AnandToday
AnandToday
Sunday, 24 Jul 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 25 જુલાઈ

Today : 25 JULY 

વિશ્વની પ્રથમ ટેસ્ટટ્યૂબ બેબીનો જન્મ (1978)

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

* લોકસભાનાં પૂર્વ અધ્યક્ષ, કાયદાશાસ્ત્રી અને સીપીએમના નેતા સોમનાથ ચેટરજીનો આસામમાં જન્મ (1929)
ચેટરજી 10 વખત લોકસભાના સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતાં અને ભારતમાં સૌથી લાંબા સમય સુધી સંસદ સભ્ય રહ્યા 
તેમની સર્વસંમતિથી લોકસભાના સ્પીકર તરીકે 2004માં નિમણૂક કરાઈ હતી

ખૂબ જાણીતા શિકારી, પ્રકૃતિ સંરક્ષણવિદ અને બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં કર્નલ રહેલ જિમ કોર્બેટ (એડવર્ડ જેમ્સ કોર્બેટ)નો નૈનિતાલ ખાતે જન્મ (1875)

* પૂર્વ કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અને બાંથિદાથી લોકસભામાં સંસદસભ્ય હરસિમરત કૌર બાદલનો દિલ્હીમાં જન્મ (1966)
તેમનાં લગ્ન 21 નવેમ્બર, 1991નાં રોજ પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલ થયાં હતાં 

* મલમપુઝા ડેમ ગાર્ડન્સના યક્ષી જેવા તેમના મોટા શિલ્પો માટે જાણીતા ભારતીય શિલ્પકાર કનયી કુન્હીરામનનો કેરળ રાજ્યમાં જન્મ (1937)

* પાંચ દાયકાઓ સુધી મરાઠી ફિલ્મ ઉદ્યોગ અને મરાઠી સુગમ સંગીતના પ્રતિક તરીકે ગણવામાં આવતા ગાયક-સંગીતકાર સુધીર ફડકે (બાબુજી)નો કોલ્હાપુર ખાતે જન્મ (1919)
ફડકેએ મરાઠી ઉપરાંત, ઘણી હિન્દી ફિલ્મોમાં પણ ગીતો ગાયા અને કંપોઝ કર્યા છે

* ઉર્દુ પત્રકાર, કલાકાર અને વ્યાવસાયિક લાહોરી નાસ્તાલીક સુલેખક અસલમ કિરાતપુરીનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1951)

* હિન્દી ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટેજ અભિનેતા યોગેન્દ્ર ટીકુનો પ્રયાગરાજ (અલ્હાબાદ) ખાતે જન્મ (1953)

* હિન્દી થિયેટર અને ટેલિવિઝન અભિનેત્રી વૈશાલી ઠક્કરનો મુંબઈમાં જન્મ (1973)
તે લોકપ્રિય શો સ્ટાર પ્લસ ટીવી શ્રેણી 'બા બહુ ઔર બેબી'માં પ્રવીણાની કોમિક ભૂમિકા નિભાવવા અને લોકપ્રિય શો કલર્સ ટીવી શ્રેણી 'ઉત્તરન'માં દામિનીની સહાયક ભૂમિકા નિભાવવા માટે જાણીતી છે

* હિન્દી ફિલ્મ અને જાહેરાત બનાવનાર સંગીત નિર્માતા અને સંગીતકાર રામ સંપથનો મુંબઈમાં જન્મ (1977)

* ભારતીય ગાયિકા, અભિનેત્રી અને ટેલિવિઝન વ્યક્તિત્વ રાગેશ્વરી લૂમ્બાનો મુંબઈમાં જન્મ (1977)

* હિન્દી ટીવી રિયાલિટી શો એન્ટરટેનર અને ભૂતપૂર્વ પાયલોટ રાહુલ મહાજનનો જન્મ (1975)
પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રમોદ મહાજન તેમના પિતા છે 

* ભારતીય મોડલ અને ટેલિવિઝન વ્યક્તિત્વ ડિમ્પી ગાંગુલીનો કોલકાતા ખાતે જન્મ (1985)

* હિન્દી ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર અભિનેત્રી કાશ્મીરા ઈરાનીનો પુના ખાતે જન્મ (1989)

* વિદ્વાન, સંશોધક અને સમીક્ષક આચાર્ય પરશુરામ ચતુર્વેદીનો ઉત્તર પ્રદેશનાં બલિયામાં જન્મ (1894) 

* ભારતનાં 14માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ (2017), 13માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (2012), ભારતનાં 12માં અને ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ  શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટિલ (2007), 11માં રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (2002), 10માં રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન (1997), 9માં રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા (1992), 8માં રાષ્ટ્રપતિ આર. વેંકટારમણ (1987), 7માં રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંઘ (1982), 6ઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી (1977) એ શપથ લીધાં 

* વિશ્વની પ્રથમ ટેસ્ટટ્યૂબ બેબીનો જન્મ (1978)