામની કંપની સ્થાપી લગભગ 40 વર્ષ સુધી તેમણે કંપનીનાં ચેરમેનની જવાબદારી સંભાળી ભારતને કર્મભૂમિ બનાવી હતી

* ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટ ખેલાડી (156 ટેસ્ટ અને 273 વનડે રમનાર) અને કેપ્ટન રહેલ એલન બોર્ડરનો જન્મ (1955)
એક જ ટેસ્ટમાં બે વખત 150 રન બનાવનાર વિશ્વના એકમાત્ર ખેલાડી છે, તે ઓસ્ટ્રેલિયાના એક માત્ર કેપ્ટન છે જેમણે 10 વિકેટ લીધી હોય, 

* ગ્રેમી એવોર્ડ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીત વાદક (ગિટાર) વિશ્વ મોહન ભટ્ટનો જયપુર ખાતે જન્મ (1950)

* ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, વિવિધ ભારતીય ભાષાઓ તેમજ વિદેશી ભાષાઓમાં 25,000 થી વધુ ગીતો રેકોર્ડ કરનાર ભારતીય પ્લેબેક ગાયક અને કર્ણાટિક સંગીતકાર કે.એસ. ચિત્રા (કૃષ્ણન નાયર શાંતાકુમારી ચિત્રા)નો કેરળ રાજ્યમાં જન્મ (1963)

ક્રિકેટ ફિલ્ડિંગના સર્વશ્રેષ્ઠ સાબિત થયેલ દક્ષિણ આફ્રિકાના ખેલાડી  (52 ટેસ્ટ અને 245 વનડે રમનાર) જોન્ટી રોડ્સનો જન્મ (1969)

* અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ, અભિનેતા અને નિવૃત્ત વ્યાવસાયિક કુસ્તીબાજ, જે WWEના ટેલેન્ટ રિલેશન્સ અને હેડ બુકર માટે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપનાર સર્વકાલીન શ્રેષ્ઠ વ્યાવસાયિક કુસ્તીબાજોમાંના એક ટ્રિપલ એચ (પોલ માઈકલ લેવેસ્ક)નો અમેરિકામાં જન્મ (1969)

* અમેરિકન ભૌતિકશાસ્ત્ર, ઓપ્ટિક્સ અને સ્પેક્ટ્રોસ્કોપીના અભ્યાસમાં વિશેષતા પ્રાપ્ત કરી પ્રિન્સટન યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના સાયરસ ફોગ બ્રેકેટ પ્રોફેસર અને એમેરિટસ વિલિયમ હેપરનો ભારતમાં તામિલનાડુ રાજ્યમાં જન્મ (1939)

* સાઉથ આફ્રિકાના ટેનિસ ખેલાડી ઇરેને એવેલયન બોવડર  પીકોકનો ભારતમાં ફિરોઝપુર ખાતે જન્મ (1892) 

* અણુનું કદ, વજન અને આકાર સંબંધી પ્રાથમિક શોધો કરનાર વિજ્ઞાની જ્હોન ડાલ્ટનનું ઇંગ્લેન્ડમાં અવસાન (1844)
તેમણે રંગઅંધાપા અંગે મહત્વની શોધ કરી જે ડાલ્ટેનિઝમ તરીકે  ઓળખાય છે

શોલેનાં ‘ગબ્બર સિંહ’ તરીકે અત્યંત લોકપ્રિય ફિલ્મ અભિનેતા અમજદ ખાનનું 51 વર્ષની વયે મુંબઈમાં અવસાન (1992)
તેમના પિતા જયંત પણ ફિલ્મ અભિનેતા હતા 
તેમણે 20 વર્ષ જેટલી લાંબી કારકિર્દીમાં 130 જેટલાં ચલચિત્રોમાં કામ કર્યું

* ભારતમાં ક્રિકેટ કોમેન્ટ્રેટર અને 27 પુસ્તકોના લેખક રવિ ચતુર્વેદીનો દિલ્હીમાં જન્મ (1937)

* બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં અભિનેત્રી કૃતિ સેનનનો નવી દિલ્હી ખાતે જન્મ (1990)
તેની નોંધપાત્ર ફિલ્મોમાં હિરોપંતી, બરેલી કી બરફી, લૂકા છુપી, દિલવાલે, હાઉસફુલ 4, સ્ત્રી, કલંક, પતિ પત્ની ઔર વો, બચ્ચન પાંડે વગેરે છે 

* ભારતીય અમેરિકન-કેનેડિયન લેખક અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં અંગ્રેજી વિભાગમાં પ્રોફેસર એમેરિટા અને નવલકથાઓ અને ટૂંકી વાર્તા સંગ્રહો, નોન-ફિક્શનના લેખિકા ભારતી મુખર્જીનો ભારતમાં કોલકાતા ખાતે જન્મ (1940) 

* ભારતીય ફૂટબોલર સોકર વેલ્હોનો ગોવા ખાતે જન્મ (1983)

* હિન્દી ફિલ્મ અભિનેતા રવિ બાસવાનીનું ઉત્તરાખંડ રાજ્યમાં અવસાન (2010)
તેઓ સાઈ પરાંજપેની 'ચશ્મે બદ્દૂર' અને કુંદન શાહની કલ્ટ કોમેડી 'જાને ભી દો યારો'માં તેમની ભૂમિકા માટે તથા તેમના હાસ્યના સમય માટે અને શબ્દના સાચા અર્થમાં પાત્રને અન્ડરપ્લે કરવા માટે જાણીતા હતા

* હિન્દી ફિલ્મ નિર્માતા રોમેશ શર્માનો ગુરદાસપુર ખાતે જન્મ (1947)

* બંગાળી ફિલ્મોમાં અભિનેતા, દિગ્દર્શક, પટકથા લેખક, સામાજિક કાર્યકર અને રગ્બી ખેલાડી રાહુલ બોઝનો બેંગલુરું ખાતે જન્મ (1967)

* હિન્દી ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર અભિનેતા આસિફ બસરાનો અમરાવતી ખાતે જન્મ (1967)
જે અમેરિકન કોમેડી ફિલ્મ 'આઉટસોર્સ્ડ'માં તેમની ભૂમિકા માટે જાણીતા છે 

* 'પ્યાર મેં કભી કભી'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી રિંકી ખન્નાનો મુંબઈમાં જન્મ (1977)
તે ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાની સૌથી નાની પુત્રી અને ટ્વિંકલ ખન્નાની બહેન છે

* સીઆરપીએફ સ્થાપના દિવસ * 
કેરીપુબલ મૂળરૂપે ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસનાં નામે 27 જુલાઈ, 1939નાં રોજ મધ્યપ્રદેશમાં પ્રથમ બટાલિયન સાથે સ્થપાના કરાઈ અને સ્વત્રતંતા પછી ક્રાઉન રિપ્રેન્ઝન્ટેટીવ પોલીસને કેરીપુ બળમાં ફેરવાઈ
28 ડિસેમ્બર 1949 ના રોજ સીઆરપીએફ એક્ટ લાગુ કરાતા તે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ બન્યો